Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IPS ની સલાહથી પિતાએ દારૂનો ધંધો છોડ્યો, વર્ષો બાદ પુત્રએ શરૂ કર્યો

03:32 PM Dec 22, 2023 | Bankim Patel

ગુજરાત (Gujarat) માં વર્ષે દહાડે 5 હજાર કરોડનો દારૂ પ્યાસીઓની પ્યાસ બુજાવે છે. છેલ્લાં ત્રણ દસકમાં અનેક બુટલેગરોનો દારૂના ધંધામાં પ્રવેશ અને વિદાય જોવા મળી છે. વર્ષો પહેલાં અમદાવાદ શહેર (Ahmedabad City) ના એક મોટા બુટલેગરે એક IPS અધિકારીની સલાહથી દારૂનો રોકડીયો ધંધો છોડી દીધો. જો કે, વર્ષો બાદ પુત્રએ પિતાનો જૂનો ધંધામાં ઝંપલાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર દારૂના ધંધા (Liquor Business) માં મળતો નફો ખૂબ હોવાથી કરણસિંહ હિંમતસિંહ સિસોદીયા (Karansinh Himmatsinh Sisodiya) એ આ વેપાર શરૂ કર્યો છે. કરણ સિસોદીયા કેટલાં સમયથી વિદેશી દારૂનો ધંધો કરે છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ તેને ગાંધીનગર પોલીસે (Gandhinagar Police) દારૂની હેરાફેરી કરતા રંગે હાથ ઝડપ્યો છે.કેવી રીતે પકડાયો કરણ સિસોદીયા ? : ગાંધીનગર જિલ્લા એલસીબી (Gandhinagar LCB) ની ટીમે બાતમીના આધારે શેરથા ONGC રોડ પર મહેસાણા (Mahesana) તરફથી આવતી બે કાર રોકવા આડાશ ઉભી કરી હતી. દરમિયાનમાં એક બ્રેજા કારને ચાલક સાથે પકડી પાડી. જ્યારે અન્ય સ્વીફટ કાર નાસી છૂટી હતી અને આગળ ઈફ્કો ટાઉનશીપ (IFFCO Township) પાસે ખુલ્લી જગ્યામાં કાર બિનવારસી છોડી ચાલક સહિતના બે આરોપી ફરાર થઈ ગયા હતા. ગાંધીનગર એલસીબી ડી. ડી. ચાવડા (PSI D D Chavda) અને સ્ટાફે બંને કારમાંથી દારૂ-બીયરનો જથ્થો કબજે લઈ કરણસિંહ હિંમતસિંહ સિસોદીયા (રહે. 70, ગીરધરનગર સોસાયટી, શાહીબાગ, અમદાવાદ)ની ધરપકડ કરી હતી. 80 હજારનો દારૂ અને 8 લાખની કિંમતની બે કાર સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી એલસીબીએ જમા કરાવી છે. આ કેસમાં શાહીબાગ વિસ્તારમાં રહેતા સમીર ઉર્ફે બબલુ અને તુષાર ચાવડાને ફરાર દર્શાવાયા છે.પિતાએ વર્ષો પહેલાં ધંધો છોડ્યો : હાલના DGP Gujarat વિકાસ સહાય (Vikas Sahay IPS) એક પ્રામાણિક અને માનવતાવાદી અધિકારી છે. અમદાવાદ શહેરના તત્કાલિન DCP વિકાસ સહાય વર્ષો અગાઉ એક કુખ્યાત બુટલેગર હિંમત સિસોદીયા (Bootlegger Himmatsinh Sisodiya) ને પકડવાની તૈયારી કરી છે. IPS સહાયને જ્યારે ખબર પડી કે, હિંમતસિંહ તેમનો પાડોશી છે અને તેનો પુત્ર પોતાના ઘરે રમવા આવે છે ત્યારે તેમણે સિસોદીયાને દારૂનો ધંધો છોડવા સલાહ આપી હતી. વિકાસ સહાયના વેધક શબ્દોએ અસર કરી અને કરોડોનો ગેરકાયદેસર કારોબાર હિંમતસિંહ સિસોદીયાએ છોડી દીધો હતો.કરોડોનો રોકડીયો ધંધો : દારૂનો ગેરકાયેદસર વેપાર (Illegal Liquor Trade) પણ મલાઈદાર ધંધાઓ પૈકીનો એક છે. કરોડો રૂપિયાની એકસાઈઝ (Excise Duty) અને ઈન્કમ ટેક્સ (Income Tax) ની ચોરી આ રોકડીયા ધંધામાં થાય છે. રાજસ્થાન (Rajasthan) મધ્યપ્રદેશ (Madhya Pradesh) દમણ (Daman) અને હરિયાણા (Haryana) થી દારૂ મોકલતા ઠેકેદાર-સપ્લાયરને આંગડીયામાં હવાલા (Angadia Hawala) દ્વારા રૂપિયા ચૂકવવામાં આવે છે. આ ધંધામાં મળતો મોટો લાભ કેટલાંક ભ્રષ્ટ IPS અધિકારીઓ વર્ષોથી લઈ રહ્યાં છે. રાજ્યમાં ફરજ બજાવતા કેટલાંક IPS અધિકારી તો આ કાળા કારોબારમાં ભાગીદાર છે અને આખું નેટવર્ક તેમના ઈશારે ચાલી રહ્યું છે.

આ પણ વાંચો : Gujarat ACB : ગૃહમંત્રી સંઘવીએ કેમ ચિંતન શિબિરમાં આવા વાક્યો કહેવા પડ્યા ?