+

સુરતમાં રૂ. 40 લાખની વિદેશી સિગારેટ જપ્ત,રેલવે સ્ટેશન પરથી DRIએ ઝડપ્યું પાર્સલ

ગેરકાયદે તમાકુ ઉત્પાદનો સામેની લડાઈમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના બીજા દરોડાને પરિણામે સુરત (Surat)રેલ્વે સ્ટેશન પર (Railway station)પહોંચેલા રેલ્વે પાર્સલમાંથી આશરે રૂ. 40 લાખની કિંમતની દાણચોરીની વિદેશી મૂળની સિગારેટ (Foreign cigarettes)જપ્ત કરવામાં આવી છે.સુરત જવાના રેલ્વે પાર્સલને અટકાવ્યુંત્યારે ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈના અધિકારીઓએ સુરત રેલ્વે સ્ટેશન પર ચેન્નાઈથી સુરત જવાના રà
ગેરકાયદે તમાકુ ઉત્પાદનો સામેની લડાઈમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના બીજા દરોડાને પરિણામે સુરત (Surat)રેલ્વે સ્ટેશન પર (Railway station)પહોંચેલા રેલ્વે પાર્સલમાંથી આશરે રૂ. 40 લાખની કિંમતની દાણચોરીની વિદેશી મૂળની સિગારેટ (Foreign cigarettes)જપ્ત કરવામાં આવી છે.
સુરત જવાના રેલ્વે પાર્સલને અટકાવ્યું
ત્યારે ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈના અધિકારીઓએ સુરત રેલ્વે સ્ટેશન પર ચેન્નાઈથી સુરત જવાના રેલ્વે પાર્સલને અટકાવ્યું હતું જેમાંથી દાણચોરી કરાયેલી વિદેશી મૂળની સિગારેટની 1,96,320 સ્ટીક્સ એસ્સ લાઈટ્સ (કોરિયન), ગુડાંગ ગરમ (ઇન્ડોનેશિયન) અને 555 (યુકે) બ્રાન્ડની હતી, જે જપ્ત કરવામાં આવી હતી. તેની બજાર કિંમત 40 લાખ રૂપિયા હોવાનો અંદાજ છે અને કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ માલની અટકાયત કરવામાં આવી છે.
ચેન્નાઇથી સુરત આવતું પાર્સલ બાતમીના આધારે જપ્ત
ગુજરાતમાં DRI આરોગ્ય માટે હાનિકારક સિગારેટ અને અન્ય નિકોટિન ઉત્પાદનોની દાણચોરી સામે જોરદાર લડાઈ ચલાવી રહ્યું છે. એકલા આ નાણાકીય વર્ષમાં, ડીઆરઆઈએ ગુજરાતમાં દાણચોરીની વિદેશી મૂળની સિગારેટની 2,88,40,800 સ્ટીક્સ અને રૂ. 138 કરોડની કિંમતની ઈ-સિગારેટ (વેપ્સ)ની 2,86,198 સ્ટીક્સ જપ્ત કરી છે. બંદરો અને ધોરીમાર્ગો પર જપ્તી ઉપરાંત, ડીઆરઆઈ રેલ્વે માર્ગ દ્વારા પણ સિગારેટની દાણચોરીની પદ્ધતિ તોડી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter