+

Fire In Maharashtra : છત્રપતિ સંભાજીનગરમાં આવેલા એક મકાનમાં આગ, 7 લોકોના મોત…

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાંથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. અહીંના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં એક મકાનમાં આગ (Fire) લાગવાથી એક જ પરિવારના સાત લોકોના મોત થયા છે. તેમાં 3 મહિલાઓ, 2 બાળકો…

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાંથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. અહીંના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં એક મકાનમાં આગ (Fire) લાગવાથી એક જ પરિવારના સાત લોકોના મોત થયા છે. તેમાં 3 મહિલાઓ, 2 બાળકો અને 2 પુરૂષોનો સમાવેશ થાય છે. મૃતદેહોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને સ્થળ પર ભારે ભીડ જોવા મળી રહી છે.

પોલીસ કમિશનરનું નિવેદન બહાર આવ્યું

જણાવવામાં આવી રહ્યું છે કે જે ઈમારતમાં આગ (Fire) લાગી તે ત્રણ માળની ઈમારત હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર કપડાની દુકાન હતી, જેમાં આગ (Fire) લાગી હતી. આગ (Fire)ના કારણે ઉપરના માળે રહેતા પરિવારનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું. આગ (Fire) લાગી ત્યારે પરિવાર બિલ્ડીંગમાં સૂતો હતો. આ માહિતી છત્રપતિ સંભાજીનગર પોલીસ કમિશનર મનોજ લોહિયાએ આપી છે.

સવારે લગભગ 3 વાગે આગ લાગી…

કહેવાય છે કે આગ સવારે 3 થી 4ની વચ્ચે લાગી હતી અને તેનો ધુમાડો ઉપરના માળ સુધી પહોંચ્યો હતો. જેના કારણે સાત લોકોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. છત્રપતિ સંભાજીનગરના પોલીસ કમિશનર મનોજ લોહિયાએ જણાવ્યું કે આ ઘટના સવારે 3 થી 4ની વચ્ચે બની હતી. આગ બીજા માળ સુધી પહોંચી ન હતી, પરંતુ પ્રાથમિક તપાસ બાદ અમને લાગે છે કે સાત લોકોના મોત શ્વાસ રૂંધાવાથી થયા છે. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. વધુ તપાસ ચાલુ છે.

નવી મુંબઈમાં પણ આગ લાગી હતી

તાજેતરમાં જ નવી મુંબઈમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ (Fire) લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડા કેટલાય મીટર દૂરથી જોઈ શકાતા હતા. ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ કેમિકલ ફેક્ટરી નવી મુંબઈના MIDC વિસ્તારમાં આવેલી હતી.

આ પણ વાંચો : MP School Bus Accident: વિદ્યાર્થીઓની બસ સાથે થયો ગોઝારો અકસ્માત, કુલ 4 વિદ્યાર્થીઓના મોત

આ પણ વાંચો : S. Jaishankar એ કહ્યું- કાશ્મીર મુદ્દે સરદાર પટેલે નહેરુને ચેતવ્યા હતા પરંતુ… Video

આ પણ વાંચો : Election : પત્રિકાઓ અને લાઉડસ્પીકર હવે ભૂતકાળની વાત…ઉમેદવાર અને પક્ષનો પ્રચાર હવે સોશિયલ મીડિયાને હાથ…

Whatsapp share
facebook twitter