Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ચાંદલોડિયામાં સામાન્ય ઝઘડામાં ફાયરિંગ, દીકરાને ઈજાઓ થયેલી જોતા પિતાએ રિવોલ્વર કાઢી કર્યું ફાયરિંગ

07:53 PM Apr 17, 2023 | Vipul Pandya

અમદાવાદનાં ચાંદલોડિયા વિસ્તારમાં સામાન્ય ઝધડામાં એક શખ્સે પોતાની પાસેની રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હોવાની ઘટના બની છે. જેમાં દુકાનમાં સામાન મુકવા મામલે બોલાચાલી ઉગ્ર બનતા ઝપાઝપી દરમિયાન એક યુવકને ઈજાઓ થઈ હતી, જે દરમિયાન તેના પિતા આવતા દિકરા પર હુમલો જોઈને પોતાની પાસેની રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કરી નાખ્યું.
પોલીસે ઝડપેલા 8 શખ્સોએ પોતાની નર્સરીની દુકાનમાં ફર્નિચરનુ સામાન મુકવા બદલ એક યુવકને માર મારતા તમામ સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આ મામલે પોલીસે વિજયપાલ ચૌહાણ, તેના બે દિકરા અને 4 મિત્રો સહિત કુલ 8 લોકોની ધરપકડ કરી છે. ચાંદલોડિયામાં આવેલી રૂદ્રમ ફ્લેટમાં એક દુકાનમાં ફર્નિચરનું કામ ચાલતુ હતુ. જેમાં ફર્નિચરનો સામાન રાહુલ નામનાં યુવકે વિજયપાલસિંગ ચોહાણની દુકાનમાં મુકતા સામાન બાબતે બોલાચાલી થઈ હતી..જે ઝધડો ઉગ્ર બનતા આરોપીઓએ ભેગા મળી રાહુલ યાદવ પર હુમલો કર્યો હતો.

ઝપાઝપી દરમિયાન રાહુલ યાદવને ઈજા થઈ હતી તે સમયે તેના પિતા સંતોષ યાદવ ત્યાં આવી પહોચતા તેણે દિકરાને ઈજાઓ થયેલી જોતા આવેશમાં આવીને પોતાની પાસે રહેલી લાઈસન્સ વાળી રિવોલ્વરથી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરતા તમામ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.આ મામલે સોલા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સામસામે બે ફરિયાદો નોંધી 9 આરોપીઓની ધરપકડ કરી છે.

આ ગુનામાં રાયોટિંગના કેસમાં ઝડપાયેલા આરોપીઓ મજૂરીકામ કરે છે જ્યારે ફાયરિંગ કરનાર સંતોષ યાદવ વર્ષ 2003 થી સિક્યુરીટી એજન્સી ધરાવતો હોવાનું ખુલ્યું છે. પોલીસે સંતોષ યાદવની ધરપકડ કરી ગુનામાં વપરાયેલી રિવોલ્વર કબ્જે કરી આરોપીઓની વધુ પુછપરછ શરૂ કરી છે.