+

કોલકાતાના ઇડન ગાર્ડનમાં પહેલી T20 મેચ શરુ, રવિ બિશ્નોઇનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટી-20 સિરીઝની પહેલી મેચ કોલકાતાના ઇડન ગાર્ડનમાં શરુ થઇ ગઇ છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્લેઇંગ ઇલેવનમાં રવિ બિશ્નનોઇ અને હર્ષલ પટેલને સામેલ કર્યા છે. જેમાં રવિ બિશ્નોઇ માટે આ મેચ તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ છે. બીસીસીઆઇ દ્વારા આ વિશે ટ્વિટ કરીને રવિ બિશ્નોઇને શુભેચ્છા પણ આપવામાં આવી છે. જો કે ભારતીય ટીમના મજબૂત ખેલાડી કે એલ રાહુલ આ મેચમાં નà
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટી-20 સિરીઝની પહેલી મેચ કોલકાતાના ઇડન ગાર્ડનમાં શરુ થઇ ગઇ છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્લેઇંગ ઇલેવનમાં રવિ બિશ્નનોઇ અને હર્ષલ પટેલને સામેલ કર્યા છે. જેમાં રવિ બિશ્નોઇ માટે આ મેચ તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ છે. બીસીસીઆઇ દ્વારા આ વિશે ટ્વિટ કરીને રવિ બિશ્નોઇને શુભેચ્છા પણ આપવામાં આવી છે. જો કે ભારતીય ટીમના મજબૂત ખેલાડી કે એલ રાહુલ આ મેચમાં નથી અને તે સિવાય અક્ષર પટેલ અને વોશિંગટન સુંદર પણ નથી. જેથી કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓ પર ટીમને મેચ જીતાડવાની જવાબદારી વધી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા વેસ્ટ ઇન્ડિઝ અને ભારત વચ્ચેની વનડે સિરીઝમાં ભારતે 3-0થી જીત મેળવી હતી. ત્યારે આ વખતે પણ વેસ્ટ ઇન્ડિઝનો વ્હાઇટ વોશ કરવા માટે ભારતીય ટીમ મેદાનમાં ઉતરી છે.  જો ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધી રમાયેલી ટી-20 મેચોના રેકોર્ડની વાત કરીએ તો તેમાં ભારતનું પલડું ભારે છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 17  T20 મેચ રમાઈ છે. ભારતે 10 મેચ જીતી અને વેસ્ટ ઈન્ડિઝને માત્ર 6 મેચમાં જ જીત મળી છે. તો અન્ય એક મેચનું કોઇ પરિણામ આવ્યું નહોતું. આ તરફ કોલકાતામાં રમાઇ રહેલી આજની મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જિતીને પહેલા બોલિંગનો નિરણય કર્યો છે.
ભારતીય ટીમ ઃ ઇશાન કિશન, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, વેંકટેશ અય્યર, દિપક ચહર, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, રવિ બિશ્નોઇ, યજુવેન્દ્ર ચહલ
વેસ્ટ ઇન્ડિઝ ટીમ ઃ બ્રેન્ડન કિંગ, કાઈલ મેયર્સ, નિકોલસ પૂરન, રોવમેન પોવેલ, કિરોન પોલાર્ડ, રોસ્ટન ચેઝ, રોમારિઓ શેફર્ડ, ઓડિન સ્મિથ, અકિલ હોસેન, શેલ્ડન કોટ્રેલ, ફેબિયન એલન, 
Whatsapp share
facebook twitter