+

કાર અકસ્માત બાદ પહેલીવાર ઋષભ પંતે ટ્વીટ સાથે તસવીર શેર કરી, કહી આ વાત, જુઓ તસવીરો

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ગત ડીસેમ્બરમાં ગંભીર કાર અકસ્માત નડ્યો હતો. દોઢ મહિનાનો સમય થવા આવ્યો છે. પંતે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની ઝડપથી મેદાન તરફ પરત ફરવાની આશાઓ સાથેની તસ્વીરો શેર કરી છે. તસ્વીરમાં પંત ટેરેસ પર બગલ ઘોડીના સહારે ચાલતો જોવા મળી રહ્યો છે. હાલમાં નાગપુરમાં ટેસ્ટ મેચ ચાલી રહી છે, ટેસ્ટ સિરીઝની શરુઆત પહેલાથી જ પંતને ખૂબ યાદ ક
ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ગત ડીસેમ્બરમાં ગંભીર કાર અકસ્માત નડ્યો હતો. દોઢ મહિનાનો સમય થવા આવ્યો છે. પંતે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની ઝડપથી મેદાન તરફ પરત ફરવાની આશાઓ સાથેની તસ્વીરો શેર કરી છે. તસ્વીરમાં પંત ટેરેસ પર બગલ ઘોડીના સહારે ચાલતો જોવા મળી રહ્યો છે. હાલમાં નાગપુરમાં ટેસ્ટ મેચ ચાલી રહી છે, ટેસ્ટ સિરીઝની શરુઆત પહેલાથી જ પંતને ખૂબ યાદ કરમાં આવી રહ્યો છે. પંતે અતિમ બોર્ડર ગાવાસ્કર ટ્રોફી દરમિયાન ઓસ્ટ્રેલિયાને પરેશાન કરી મુક્યુ હતુ.
30 ડિસેમ્બરે દિલ્લીથી રુરકી પોતાના ઘરે જવા દરમિયાન ગંભીર અકસ્માત નડ્યો હતો

પંતને 30 ડિસેમ્બરે દિલ્લીથી રુરકી પોતાના ઘરે જવા દરમિયાન ગંભીર અકસ્માત નડ્યો હતો. તેની લક્ઝુરીયર્સ કાર ડિવાઈડર કૂદીને પલટી ખાઈ ગઈ હતી. ત્યાર બાદ કાર સળગી ગઈ હતી. જોકે હરીયાણા રોડવેઝના ચાલકે તેને કારમાંથી બહાર નિકાળીને સારવાર માટે ખસેડ્યો હતો.

તસ્વીરો શેર કરતા બતાવ્યો જુસ્સો

બીસીસીઆઈની દેખરેખ હેઠળ આ સર્જરી કરવામાં આવી હતી. આ પહેલા પંતને દહેરાદૂનની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને શરીરે ઈજાઓ પર પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી. જોકે બીસીસીઆઈએ લિગામેન્ટની જવાબદારી સ્વિકારી હતી, જેથી પંતને મુંબઈ એરલિફટ કરાયો હતો.

સોશિયલ મીડિયામાં તસ્વીરો શેર કરતા ઋષભ પંતે લખ્યુ હતુ કે, એક ડગલુ આગળ, એક ડગલુ મજબૂત અને એક ડગલુ શ્રેષ્ઠ. આમ પંતે જુસ્સા અને આશા ભર્યા શબ્દો થકી મજબૂત મનોબળ થકી મેદાનમાં પરત ફરવાના માર્ગે હોવાનુ દર્શાવ્યુ હતુ. પંત હાલમાં પોતાની ઈજાઓથી રિકવરી મેળવી રહ્યો છે. તેને લિગામેન્ટની ઈજા હોવાને લઈ તેની સર્જરી મુંબઈમાં કોકીલાબેન અંબાણી હોસ્પિટલમાં ડો. દિનશા પારડીવાલાએ કર્યુ હતુ.

પંતના પરત ફરવાની રાહ

ક્રિકેટના મેદાનમાં પતં ક્યારે પરત ફરશે તે કહેવુ હજુ પણ વહેલુ માનવામાં આવી રહ્યુ છે. એક નિષ્ણાંતોના અંદાજ મુજબ સર્જરીના 4 થી 6 મહિના સુધી તેણે રિકવરી સમય વિતાવવો જરુરી છે. આમ પંતના મેદાનમાં પરત ફરવા માટે હજુ સમય વિતાવવો પડશે અને સાથે જ ખુદને તે માટે સતત તૈયાર કરતા રહેવુ પડશે.

આપણ  વાંચો- ચીટર કહેનારાઓની સર જાડેજાએ બોલતી બંધ કરી દીધી, તોડ્યો આ મોટો રેકોર્ડ


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter