Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

90Hz ડિસ્પ્લે ધરાવતો પહેલો ફોન લૉન્ચ થયો, iPhone જેવા ડાયનેમિક ફીચર્સ!

09:02 AM Dec 05, 2023 | Maitri makwana

ફોન ઉત્પાદક Tecno એ ભારતીય બજારમાં TECNO SPARK Go 2024 લોન્ચ કર્યું છે. આ એક શાનદાર ફોન છે જે સ્પાર્ક સીરીઝ હેઠળ લોન્ચ કરવામાં આવ્યો છે. આ સેગમેન્ટમાં પહેલો સ્માર્ટફોન છે જેમાં ડાયનેમિક પોર્ટ સાથે 90Hz ડિસ્પ્લે છે. હાલમાં, આ ફોન રૂ. 6,999ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ આ હેન્ડસેટમાં પાવરફુલ બેટરી સહિત અનેક શાનદાર ફીચર્સ આપ્યા છે.

ગ્રાહકો માટે TECNO SPARK Go 2024 સારો વિકલ્પ 

સસ્તા ફોન ખરીદવાનું વિચારતા ગ્રાહકો માટે TECNO SPARK Go 2024 સારો વિકલ્પ બની શકે છે. આમાં તમને બે કલર વેરિઅન્ટ મળશે, જેમાં ગ્રેવિટી બ્લેક અને મિસ્ટ્રી વ્હાઇટ કલરનો સમાવેશ થાય છે. ભારતમાં આ સ્માર્ટફોનનું વેચાણ 7 ડિસેમ્બરથી શરૂ થશે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન ઉપરાંત, તમે કંપનીના અધિકૃત રિટેલ સ્ટોર્સ પરથી પણ આ ફોન ખરીદી શકશો.

સ્માર્ટફોનમાં ડાયનેમિક પોર્ટનો ઉપયોગ કર્યો 

Tecnoએ નવા સ્માર્ટફોનમાં ડાયનેમિક પોર્ટનો ઉપયોગ કર્યો છે. આ આઇફોનના ડાયનેમિક આઇલેન્ડ ફીચર જેવું છે. ડાયનેમિક પોર્ટ સેલ્ફી કટઆઉટની નજીક મળશે, જે ફોનના નોટિફિકેશન વગેરે બતાવે છે.

હાલમાં માત્ર 3GB RAM + 64GB વેરિઅન્ટ

Tecnoએ હાલમાં માત્ર 3GB RAM + 64GB વેરિઅન્ટની કિંમત જાહેર કરી છે. આ મોડલની પ્રારંભિક કિંમત 6,999 રૂપિયા છે. મતલબ કે કંપની આવનારા સમયમાં આ કિંમતમાં ફેરફાર કરી શકે છે. TECNO SPARK Go 2024 ના 8GB RAM + 64GB અને 8GB RAM + 128GB સ્ટોરેજ વિકલ્પોની કિંમત પછીથી જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો – aadhar card : તમારા આધાર કાર્ડનો ક્યાં ઉપયોગ થઈ રહ્યો છે, આ રીતે જાણો સંપૂર્ણ વિગત