+

ગોંડલ ચરખડી પાસે ચોરી કરેલા 15 મોબાઇલ સાથે ચાર શખ્સો ઝડપાયા

ગોંડલ તાલુકા પોલીસનો કાફલો નેશનલ હાઈવે ચરખડી ગામના પાટીયા પાસે ચેકિંગમાં ઉભો હતો ત્યારે બે બાઈકમાં ચાર શખ્સો શંકાસ્પદ હાલતમાં નીકળતા તેઓની તલાસી લેવામાં આવતા તેઓની પાસેથી ચોરીના 15 મોબાઇલ…

ગોંડલ તાલુકા પોલીસનો કાફલો નેશનલ હાઈવે ચરખડી ગામના પાટીયા પાસે ચેકિંગમાં ઉભો હતો ત્યારે બે બાઈકમાં ચાર શખ્સો શંકાસ્પદ હાલતમાં નીકળતા તેઓની તલાસી લેવામાં આવતા તેઓની પાસેથી ચોરીના 15 મોબાઇલ મળી આવતા અને બાઈકના કાગડો અંગે યોગ્ય જવાબો ન આપતા બાઇકને પણ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ ચોરીની બુમરાડ ઉઠી હોય પોલીસ હાઇ કમાન્ડર દ્વારા જિલ્લાના પોલીસ મથકોને તાકીદ કરવામાં આવ્યા હોય જે અનુસંધાને તાલુકા પોલીસના પી.એસ.આઇ ડીપી ઝાલા, હેડ કોન્સ્ટેબલ અજીતભાઈ, ગીરીરાજસિંહ, શક્તિસિંહ સહિતના ઓ ચરખડી પાટીયા પાસે ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન અરબાઝ ઉર્ફે અબુભાઈ કુરેશી રહે ભગવત પરા, રાકેશ ઉર્ફે નીતિન ધનાભાઈ ચૌહાણ રહે હરભોલે સોસાયટી તેમજ બે બાળ કિશોર રહે ગોંડલ વાળાઓ એકટીવા અને હીરો હોન્ડા બાઈક પર નીકળતા તેમની તલાસી લેવામાં આવતા તેની પાસેથી 15 મોબાઇલ મળી આવતા અને વાહનોના કાગડો અંગે યોગ્ય પ્રત્યુતરમાં આપતા પોલીસે રૂપિયા 1,66,000 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો –  સમાજમાં જેની કોઈ ઈજ્જત ના હોય એવા લોકો જ પ્રેમ લગ્ન કરે છે : MLA ગેનીબેન ઠાકોર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ – વિશ્વાસ ભોજાણી

Whatsapp share
facebook twitter