+

પૂર્વ PM રાજીવ ગાંધીના હત્યારા સંથાનનું Heart Attack થી મોત

ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી (Rajiv Gandhi) ની હત્યાના કેસમાં દોષિત સંથાન (Santhan) નું બુધવારે ચેન્નાઈની હોસ્પિટલમાં હાર્ટ એટેક (Heart Attack) થી અવસાન થયું હતું. શ્રીલંકાના નાગરિક સંથાન (Santhan) ને…

ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી (Rajiv Gandhi) ની હત્યાના કેસમાં દોષિત સંથાન (Santhan) નું બુધવારે ચેન્નાઈની હોસ્પિટલમાં હાર્ટ એટેક (Heart Attack) થી અવસાન થયું હતું. શ્રીલંકાના નાગરિક સંથાન (Santhan) ને થોડા દિવસો પહેલા રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલ (Rajiv Gandhi Government General Hospital) માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના ડીન ડૉ. વી થેરાનીરાજને જણાવ્યું હતું કે સવારે 7:50 વાગ્યે તેમનું હૃદયરોગ (Heart Attack) ના હુમલાથી મૃત્યુ થયું હતું. જણાવી દઇએ કે, રાજીવ ગાંધી હત્યા કેસમાં 20 વર્ષથી વધુની જેલની સજા ભોગવીને બે વર્ષ પહેલા સંથાનને સુપ્રીમ કોર્ટે (Supreme Court) મુક્ત કર્યો હતો.

ચેન્નાઈની રાજીવ ગાંધી સરકારી હોસ્પિટલમાં અવસાન

દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની વર્ષ 1991 માં હત્યા કરવામાં આવી હતી. રાજીવ ગાંધીની હત્યા સંથાને કરી હતી જે એખ શ્રીલંકાનો નાગરિક હતો. વર્ષ 2022 માં, સુપ્રીમ કોર્ટે 1991 માં શ્રી પેરામ્બદુરમાં ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં 20 વર્ષથી વધુની જેલની સજા ભોગવ્યા પછી સંથાન સહિત 7 લોકોને મુક્ત કર્યા હતા. 55 વર્ષીય સંથાનને જાન્યુઆરીમાં લીવર ફેલ થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં તે અમુક બીમારીઓથી પીડાતો હોવાથી સારવાર લઈ રહ્યો હતો. જણાવી દઇએ કે, ચેન્નાઈની રાજીવ ગાંધી સરકારી હોસ્પિટલમાં સંથાનનું અવસાન થયું હતું. સંથાન આ હોસ્પિટલમાં “Liver Failure” માટે સારવાર લઈ રહ્યો હતો. સંથાનનું સવારે 7.50 વાગ્યે હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું.

પરિવારને મળવાની અપીલ કરી હતી

કોર્ટના આદેશ મુજબ માત્ર નલિની અને રવિચંદ્રનને જ તેમના પરિવારજનોને મળવાની મંજૂરી આપવામાં આવી હતી. બાકીના 4 દોષિતોને તેમના પરિવારજનોને મળવા દેવામાં આવ્યા ન હતા. આ કારણોસર સંથનને તેના પરિવારને મળવા અને રિલીઝ ઓર્ડર બાદ ઘરે પરત ફરવાની અપીલ કરી હતી. આ ચારેય દોષિતો શ્રીલંકાના હોવાથી તેમને તેમના પરિવારજનોને મળવા દેવાયા ન હતા. જેલમાંથી મુક્ત થયા બાદ સંથન પોતાના પરિવાર સાથે શ્રીલંકા પરત જવા માંગતો હતો, પરંતુ કોર્ટે તેને મંજૂરી આપી ન હતી. 32 વર્ષની જેલની સજા ભોગવ્યા બાદ 6 દોષિતોને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (LTTE) સાથે જોડાયેલા એક આત્મઘાતી બોમ્બર દ્વારા 1991માં રાજીવ ગાંધીની હત્યા એ ભારતીય ઈતિહાસમાં એક નોંધપાત્ર ઘટના છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અનુસાર, સંથાન LTTE ની ગુપ્તચર શાખાનો સભ્ય હતો અને તેણે હત્યાના કાવતરામાં ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો – હિમાચલ કોંગ્રેસમાં ફરી ખળભળાટ, કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહે મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું

આ પણ વાંચો – Rajya Sabha Election : ભાજપે રાજ્યસભામાં કર્યો મોટો ઉલટફેર, NDA પહોંચી બહુમતની નજીક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter