+

TODAY’S HOROSCOPE :આ રાશિના જાતકોને આજે કરિયરમાં આગળ વધવાની તક પ્રાપ્ત થશે

આજનું પંચાંગ (1) તારીખ : 08 જૂન 2023, ગુરુવાર (2) તિથિ : જેઠ વદ પાંચમ (3) નક્ષત્ર : શ્રવણ (4) યોગ : એૈન્દ્ર (5) કરણ : કૌલવ (6) રાશિ :…

આજનું પંચાંગ
(1) તારીખ : 08 જૂન 2023, ગુરુવાર
(2) તિથિ : જેઠ વદ પાંચમ
(3) નક્ષત્ર : શ્રવણ
(4) યોગ : એૈન્દ્ર
(5) કરણ : કૌલવ
(6) રાશિ : મકર ( ખ,જ,જ્ઞ )

દિન વિશેષ
• અભિજીત મૂહુર્ત : 12:12 થી 13:05 સુધી
• રાહુકાળ : 14:19 થી 15:59 સુધી
• આજે સૂર્યદેવ મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરશે (વાહન હાથી છે )

મેષ (અ,લ,ઈ)
• કાર્યક્ષેત્રમાં સારો દેખાવ કરશો
• ભાગ્યબળ તમારો ઘણો સાથ આપશે
• પ્રમોશન સાથે પગાર વધારાના સારા સમાચાર પ્રાપ્ત થાય
• માતાની તબિયતમા સુધારો જોવા મળે
ઉપાય : આજે સૂર્યદેવને 108 નામથી પૂજા કરવી
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ સહસ્ત્રાંશવે નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
• આજે તમારો દિવસ ખૂબ વ્યસ્ત જણાય
• મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે
• કોઇ જોખમ લેવાની હિંમતન કરો
• તમારી વિચારસરણી સારી રહે
ઉપાય : આજે અષ્ટગંધ દ્રવ્યનું દાન કરવું
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ આદિત્યાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
• માતા- પિતાના આશિર્વાદ તમારી સાથે રહેશે
• બહારનો ખોરાક ટાળવો જરૂરી છે
• મહત્વ પૂર્ણ નિર્ણય લેવાનુ ટાળવુ
• આજનો દિવસ મુશ્કેલીઓથી ભરેલો રહેશે
ઉપાય : આજે સૂર્યાષ્ટકના પાઠ કરવા
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ દિવાકરાય નમઃ ||

કર્ક (ડ,હ)
• તમારા ગુસ્સા અને વાણીપર નિયંત્રણ રાખવુ
• વાહન ઉપયોગ કરતી વખતે સાવચેત રહો
• વાદ વિવાદને પ્રોત્સાહનન આપો
• કોઇ સમસ્યાના થાય તેનુ ધ્યાન રાખવુ
ઉપાય : આજે સાતધાન્યનું દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ ભાસ્કરાય નમઃ ||

સિંહ (મ,ટ)
• જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે
• આજે તમારો દિવસ ઘણો ભાગ્યશાળી લાગે
• આજે તમે બહાર જવાનોપ્લાન બનાવો
• પેટની બીમારી દૂર થાય
ઉપાય : આજે આદિત્યહ્રદય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ પ્રભાકરાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
• વેપારમાં સારો લાભ જણાય
• મૂડી રોકાણથી લાભ થશે
• કરિયરમા આગળ વધવાની તક મળશે
• ઘરેલુ જરૂરિયાત પૂરી થશે
ઉપાય : આજે લાલ ચોખાથી સૂર્યદેવની પૂજા કરવી
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ હરિદશ્વાય નમઃ ||

તુલા (ર,ત)
• સામાજિક ક્ષેત્રે માન- સન્માન વધે
• પિતાનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થાય
• તમે તમારા બાળકો સાથે આનંદથી સમય વિતાવશો
• આજે નોકરીની દિશામા કરેલા પ્રયાસો સફળ થશે
ઉપાય : આજે ઘઉંનું દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ ત્રિલોચનાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
• દિવસ સામાન્ય પસાર થશે
• તમારી મહેનતનુ યોગ્ય ફળ મળશે
• મિત્રોસાથે નવો ધંધો શરૂ કરવાની યોજના બની શકે
• વેપારમા કેટલાક લાભ મળે
ઉપાય : આજે ચોખાનું દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ દિનકરાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
• વેપારમા કેટલાક ફેરફાર કરશો
• બીજા માટે ફાયદાકારક સાબિત થાય
• ઓફિસના કામના કારણે તમારે મુસાફરી કરવી પડશે
• ધીમી ગતિએ વાહન ચલાવો
ઉપાય : આજે સૂર્યસ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ વિભાવસવે નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)
• તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા સુખદ રહેશે
• માતા- પિતાની સેવામા સમય ફાળવી શકશો
• આજે મહત્વનો નિર્ણય લઈ શકશો
• ઘરમાં શાંતિનુ વાતાવરણ બની રહે
ઉપાય : આજે સૂર્ય નમસ્કાર કરવા
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ ત્રિમૂર્તયે નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
• કરિયરમા આગળ વધવા મહેનત કરવી પડે
• સાસરી પક્ષ તરફ થી ધન સંબંધી કાર્યોમાં સફળતા મળશે
• આવકના સ્ત્રોત વધશે
• રચનાત્મક કાર્યોમા વ્યસ્ત રહેશો
ઉપાય : આજે નવગ્રહની પૂજા કરવી
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ દ્વાદશાત્મકાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
• આજે દિવસ ખુબજ સારો છે
• લવ- લાઈફ માટે સમય સારો જણાય
• વિદ્યાર્થીઓનું મન અભ્યાસમા વ્યસ્ત રહેશે
• ઘરમાં મહેમાનોનુ આગમન થાય
ઉપાય : સૂર્યદેવને અર્ઘ્યઅર્પણ કરવું
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ સૂર્યાય નમઃ ||

Whatsapp share
facebook twitter