+

Food Poisoning : નિકોલની ફૂડ પોઇઝનિંગની ઘટનામાં રેસ્ટોરન્ટને ફટકારાયો આટલો દંડ

અમદાવાદ (Ahmedabad) નિકોલ ખાતે લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગનો (Food Poisoning) મામલો સામે આવ્યો હતો. આ કેસમાં ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને રેસ્ટોરન્ટને રૂ. 25 હજારનો દંડ ફટકાર્યો…

અમદાવાદ (Ahmedabad) નિકોલ ખાતે લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગનો (Food Poisoning) મામલો સામે આવ્યો હતો. આ કેસમાં ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને રેસ્ટોરન્ટને રૂ. 25 હજારનો દંડ ફટકાર્યો છે. ગઈકાલે નિકોલ (Nikol) ખાતે યોજાયેલ લગ્ન પ્રસંગમાં રાજપીપળાના 45 જાનૈયાઓને એકસાથે ફૂડ પોઈઝનિંગ થયું હતું. તમામને એલજી અને શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અમદાવાદના નિકોલમાં (Nikol) એક લગ્ન પ્રસંગમાં રાજપીપડાથી (Rajpipla) જાનૈયાઓ જાન લઈને આવ્યા હતા. જો કે, ગત મધરાતે જમણવાર બાદ ખોરાકી ઝેરની અસર દેખાતા ઘટના બની હતી. વર-વધુ સહિત 45 જેટલા જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. મોડી રાત્રે લગ્ન સમારંભ પૂરો કરી પરત અમદાવાદથી રાજપીપળા જતા સમયે નડિયાદ (Nadiad) પાસે બસમાં સવાર જાનૈયાઓની તબિયત અચાનક બગડતાં નડિયાદ ટોલબુથ પાસે લક્ઝરી બસ ઊભી રાખી 108 ને જાણ કરવામાં આવી હતી, જેમાં 45 જેટલા જાનૈયાઓને ફૂડ પોઇઝીનિંગ (Food Poisoning) થયું હતું. તમામ દર્દીઓને એલજી અને શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે વર-વધુને નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા રેસ્ટોરન્ટના સંચાલકો ફરાર થયા હતા.

ફૂટ વિભાગની કાર્યવાહી

પનીર, ગાજરનો હલવો, માવાના સેમ્પલ લેવાયાં

આ ઘટનામાં હવે એએસમી ફૂડ વિભાગે (Food Department) કાર્યવાહી કરી છે. માહિતી મુજબ, વિભાગે રેસ્ટોરન્ટમાંથી પનીર, ગાજરનો હલવો અને માવા સહિત અન્ય વાનગીઓના સેમ્પલ લઈને લેબમાં ટેસ્ટિંગ માટે મોકલ્યા હતા. માહિતી મુજબ, ફૂડ વિભાગે એસપી રિંગરોડ પર આવેલ ‘મેરી ગોલ્ડ’ રેસ્ટોરન્ટને રૂ. 25 હજારનો દંડ પણ ફટકાર્યો છે. હલવા માટે માવો માણેકચોકમાં આવેલ હસમુખ માવાને ત્યાંથી લાવવામાં આવ્યો હતો. અંદાજપત્ર મુજબ, આ ભોજન સમારોહમાં 270 જેટલા લોકો હતા.

 

આ પણ વાંચો – Gondal: ગુંદાસરામાં પરિણીતાને વાડીએ બોલાવી ઘેની પ્રવાહી પીવડાવી આચર્યું દુષ્કર્મ

Whatsapp share
facebook twitter