Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભાવનગર ડમી કાંડની તપાસનો ધમધમાટ, 32 લોકોની શોધવા SIT ની રચના

06:13 PM Apr 16, 2023 | Viral Joshi

ભાવનગરમાં વિવિધ પરીક્ષાઓમાં ડમી વિદ્યાર્થીઓ બેસાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જે મામલે ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં 36 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ અને 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાના 7 દિવસના રિમાન્ડ મંજુર થયાં છે તો બીજી તરફ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ભાવનગર DIG દ્વારા SIT ની રચના કરવામાં આવી છે અને બાકીના 32 આરોપીઓને શોધવા ચક્રોગતિમાન કર્યાં છે.

ભાવનગર પોલીસે જુદી-જુદી ટીમો બનાવી બાકીના 32 આરોપીઓને શોધવા માટે ભાવનગર જિલ્લાના તળાજા અને સિહોર તાલુકામાં 4 ટીમો દ્વારા કોલ ડિટેઈલ્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી અભિયાન હાથ ધર્યું છે. પોલીસ તપાસ દમિયાન વધુ 8 આરોપીઓની અટકાયત થઈ છે.

આ સિવાય આ મામલે બગદાણા પોલીસ મથકના પોલીસકર્મી દિનેશ બટુકભાઈ પંડ્યાનો આરોપી તરીકે સમાવેશ કરાયો છે તથા તેનો ભાઈ ભદ્રેશ પણ ફરાર છે.

ભાવનગર ડમીકાંડની પોલીસ તપાસમાં તાલીમી PSI સંજય પંડ્યાની SITની ટીમે અટકાયત કરી છે. સંજય 2022માં ક્લાર્કની પરીક્ષામાં ડમી તરીકે બેઠો હતો. અક્ષય બારૈયાની જગ્યાએ સંજયે પરીક્ષા આપી હતી. કરાઈ ટેંનિંગ સેન્ટર માંથી PSI ની ટ્રેનીંગ લેતા સંજય પંડ્યાની અટકાયત કરી સવારે ભાવનગર લવાયો હતો.

કોણ કોણ છે SITમાં?
ભાવનગર DIG અને SP SIT(સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ)રચના કરી છે. જે કેસમાં સુપરવિઝન અધિકારી તરીકે આર આર સિંઘાલ નાયબ પોલીસ અધિક્ષક, તપાસ કરનાર SOG PI એસ.બી.ભરવાડ છે.

  • PSI આર બી વાધીયા
  • PSI વી સી જાડેજા
  • PSI એચ આર જાડેજા
  • PSI ડી એ વાળા
  • PSI એચ એસ તિવારી
    સહિત અન્ય 7 પોલીસ કર્મીઓ સાથે પોલીસ હેડ કવાર્ટર ખાતેથી કુલ-12 માણસોની નિમણુક
  • LCB ઇન્ચાર્જ PI બી.એચ.શીંગરખીયા
  • PSI કે એમ પટેલ
  • PSI પી બી જેબલીયા
  • PSI પી.આર સરવૈયા તથા LCB, SOG અને પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફ પણ મદદમાં જોડાયો

(ઈનપુટ: કુનાલ બારડ, ભાવનગર)

આ પણ વાંચો : રાજ્યમાં 11 વર્ષથી ડમી ઉમેદવાર બેસાડવાનું આવી રીતે ચાલતું હતું SCAM