Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat ના પૂર્વ IAS અધિકારી SK Nanda નું વિદેશમાં નિધન, પરિવાર સાથે ગયા હતા અમેરિકા

11:34 AM Jul 27, 2024 | VIMAL PRAJAPATI

Gujarat: ગુજરાતના એક પૂર્વ આઈએએસ અધિકારીનું નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે પૂર્વ આઈએએસ અધિકારીનું અમેરિકામાં હાર્ટ એેટેક (Heart attack)થી નિધન થયું છે. વિગતે વાત કરવામાં આવે તો, એસ. કે નંદા હેમ રેડિયોના નિષ્ણાંત હતા. મળતી વિગતો પ્રમાણે તેઓ 1978ની બેચના આઈએએસ અધિકારી હતા. જ્યારે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન જૂનાગઢ, ડાંગ, વડોદરા અને બનાસકાંઠામાં જિલ્લા કલેક્ટર તરીકે પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. અત્યારે તેમનું 68 વર્ષની વયે નિધન થયું છે.

એસકે નંદાનું વિદેશમાં હ્રદયના હુમલાને કારણે નિધન

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાત (Gujarat)ના પૂર્વ અધિક મુખ્ય સચિન એસકે નંદાનું વિદેશમાં હ્રદયના હુમલાને કારણે નિધન થયું છે. મળતી જાણકારી પ્રમાણે એસકે નંદા પોતાના પરિવાર સાથે 22 જુલાઈના રોજ અમરેકિના પ્રવાસે ગયા હતા. અહીં શનિવારે વહેલી સવારે હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે. તેઓ પોતાના કાર્યકાળમાં અનેક જિલ્લાઓમાં પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. આ સાથે સાથે રાજ્ય સરકારના મુખ્ય સચિવ તરીકે પણ ફરજ બચાવી ચૂક્યા છે. તેમણે તત્કાલિન મુખ્યમંત્રી 2012-2014 માં પણ અધિક મુખ્ય સચિવ તરીકે સેવાઓ આપી હતી.

નંદા 2016 માં પોતાની સેવા પરથી નિવૃત થયા હતા

જૂનાગઢ, ડાંગ, વડોદરા અને બનાસકાંઠામાં જિલ્લા કલેક્ટરની ફરજ બજાવ્યા બાદ તેમણે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટડના ચેરમેન તરીકે પણ પોતાની ફરજ અદા કરી હતી. ત્યારે બાદ પોતાના લાંબા કાર્યકાળ બાદ 2016 માં પોતાની સેવા પરથી નિવૃત થયા હતા. નોંધનીય છે કે, એસકે નંદા રેડિયો ઓપરેશનના નિષ્ણાંત મનાય છે. તેમણે કેટલા મહત્વના ઓપરેશન પાર પાડ્યા હતા. જેમ કે, ગુજરાતમાં ત્રાટકેલ બિપોરજોય વાવાઝોડામાં પણ મહત્વની કામગારી કરી હતી.

આ પણ વાંચો: Gujarat: આગામી પાંચ દિવસ વરસાદ ગુજરાતને ધમરોળશે, બે સિસ્ટમો થઈ છે સક્રિય
આ પણ વાંચો: Gir Somnath: ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના ડ્રોન કેમેરામાં કેદ થયા જમજીર ધોધના મનમોહક દ્રશ્યો
આ પણ વાંચો: VADODARA : પૂર જેવી સ્થિતીમાં પણ ખનીજ માફીયાઓના હોંસલા બુલંદ