Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Farmers Passport Banned: શંભુ બોર્ડર પર જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનાર ખેડૂતો ચૂકવશે ભારી કિંમત!

11:43 PM Feb 28, 2024 | Aviraj Bagda

Farmers Passport Banned: હરિયાણા (Haryana) પોલીસ શંભુ બોર્ડર (Shambhu Border) પર સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનારા પ્રદર્શનકારી (Farmers Protest) ઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. પોલીસ પહેલા CCTV ની મદદથી આવા વિરોધ પ્રદર્શન કરનારની ઓળખ કરાશે. ત્યારબાદ તેમના Passport અને Visa રદ કરવા માટે ગૃહ મંત્રાલયએ ભારતીય દૂતાવાસને ભલામણ કરશે.

  • ખેડૂતો આંદોલનમાં જાહેર સંપત્તિને નુકસાન થયું હોવાનો દાવો
  • સરકાર પ્રદર્શનકારીઓના પાસપોર્ટ અને વિઝા રદ કરશે
  • પટિયાલા અને સંગરુરમાં 1 માર્ચ સુધી ઈન્ટરનેટ બંધ
  • ખેડૂતોને હરિયાણા બોર્ડર પર રોકવામાં આવેલા છે

એક અહેવાલ અનુસાર ઘટના સ્થળના CCTV કેમેરાની મદદથી સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનારા લગભગ 50 પ્રદર્શનકારી (Farmers Protest) ઓની ઓળખ કરવામાં આવી છે. ત્યારબાદ તેમના નામ વિઝા અને પાસપોર્ટ રદ કરવાની ભલામણ માટે મંત્રાલયને મોકલવામાં આવશે.

પટિયાલા અને સંગરુરમાં 1 માર્ચ સુધી ઈન્ટરનેટ બંધ

બીજી તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પંજાબના પટિયાલા અને સંગરુર જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ (Internet Banned) 1 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે. કારણ કે શંભુ બોર્ડર (Shambhu Border) પર જ્યાં ખેડૂતો બેઠા (Farmers Protest) છે તે પટિયાલા જિલ્લામાં છે. તો ખનૌરી બોર્ડર પર જ્યાં ખેડૂતો બેઠા છે તે જગ્યા સંગરુર જિલ્લાની સરહદમાં છે. આ બંને જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

ખેડૂતોને હરિયાણા બોર્ડર પર રોકવામાં આવેલા છે

જોકે 13 ફેબ્રુઆરીના રોજ હજારો ખેડૂતોએ દિલ્હી (Delhi Chalo) તરફ કૂચ શરૂ કરી દીધી હતી. આ ખેડૂતોને હરિયાણા (Haryana) બોર્ડર પર રોકવામાં આવ્યા હતા. જ્યાં સુરક્ષા જવાનો સાથે તેમની અથડામણ થઈ હતી. ત્યારથી ખેડૂતો હરિયાણા (Haryana) સાથેની પંજાબની સરહદ પર શંભુ અને ખનૌરી સરહદો પર ધરણા કરી રહ્યા છે.

સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા (KMM) પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ની કાયદેસર ગેરંટી અને કૃષિ લોન માફી સહિતની તેમની માંગણીઓ સ્વીકારવા માટે સરકાર પર દબાણ લાવવા માટે ‘દિલ્હી ચલો’ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: BJP એ ચૂંટણી પંચને પત્ર લખ્યો, મતદાન મથકો પર વીડિયોગ્રાફી સહિતની અનેક માંગણીઓ કરી…