+

ઉમરપાડાના શરદા ગામ નજીક સર્જાયા ફિલ્મી દ્રશ્યો, જુઓ વિડીયો

સોમવારના સાંજના સમયે બુટલેગર અને ઉમરપાડા પોલીસ વચ્ચે (cops and bootleggers) જે ફિલ્મી દ્રશ્યો સર્જાયા જેને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. શું બૂટલેગરોને ખરેખર કાયદાનો કે પોલીસનો ડર નથી,આટલી બધી હિંમત બુટલેગરોમાં આવે છે કેમ જેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.સુરત જીલ્લાના ઉમરપાડા પોલીસને ચોક્કસ ખાનગી રાહે એવી બાતમી મળી હતી કે એક કારમાં વિદેશી દારૂ આવી રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે
સોમવારના સાંજના સમયે બુટલેગર અને ઉમરપાડા પોલીસ વચ્ચે (cops and bootleggers) જે ફિલ્મી દ્રશ્યો સર્જાયા જેને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. શું બૂટલેગરોને ખરેખર કાયદાનો કે પોલીસનો ડર નથી,આટલી બધી હિંમત બુટલેગરોમાં આવે છે કેમ જેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
સુરત જીલ્લાના ઉમરપાડા પોલીસને ચોક્કસ ખાનગી રાહે એવી બાતમી મળી હતી કે એક કારમાં વિદેશી દારૂ આવી રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્ટાફના માણસો સાથે વોચ ગોઠવી દીધી હતી. ઈમરપાડા પાસે બાતમી વાળી કાર પસાર થતા જ તેને અટકવાનો પ્રયાસ કર્યો હતો. પણ બુટલેગર એ પુરપાટ ઝડપે ફિલ્મી ઢબે કાર હંકારી દીધી હતી. 
નોંધનીય છે કે અગાઉ પણ પોલીસે ફિલ્મી ઢબે જ આવા આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી હતી પણ આ કિસ્સામાં પોલીસને ચકમો આપીને ફરાર થઇ જવામાં બુટલેગરો સફળ થયા છે. આ બનાવની વધુ તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
Whatsapp share
facebook twitter