Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

નવી જર્સીમાં ટીમ ઈન્ડિયાનો ફર્સ્ટ લૂક, BCCIએ શેર કર્યો Video

05:33 PM Jun 03, 2023 | Hiren Dave

ભારતીય ક્રિકેટ ટીમના નવા કિટ સ્પોન્સર તરીકે સ્પોર્ટસવેર કંપની એડિડાસે વર્ષ 2028 સુધી કરાર કર્યો છે. BCCIએ MPL સાથેનો કરાર અધવચ્ચે જ ખતમ થયા બાદ ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝ સુધી કિલર કંપની સાથે કરાર કર્યો હતો. હવે એડિડાસે આગામી 5 વર્ષ માટે કિટ સ્પોન્સર તરીકે સાઇન ઇન કર્યું છે. હવે BCCIએ ટીમ ઈન્ડિયાની નવી જર્સી સાથેનો એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં વિરાટ કોહલીથી લઈને કેપ્ટન રોહિત શર્મા સુધીના તમામ દેખાઈ રહ્યા છે.

BCCI દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં કેપ્ટન રોહિત શર્મા ODI અને ટેસ્ટની જર્સીમાં જોવા મળ્યો હતો. તો ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના પણ આ વીડિયોમાં જોવા મળી છે. નવી જર્સી પહેરીને ભારતીય ટીમ 7 જૂને યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મેચ રમશે.

ટીમ ઈન્ડિયાની નવી જર્સીની વાત કરીએ તો, તેને એડિડાસ દ્વારા 1લી જૂને રિલીઝ કરવામાં આવી હતી. હવે ચાહકો આ નવી જર્સીને એડિડાસની વેબસાઈટ અથવા તેમના આઉટલેટ પરથી ખરીદી શકે છે. જર્સીના ઓનલાઈન વેચાણની પ્રક્રિયા 4 જૂનથી શરૂ કરવામાં આવશે. પહેલીવાર ટીમ ઈન્ડિયાની જર્સીમાં 3 સ્ટ્રાઈપ્સ પણ જોવા મળી છે, જે એડિડાસ કંપનીનો લોગો પણ છે.

ત્રણેય જર્સીમાં અલગ-અલગ શેડ્સ
BCCI દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જર્સીના શેડ વિશે વાત કરીએ તો તે ત્રણેયમાં અલગ-અલગ જોવા મળી રહી છે. T20 ફોર્મેટમાં, ભારતીય ટીમની જર્સીનો રંગ ઘેરો વાદળી છે જ્યારે ODI જર્સીમાં, વાદળી રંગ હળવા શેડમાં આપવામાં આવ્યો છે. તો ટેસ્ટ ફોર્મેટમાં, જર્સીમાં વાદળી રંગમાં ઈન્ડિયા લખેલું છે.

આ પણ  વાંચો-