Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ફિલ્મ નિર્માતા સાવન કુમાર ટાંકનું નિધન, સલમાન ખાને શ્રદ્ધાંજલિ આપી

12:21 PM Apr 21, 2023 | Vipul Pandya

ફિલ્મ નિર્માતા સાવન કુમાર ટાંક જેમણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સ્ટાર્સને લોન્ચ કર્યા, તેઓ આજે આ દુનિયાને છોડીને  જતા રહ્યાં છે. સાવનનું આજે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું હતું. 

ફેફસાને લગતી સમસ્યાથી પીડાતા હતા
ફિલ્મ નિર્માતા સાવન કુમાર ટાંકનું આજે એટલે કે ગુરુવારે નિધન થયું છે. સાવનને થોડા દિવસોથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેની હાલત ખૂબ જ ગંભીર હતી. તેઓ લાંબા સમયથી ફેફસાને લગતી સમસ્યાથી પીડાતા હતા. અહેવાલો અનુસાર, સાવનને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારથી તે તેમની હાલત ખૂબ જ ગંભીર હતી. જો કે, ડોક્ટરોના લાખ પ્રયત્નો પછી પણ સાવનને બચાવી શકાયા ન હતાં. સાવનનું હૃદય પણ સ્વસ્થ ન હતું. જો કે તેઓ ઘણા સમયથી બીમાર હતા, પરંતુ આ વખતે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. સાવન કુમારના ભત્રીજા નવીન કુમારે મીડીયા સાથે વાત કરતા કહ્યું, ‘થોડા દિવસો પહેલા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આજે તેમનું નિધન થયું છે.

ઘણા સ્ટાર્સ લોન્ચ કર્યા
તમને જણાવી દઈએ કે સાવને બોલિવૂડમાં સંજીવ કુમાર અને મેહમૂદ સહિત ઘણા સ્ટાર્સને લોન્ચ કર્યા છે. સાવને નિર્માતા તરીકે 1967માં આવેલી ફિલ્મ નાનીહાલથી તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી જેમાં સંજીવ કુમાર મુખ્ય ભૂમિકામાં હતા. આ પછી, તેણે 1972 માં ફિલ્મ ગોમતી કે કિનારેથી નિર્દેશક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. મીના કુમારીની આ છેલ્લી ફિલ્મ હતી. આ સિવાય સાવને કહો ના પ્યાર હૈ, સૌતાન, સૈતન કી બેટી, બેવફા જેવી ફિલ્મોના ગીતો પણ લખ્યા છે. તેમની કેટલીક લોકપ્રિય ફિલ્મો બેવફા, સાજન બીના સુહાગન અને સૈતન છે.
સલમાને આપી શ્રદ્ધાંજલિ
સાવન ટાંકના નિધન પર સલમાન ખાને ટ્વિટર પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે. સાવન સાથેનો ફોટો શેર કરતા સલમાને લખ્યું, સાવન જી, તમારી આત્માને શાંતિ મળે. હંમેશા તમને પ્રેમ કર્યો અને તમારો આદર કર્યો.