+

50 ટકા કમિશનના ટવીટનો મામલો,પ્રિયંકા ગાંધી,કમલનાથ અને અરૂણ યાદવ સામે FIR

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના મધ્યપ્રદેશમાં 50 ટકા કમિશનની માગણી કરવામાં આવતી હોવાના ટ્વીટથી રાજકારણ ગરમાયું છે. ઈન્દોરમાં ભાજપ લીગલ સેલના પદાધિકારીઓએ નકલી સંગઠનના પત્રના આધારે ટ્વિટ કરવા બદલ પ્રિયંકા…

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના મધ્યપ્રદેશમાં 50 ટકા કમિશનની માગણી કરવામાં આવતી હોવાના ટ્વીટથી રાજકારણ ગરમાયું છે. ઈન્દોરમાં ભાજપ લીગલ સેલના પદાધિકારીઓએ નકલી સંગઠનના પત્રના આધારે ટ્વિટ કરવા બદલ પ્રિયંકા વિરુદ્ધ સંયોગિતાગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રાત્રે પોલીસે પ્રિયંકા ગાંધી વાડ્રા, પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ, પૂર્વ મંત્રી અરુણ યાદવ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપ છે કે નકલી સંગઠન અને પત્રના આધારે ટ્વિટ કરવામાં આવ્યું હતું.

બીજેપી લીગલ સેલના અધિકારી નિમેશ પાઠકની ફરિયાદના આધારે પોલીસે પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત ચાર નેતાઓ સામે કલમ 420 અને કલમ 469 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ભાજપના નેતાઓએ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદના આધારે એવું કહેવામાં આવ્યું હતું કે પ્રિયંકા ગાંધી તેણીના ટ્વિટમાં નાના અને મધ્યમ વર્ગના જે કોન્ટ્રાક્ટર્સ યુનિયનનો ઉલ્લેખ કર્યો છે, તે રાજ્યમાં છે જ નહી અને ન તો 50 ટકા કમિશનની ફરીયાદ હાઇકોર્ટને કરનાર વ્યક્તિ જ્ઞાનેન્દ્ર અવસ્થી સામે આવ્યો છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પર ડમી એસોસિયેશન અને વ્યક્તિના આધારે ભ્રામક આક્ષેપો કર્યા હોવાની ફરીયાદ નોંધાઇ છે. . જો ફરિયાદી પોતે સામે આવીને આક્ષેપો કરે તો અમે પણ જવાબ આપીશું, પરંતુ કોંગ્રેસ માત્ર ભાજપ સરકારની છબી ખરાબ કરવા ખોટા પ્રચારનો આશરો લઈ રહી છે.

ભાજપના શહેર પ્રમુખ ગૌરવ રણદિવેએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે જનતા વચ્ચે જવા માટે કોઈ મુદ્દો બચ્યો નથી તેથી તે જુઠ્ઠાણાનો આશરો લઈ રહી છે. કોંગ્રેસના મોટા નેતાઓ પણ આ કામમાં જોડાયેલા છે. રણદિવેએ કહ્યું કે ભાજપ હંમેશા આવા જુઠ્ઠાણા સામે લડશે. પ્રિયંકાના ટ્વીટ અને ભ્રામક પત્રની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. તપાસ બાદ પોલીસે પ્રિયંકા ગાંધી વાડ્રા, કમલનાથ અને અરુણ યાદવ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

Whatsapp share
facebook twitter