+

એશિયન ગેમ્સમાં પિતાએ જીત્યો હતો દેશ માટે ગોલ્ડ મેડલ, હવે દીકરીએ શૂટિંગમાં સિલ્વર જીતી દેશને અપાવ્યુ ગૌરવ

એશિયન ગેમ્સ 2023માં ભારત માટે રવિવારનો દિવસ સારો રહ્યો. ટીમ ઈન્ડિયાએ એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ જીત્યા . ભારતે શૂટિંગમાં ગોલ્ડ અને સિલ્વર જીત્યા. ભારતની રાજેશ્વરી કુમાર, મનીષા કીર…

એશિયન ગેમ્સ 2023માં ભારત માટે રવિવારનો દિવસ સારો રહ્યો. ટીમ ઈન્ડિયાએ એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ જીત્યા . ભારતે શૂટિંગમાં ગોલ્ડ અને સિલ્વર જીત્યા. ભારતની રાજેશ્વરી કુમાર, મનીષા કીર અને પ્રીતિ રજકે મહિલા ટીમ ઈવેન્ટ ટ્રેપમાં શાનદાર પ્રદર્શન કર્યું અને સિલ્વર જીત્યો. રસપ્રદ વાત એ છે કે રાજેશ્વરીની જેમ તેના પિતા પણ શૂટર રહી ચૂક્યા છે. રાજેશ્વરીના પિતા રણધીર સિંહે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

રણધીર સિંહ ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના કાર્યકારી અધ્યક્ષ છે અને તેમની પુત્રી રાજેશ્વરીએ આ વખતે એશિયન ગેમ્સ 2023માં ભાગ લીધો છે. ચીનમાં આયોજિત એશિયન ગેમ્સમાં રાજેશ્વરીના પિતા પણ તેની સાથે ગયા છે. રણધીર સિંહ એશિયન ગેમ્સમાં શૂટિંગમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય છે. તેમની પુત્રી પણ હવે તેમના પગલે ચાલી રહી છે. રાજેશ્વરીએ દેશ માટે મેડલ જીત્યો છે.

રાજેશ્વરીએ રવિવારે ભારત માટે શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. રાજેશ્વર, મનીષા અને પ્રીતિએ મહિલા ટીમ ઈવેન્ટ ટ્રેપમાં શાનદાર પ્રદર્શન કર્યું અને સિલ્વર જીત્યો. ભારતને તેના ગોલ્ડની આશા હતી. જોકે તે પૂર્ણ થઈ શકી નહીં. ટીમ ઈન્ડિયાએ રવિવારે શૂટિંગમાં ગોલ્ડ જીત્યો હતો. કે. ચેનઈ,પૃથ્વીરાજ ટોન્ડમિન અને જોરાવર સિંહે પુરુષોની ટીમ ટ્રેપ ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ગોલ્ડ જીત્યો.

અત્યાર સુધી ભારતીય ખેલાડીઓ કુલ 41 મેડલ જીતી ચૂક્યા છે. જેમાં 11 ગોલ્ડ, 16 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ છે. ટીમ ઈન્ડિયા હાલમાં મેડલ ટેલીમાં ચોથા સ્થાન પર છે. આ યાદીમાં ચીન નંબર વન પર છે. ચીનના 222 મેડલ છે. ચીને 116 ગોલ્ડ અને 70 સિલ્વર મેડલ જીત્યા છે. કોરિયાએ 30 ગોલ્ડ, 32 સિલ્વર અને 56 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તેની પાસે 118 મેડલ છે.

Whatsapp share
facebook twitter