Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પહેલા ટેસ્લાની કાર વેચાશે, પછી પ્લાન્ટ લગાવાશે, ભારત માટે એલોન મસ્કની શરત

04:05 PM Apr 17, 2023 | Vipul Pandya

ભારતમાં યુએસ ઇલેક્ટ્રિક કાર નિર્માતા
ટેસ્લાના ભાવિ વિશે મૂંઝવણ ચાલુ છે. આ દરમિયાન ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે ભારતને
લઈને પોતાની શરત જાહેર કરી છે. એલોન મસ્કના કહેવાથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે
ભારતમાં ટેસ્લાની કાર સૌથી પહેલા વેચવા માંગે છે
, ત્યાર બાદ જ તે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા પર વિચાર કરશે.  ટ્વિટર પર એક યુઝરે એલોન મસ્કને પ્રશ્ન પૂછ્યો કે શું ટેસ્લા ભવિષ્યમાં ભારતમાં
પ્લાન્ટ સ્થાપી રહી છે
? આ પ્રશ્નના જવાબમાં એલોન મસ્કે કહ્યું
ટેસ્લા એવી કોઈ જગ્યાએ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ
નહીં સ્થાપે જ્યાં અમને કાર વેચવાની અને સર્વિસ કરવાની મંજૂરી ન હોય.


તમને જણાવી દઈએ કે ભારત સરકાર એલોન
મસ્ક પર ટેસ્લાનો પ્લાન્ટ ભારતમાં સ્થાપિત કરવા દબાણ કરી રહી છે. તાજેતરમાં જ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ કહ્યું હતું કે ટેસ્લા ભારતમાં તેના ઈલેક્ટ્રિક
વાહનો બનાવે તો કોઈ સમસ્યા નથી
, પરંતુ કંપનીએ ચીનમાંથી કાર આયાત કરવી
જોઈએ નહીં. તે જ સમયે
, ટેસ્લા ભારતમાં આયાતી કાર સૌથી પહેલા
વેચવા માંગે છે. આ માટે કંપની ભારત સરકાર પાસે આયાત ડ્યુટી ઘટાડવાની પણ માંગ કરી
રહી છે.


એલોન મસ્કે પણ ભારતમાં સ્ટારલિંકના
ભવિષ્ય પર પ્રતિક્રિયા આપી છે. એક યુઝરના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે
સ્ટારલિંક સરકારની મંજૂરીની રાહ જોઈ રહી છે. તમને જણાવી દઈએ કે સ્ટારલિંક ભારતમાં
સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવાની તૈયારી કરી રહી છે. તે એલોન મસ્કની
આગેવાની હેઠળની સ્પેસએક્સની સેટેલાઇટ બ્રોડબેન્ડ આર્મ છે. 
તાજેતરમાં, ભારત સરકારે પણ સ્ટારલિંક સામે એડવાઈઝરી જારી કરી હતી. આ એડવાઈઝરીમાં
કહેવામાં આવ્યું હતું કે સ્ટારલિંક ઈન્ટરનેટ સર્વિસિસ પાસે ભારતમાં સેટેલાઈટ
આધારિત ઈન્ટરનેટ સેવાઓ આપવાનું લાયસન્સ નથી.