+

Malaysia : ‘ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજિન’ દ્વારા આયોજિત પ્રથમ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન

મલેશિયાની મુલાકાતના બીજા દિવસે મંત્રી બલવંતસિંહ રાજપૂત, વિદેશ મંત્રાલયના રાજ્યમંત્રી રાજકુમાર રંજન સિંહ, મલેશિયાના YB સેનેટર અને ઉદ્યોગ સાહસિકતા અને સહકારી વિકાસના નાયબ મંત્રી સરસ્વતી કંડાસામી, અને કુઆલાલંપુર ખાતેના ભારતીય…

મલેશિયાની મુલાકાતના બીજા દિવસે મંત્રી બલવંતસિંહ રાજપૂત, વિદેશ મંત્રાલયના રાજ્યમંત્રી રાજકુમાર રંજન સિંહ, મલેશિયાના YB સેનેટર અને ઉદ્યોગ સાહસિકતા અને સહકારી વિકાસના નાયબ મંત્રી સરસ્વતી કંડાસામી, અને કુઆલાલંપુર ખાતેના ભારતીય હાઈ કમિશનર વાય.એન.એ મલેશિયામાં ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજિન (GOPIO) ની પ્રથમ બિઝનેસ સમિટનું ઉદ્ધાટન કર્યુ. સમિટમાં 15 વિવિધ રાષ્ટ્રોના પર્સન ઓફ ઈન્ડિયન ઓરીજીન (PIO)એ ભાગ લીધો હતો.

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાગ લેવાનું આમંત્રણ

મંત્રી બળવંતસિંહ રાજપૂતે GOPIO ખાતે તેમના ઉદ્ઘાટન સંબોધન દરમિયાન આંતરરાષ્ટ્રીય વેપારી સમુદાય માટે ગુજરાતમાં રહેલી વિવિધ તકો વિશે વાત કરી હતી અને PIO સમુદાયને માનનીય વડાપ્રધાનના ‘વિકસિત ભારત @2047’ના વિઝનને સાકાર કરવા ભાગીદાર બનવા પ્રેરિત કર્યા હતા. આ પહેલ માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી અને ગુજરાતમાં રોકાણની તકો એક્સપ્લોર કરવા માટે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું હતું. સમિટ દરમિયાન ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર IAS ડો. રાહુલ ગુપ્તા એ પણ ગુજરાતમાં રોકાણની તકો વિશે પ્રેઝન્ટેશન આપ્યુ હતુ.

ગુજરાતી સમાજ સાથે મુલાકાત

મંત્રી બળવંતસિંહ રાજપૂતે કુઆલાલંપુરમાં ગુજરાતી સમાજ સાથે મુલાકાત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન મંત્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાતની વિકાસ યાત્રા અને તાજેતરની રાષ્ટ્રીય કક્ષાની પહેલો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સમુદાયને ગુજરાતમાં તકો એક્સપ્લોર કરવા આમંત્રણ પણ આપ્યું હતું. તેમણે કુઆલાલંપુરમાં બાટુ ગુફાઓ મંદિરની મુલાકાત લઇને આશીર્વાદ મેળવ્યા હતા અને પ્રતિષ્ઠિત પેટ્રોનાસ ટ્વીન ટાવર્સની પણ મુલાકાત લીધી હતી. આજે સાંજે બળવંતસિંહ રાજપૂત ભારતીય હાઈ કમિશન દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે.

ભારતના હાઈ કમિશનરે કરી યજમાની

અગાઉ, મલેશિયામાં ભારતના હાઈ કમિશનર હીઝ એક્સલન્સી શ્રી બી.એન. રેડ્ડીએ 31મી નવેમ્બર 2023ના રોજ મલેશિયામાં ઈન્ડિયા હાઉસ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપૂત અને ભારત સરકારના વિદેશ મંત્રાલયના રાજ્ય મંત્રી રાજકુમાર રંજન સિંઘ અને અગ્રણી બિઝનેસ ચેમ્બરના વડાઓ અને ઉદ્યોગપતિઓની યજમાની કરી હતી.

આ પણ વાંચો–-CM JAPAN VISIT : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હ્યોગો-જાપાનના ગવર્નર મોટોહિકો સૈતો સાથે મુલાકાત

Whatsapp share
facebook twitter