+

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામી કોરોના પોઝિટિવ

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. દેશમાં ધીમે ધીમે એકવાર ફરી કોરોના પરત ફરી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. દૈનિક કોરોનાના કેસમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. ત્યારે ખાસ કરીને હાલમાં કોરોનાની ઝપટમાં નેતાઓ અને મંત્રીઓ જ આવી રહ્યા છે. જેમા એક નામ હવે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીનું ઉમેરાઇ ગયું છે. એચડી કુમારસ્વામીએ જણાવ્યું કે
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. દેશમાં ધીમે ધીમે એકવાર ફરી કોરોના પરત ફરી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. દૈનિક કોરોનાના કેસમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. ત્યારે ખાસ કરીને હાલમાં કોરોનાની ઝપટમાં નેતાઓ અને મંત્રીઓ જ આવી રહ્યા છે. જેમા એક નામ હવે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીનું ઉમેરાઇ ગયું છે. 
એચડી કુમારસ્વામીએ જણાવ્યું કે, તેમને હળવો તાવ અને શરીરમાં દુખાવાની ફરિયાદ હતી, ત્યારબાદ જ્યારે તેમણે ટેસ્ટ કરાવ્યો તો તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું. ડોક્ટરની ટીમે તેમને ઘરે જ રહેવાની અને સારવાર કરાવવાની સલાહ આપી છે. આગામી 10 દિવસ સુધી તેમની ઘરે જ સારવાર કરવામાં આવશે. કૃપા કરીને મારા મુદ્દાને અન્યથા ન લો અને પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરો. તાજેતરમાં કુમારસ્વામી એ સમયે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે તે સત્તાના ભૂખ્યા છે અને અન્ય કોઈ પક્ષને સત્તામાં જોઈ શકતા નથી. 
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ દરમિયાન કુમારસ્વામીએ કહ્યું હતું કે, ભાજપ પોતાના સિવાય અન્ય કોઈ પક્ષને સત્તામાં રહેતો જોઈ શકતો નથી. કુમારસ્વામીએ જનતા દળ સેક્યુલર પાર્ટીના રાજ્ય કાર્યાલય જેપી ભવનમાં મીડિયાને સંબોધતા આ વાત કહી હતી. 
Whatsapp share
facebook twitter