Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મોરબીની ઘટનાથી ખુબ જ દુ:ખ થયું છે: નીતિન પટેલ

10:55 AM Apr 23, 2023 | Vipul Pandya

  • મોરબીની ઘટનાથી ખુબ જ દુ:ખ થયું : નીતિન પટેલ
  • મોરબી દુર્ઘટના માટે સરકાર જવાબદાર નથી: નીતિન પટેલ
  • ઓરેવા કંપનીની બેદરકારીના લીધે દુર્ઘટના સર્જાઈ
  • નગરપાલિકાને જવાબદારી સોંપાઈ હતી
મોરબી દુર્ઘટનાને લઈને પૂર્વ નાયાબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે મોરબીની ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. ઓરેવા કંપનીની બેદરકારીના લીધે દુર્ઘટના સર્જાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું તથા નગરપાલિકાને જવાબદારી સોંપાઈ હતી ત્યારે સવાલ થઈ રહ્યાં છે કે, આ મામલે શું પાલિકાને ખબર નહોતી કે પછી તેની ક્ષમતા પર ધ્યાન જ આપવામાં આવ્યું નહોતો?
તેમણે જણાવ્યું હતું કે, સૌથી પહેલા તો સૌએ જાણવું જરૂરી છે કે મોરબી નગરપાલિકા હસ્તકનું આ કામ હતું. આ જુનો જે પુલ હતો તેને રિનોવેટ કરીને બાદમાં તેને લોકો માટે ચલાવવો આ કામ મોરબી નગરપાલિકાએ આ એજન્સીને આપ્યો હતો. આમાં ગુજરાત સરકારનો પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ રોલ નથી. ગુજરાત સરકારની કોઈ પણ પ્રકારની મંજુરી આમા લેવાની જરૂર નથી. આ નગરપાલિકાના અધિકારમાં આવતી આ વાત છે. જૂનો પુલ નાનો હતો અને ખાનગી ઉપયોગ માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ પ્રવાસીઓની અવરજવર માટે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.