Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Forbes Richest List : ભારતમાં નવા 25 અબજોપતિ ઉમેરાયા, જાણો ટોચનું સ્થાન કોણે જાળવ્યું

02:05 PM Apr 03, 2024 | PARTH PANDYA

Forbes Richest List 2024 : તાજેતરમાં ફોર્બ્સ પબ્લિકેશન દ્વારા રીચેસ્ટ લિસ્ટ 2024 ની યાદી બહાર પાડી છે. જેમાં જાણવા મળ્યા અનુસાર, ભારતમાં આ વર્ષે નવા 25 અબજોપતિનો ઉમેરો થયો છે. લિસ્ટ અનુસાર, ભારતમાં ગત વર્ષે અબજોપતિની (Billionaire) સંખ્યા 169 હતી. એ ચાલુ વર્ષે વધીને 200 પર પહોંચી છે. રિપોર્ટ અનુસાર, ભારતીયોની કુલ સંપત્તિની ગણતરી $ 954 બિલિયન છે. જે ગત વર્ષે $ 675 બિલિયન નોંધવામાં આવી હતી. એક વર્ષમાં તેમાં 41 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

મુકેશ અંબાણી વિશ્વમાં 9 માં ક્રમાંકે

Forbes Richest List 2024 માં દેશના બે અગ્રણી ઉદ્યોગપતિઓએ ટોપ 20 માં સ્થાન જાળવી રાખ્યું છે. આ લિસ્ટમાં $ 116 બિલિયનની નેટવર્થ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મુકેશ અંબાણી વિશ્વમાં 9 માં ક્રમાંકે છે. તો તેમના પછી $ 84 બિલિયનની નેટવર્થ સાથે અદાણી જુથના ગૌતમ અદાણી વિશ્વમાં 17 માં ક્રમાંકે છે.

વિશ્વના ટોચના 200 બિલીયોનર્સમાં સ્થાન પામનાર ભારતીય બિઝનેસમેન

સૌથી વધુ $ 116 બિલીયનની નેટવર્થ સાથે મુકેશ અંબાણી વિશ્વમાં 9 માં ક્રમાંકે અને દેશમાં ટોચના સ્થાને છે. જે બાદ $ 84 બિલિયનની નેટવર્થ સાથે અદાણી જુથના ગૌતમ અદાણી વિશ્વમાં 17 માં ક્રમાંકે છે, જે બાદ $ 36.9 બિલિયન નેટવર્થ સાથે શિવનાદાર વિશ્વમાં 39 માં ક્રમાંકે, $ 33.5 બિલિયન નેટવર્થ સાથે સાવિત્રી જિંદાલ અને પરિવાર વિશ્વમાં 46 માં ક્રમાંકે, $ 26.7 બિલિયન નેટવર્થ સાથે દિલીપ સંઘવી વિશ્વમાં 69 માં ક્રમાંકે, $ 1.3 બિલિયન નેટવર્થ સાથે સાયરલ પુનાવાલા વિશ્વમાં 90 માં ક્રમાંકે, $ 20.9 બિલિયન નેટવર્થ સાથે કુશલ પાલ સિંગ વિશ્વમાં 92 માં ક્રમાંકે, $ 19.7 બિલિયન નેટવર્થ સાથે કુમાર મંગલમ બિરલા વિશ્વમાં 98 માં ક્રમાંકે, $ 17.6 બિલિયન નેટવર્થ સાથે રાધાકિશન દામાણી વિશ્વમાં 107 માં ક્રમાંકે, $ 16.4 બિલિયન નેટવર્થ સાથે લક્ષ્મી મિત્તલ વિશ્વમાં 113 માં ક્રમાંકે, $ 16.2 બિલિયન નેટવર્થ સાથે રવિ જયપુરીયા વિશ્વમાં 115 માં ક્રમાંકે, $ 13.3 બિલિયન નેટવર્થ સાથે ઉદય કોટક વિશ્વમાં 148 માં ક્રમાંકે અને $ 12 બિવિયન નેટવર્થ સાથે અઝીમ પ્રેમજી વિશ્વમાં 165 માં ક્રમાંકે છે.

દુનિયાના ટોપ 10 બિલિયોનર્સ

Forbes Richest List 2024 અનુસાર, બર્નાર્ડ આર્નોલ્ટ અને પરિવાર ટોચનું સ્થાને ધરાવે છે તેમની સંપત્તિ $ 233 બિલિયન નોંધવામાં આવી છે. જ્યારે તેમના બાદ એલન મસ્ક, જેફ બેઝોસ, માર્ક ઝુકરબર્ગ, લેરી એલિસન, વોરેન બફેટ, બિલ ગેટ્સ, સ્ટીવ બાલ્મર, મુકેસ અંબાણી અને લેરી પેજનો ક્રમશ નંબર આવે છે.

આ પણ વાંચો —VADODARA : ખીસ્સામાં યુરોપિયન પાઉન્ડ અને બેગો ભરેલો સામાન લઇ બ્રિટિશ નાગરિક રોડ પર આવી ગયો !