+

ઉનાના તપોવન પાટિયા પાસે વાડીમાં દીપડાના આંટાફેરા વધતા લોકોમાં ભયનો માહોલ

ઉના શહેરમાં ગીર ગઢડા રોડ પર આવેલા તપોવન પાટિયા નજીક એક વાડીમાં દીપડો શિકારની શોધમાં લપાઈને  બેઠેલો હતો. ત્યારે અચાનક વાહનનો અવાજ સંભળાતા દીપડો ઊભો થઈ ચાલતો થયો અને નારિયેળીના થડ ઉપર ઉભો રહી ધીમે ધીમે નજીકની વાડી વિસ્તારમાં ચાલ્યો ગયો. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાડીમાં પસાર થતા વાહન ચાલકે મોબાઈલમાં કેદ કર્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. àª
ઉના શહેરમાં ગીર ગઢડા રોડ પર આવેલા તપોવન પાટિયા નજીક એક વાડીમાં દીપડો શિકારની શોધમાં લપાઈને  બેઠેલો હતો. ત્યારે અચાનક વાહનનો અવાજ સંભળાતા દીપડો ઊભો થઈ ચાલતો થયો અને નારિયેળીના થડ ઉપર ઉભો રહી ધીમે ધીમે નજીકની વાડી વિસ્તારમાં ચાલ્યો ગયો. 
આ સમગ્ર ઘટનાનો વિડીયો વાડીમાં પસાર થતા વાહન ચાલકે મોબાઈલમાં કેદ કર્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આમ વન્ય પ્રાણીઓ સિંહ, દીપડા શિકારની શોધમાં અવાર નવાર સીમ વિસ્તારમાં આંટાફેરા કરતા હોવાથી લોકોમાં ભય ફેલાયો છે. અગાઉ દોઢ માસ પહેલાં દીપડાએ દ્રોણ ગામે એક બાળક પર હુમલો કર્યો હતો અને બે દિવસ પહેલા મંગળવારે રાત્રિના સમયે ફાટસર ગામે વાડી વિસ્તારમાં યુવતી પર દીપડાએ હુમલો કરતા ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારે હવે ફરી ઉના શહેર અને સીમ વિસ્તારોમાં અવાર નવાર શિકારની શોધમાં આવી ચડતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયેલું જોવા મળી રહ્યું છે. વનવિભાગ દ્વારા આ વિસ્તારમાં દીપડાને પુરવા પાંજરું ગોઠવવામાં આવે તેવી માંગ ઉઠવા પામેલી છે. 
Whatsapp share
facebook twitter