+

ISKCON Bridge Accident Case : તથ્યના પિતા પ્રજ્ઞેશના જામીન મંજૂર

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને જામીન હાઈકોર્ટે પ્રજ્ઞેશ પટેલને શરતી જામીન આપ્યા ગુજરાત નહીં છોડવાની શરતે જામીન આપ્યા પાસપોર્ટ હાઈકોર્ટમાં જમા કરાવવો પડશે 19 જુલાઈએ…

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ
આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને જામીન
હાઈકોર્ટે પ્રજ્ઞેશ પટેલને શરતી જામીન આપ્યા
ગુજરાત નહીં છોડવાની શરતે જામીન આપ્યા
પાસપોર્ટ હાઈકોર્ટમાં જમા કરાવવો પડશે
19 જુલાઈએ તથ્ય પટેલે સર્જ્યો હતો અકસ્માત
અકસ્માતમાં 9 લોકોને કચડી માર્યા હતા

ગત 19 જુલાઇએ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર રાત્રે 1 વાગે ફુલ સ્પીડમાં પોતાની જેગુઆર કાર ચલાવીને નબીરા તથ્ય પટેલે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો જેમાં 9 નિર્દોષ લોકોના મોત થયા હતા. અકસ્માત સર્જાયા બાદ તથ્યનો પિતા પ્રજ્ઞેશ પટેલ પુત્ર આરોપી તથ્યને સ્થળ પરથી લઇ ગયો હતો. ગુજરાત હાઇકોર્ટે પ્રજ્ઞેશ પટેલના જામીન આજે મંજૂર કર્યા હતા.

કોર્ટે જામીન અરજી ભુતકાળમાં ફગાવી દીધી હતી

પ્રજ્ઞેશ પટેલે અગાઉ કેન્સરની સારવાર માટે સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. ગ્રામ્ય કોર્ટે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી ભુતકાળમાં ફગાવી દીધી હતી.

તેણે સ્થળ પર હાજર લોકોને ડરાવી ધમકાવ્યા હોવાનો આરોપ

રાજ્યભરમાં ભારે ચર્ચા ઉભી કરનારા ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલનો પિતા પ્રજ્ઞેશ પટેલ પુત્રએ કરેલા અકસ્માત બાદ ઘટના સ્થળે ધસી આવ્યો હતો. પ્રજ્ઞેશ પટેલ સામે આરોપ હતો કે તેણે સ્થળ પર હાજર લોકોને ડરાવી ધમકાવી તથા રિવોલ્વર કાઢવાની ધમકી આપીને આરોપી પુત્ર તથ્ય પટેલને હોસ્પિટલમાં લઇ ગયો હતો. આ ગુના માટે પોલીસે પ્રજ્ઞેશ પટેલની પણ ધરપકડ કરી હતી.

આ પણ વાંચો—રેશનિંગ દુકાનધારકોની હડતાળનો મામલો, કુંવરજી બાવળિયાએ યોજી બેઠક

Whatsapp share
facebook twitter