Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુક્રેન પછી હવે રશિયાના ટાર્ગેટ પર ફિનલેન્ડ અને સ્વીડન ? Warning છતા બંને દેશ નાટોમાં જોડાવા…

03:00 AM Apr 18, 2023 | Vipul Pandya

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 65 દિવસથી યુદ્ધ ચાલી
રહ્યું છે. રશિયા કોઈપણ સંજોગે યુદ્ધ જીતવા માંગે છે તો યુક્રેન છે કે હાર માનવા
તૈયાર નથી. રશિયાના આક્રમક હુમલામાં યુક્રેનના મોટાભાગના શહેરો ખંઢેર થઈ ગયા છે
અને અનેક લોકોના મોત થયા છે. આ યુદ્ધના પગલે ફિનલેન્ડ અને સ્વીડનની નીંદર હરામ થઈ
ગઈ છે. હવે
ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં જોડાવા
માટે સંમત થયા છે. સ્થાનિક મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ બંને દેશો મે મહિનામાં
સત્તાવાર રીતે નાટોમાં સામેલ થવા અંગે વાત કરશે. ફિનલેન્ડ અને સ્વીડનના નેતાઓ
16 મેની આસપાસ મળવાનું આયોજન કરી રહ્યા
છે. 
ઉલ્લેખનિય છે કે નોર્ડિક દેશોએ 2014 માં રશિયાએ ક્રિમીઆને જોડ્યા પછી
નાટો સાથે સહકાર વધારવાનું શરૂ કર્યું. પરંતુ યુક્રેન પર રશિયન આક્રમણ બાદ
ફિનલેન્ડ અને સ્વીડન જેવા દેશો તેમના સ્ટેન્ડ પર વિચાર કરી રહ્યા છે અને નાટોનું
સભ્યપદ ઇચ્છે છે. ફિનલેન્ડના વિદેશ પ્રધાન પેક્કા હેવિસ્ટોએ નાટોમાં જોડાવાના
પ્રશ્નનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો
, જોકે તેમણે કહ્યું હતું કે તેઓ ઈચ્છે
છે કે ફિનલેન્ડ અને સ્વીડન એક સામાન્ય વિકલ્પ સાથે જાય.


નાટોમાં
જોડાવાનો પ્રયાસ કરવા બદલ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો
, સાથે
સાથે તેની સરહદે આવેલા અન્ય દેશોને ચેતવણી આપી હતી કે તેઓ નાટોમાં જોડાવાનો વિચાર
છોડી દે નહીં તો તેના ગંભીર પરિણામો આવશે. રશિયાની ચેતવણી છતાં ફિનલેન્ડ અને
સ્વીડન નાટોના સભ્ય બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. પુતિન પહેલેથી જ ચેતવણી આપી
ચૂક્યા છે. તેમણે કહ્યું કે બંને દેશોએ નાટોના સભ્યપદ માટે અરજી કરશે તો રશિયા
બાલ્ટિક દેશો અને સ્કેન્ડિનેવિયા નજીક પરમાણુ શસ્ત્રો ગોઠવવા મજબૂર થશે.


ફિનલેન્ડ
તેની
1300 કિમી
લાંબી સરહદ રશિયન સરહદ સાથે વહેંચે છે. રશિયા પહેલાથી જ ફિનલેન્ડને ચેતવણીઓ આપી
ચૂક્યું છે
, પરંતુ ફિનલેન્ડ નાટોનું સભ્યપદ
મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો ફિનલેન્ડ સભ્યપદ માટે અરજી કરશે તો રશિયા કેવા
પ્રકારની વ્યૂહરચના અપનાવશે તે અંગે રશિયા ગંભીરતાથી વિચારી રહ્યું છે. જો
ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં જોડાય તો નાટોના સભ્ય દેશોની સંખ્યા વધીને
32 થઈ જશે.