Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Cannes Film Festival માં પ્રથમ વખત કોઈ ભોજપુરી Actor ની થઈ એન્ટ્રી…

10:44 AM May 23, 2024 | Harsh Bhatt

Pradeep Pandey Chintu In Cannes Film Festival : ફ્રાન્સમાં હાલ કાંસ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. આ મેગા ઈવેન્ટમાં હોલીવુડથી લઈને બોલિવૂડ સુધીના ઘણા સ્ટાર્સ સતત રેડ કાર્પેટ પર આવી રહ્યા છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત તરફથી બોલીવુડની સાથે સાથે દક્ષિણ ભારતના મોટા કલાકારો પણ ભાગ લઈ રહ્યા છે. પરંતુ પહેલીવાર ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો કોઈ સ્ટાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો છે. ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ કલાકારનું નામ પ્રદીપ પાંડે ચિન્ટુ છે. . પ્રદીપ પાંડે ચિન્ટુએ ખૂબ જ નાની ઉંમરે ભોજપુરી સિનેમામાં ઘણી ખ્યાતિ મેળવી છે.

કોણ છે પ્રદીપ પાંડે ચિન્ટુ ?

પ્રદીપ પાંડે ચિન્ટુએ તેના સોશિયલ મીડિયામાં આ વાતની જાણકારી સૌને આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ ઈવેન્ટનો ભાગ બનવા બદલ ખુશી વ્યક્ત કરી હતી અને તેણે લખ્યું છે કે ‘રેડ કાર્પેટ પર, 77માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ કાન્સ.’ ઉલ્લેખનીય છે કે, પ્રદીપ પાંડે ઉર્ફે ચિન્ટુ ભોજપુરી ફિલ્મોના જાણીતા અભિનેતા છે. તેઓ અત્યાર સુધી ઘણી ભોજપુરી ફિલ્મોમાં જોવા મળ્યા છે.

પ્રદીપ પ્રખ્યાત ભોજપુરી ફિલ્મ નિર્દેશક રાજકુમાર આર પાંડેના પુત્ર છે. તેણે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘દીવાના’થી કરી હતી. આ સિવાય તે દુલારા, મોહબ્બત જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે.

તેની આગામી ફિલ્મનું Cannes Film Festival માં પોસ્ટર અને ટ્રેલર લોન્ચ કરાયું

અહી નોંધનીય છે કે, આ કાન્સમાં પ્રદીપની ફિલ્મ ‘અગ્નિ સાક્ષી’નું પોસ્ટર અને ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના નિર્માતા રાજ કુમાર આર પાંડે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર વિશ્વમાં ભોજપુરી સિનેમાનો ગ્રાફ વધ્યો છે. હવે ભોજપુરી ફિલ્મોની લોકપ્રિયતા માત્ર ભોજપુરી સિનેમા પુરતી સીમિત નથી રહી.

આ પણ વાંચો : Manoj Bajpayee-છે કોઈ ઓળખની જરૂર?