Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શમશેરાના ગીતમાં રણબીર કપૂરના ડાન્સ સ્ટેપ જોઈને ફેન્સે કહ્યું ‘જોરદાર’

06:57 AM Apr 29, 2023 | Vipul Pandya

રણબીર કપૂરની ફિલ્મ શમશેરાનું પહેલું ગીત ‘જી હુઝૂર’ રિલીઝ થઈ ગયું છે. આ ગીતને જોઈને ચાહકો આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. બોલિવૂડ એક્ટર રણબીર કપૂર આજકાલ વિવિધ કારણોસર ચર્ચામાં છે. પ્રોફેશનલ અને પર્સનલ લાઈફના કારણે રણબીર કપૂર સમાચારોમાં છવાયેલો છે. હાલમાં જ રણબીરની ફિલ્મ શમશેરાનું  ટ્રેલર રિલીઝ થયું છે, જેને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ લોકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

ચાહકોને રણબીરની નવી સ્ટાઈલ પસંદ આવી 
દરમિયાન, નિર્માતાઓએ શમશેરાનું પ્રથમ ગીત જી હુઝૂર સોંગ આજે રિલીઝ કર્યું છે. જી હુઝૂર ગીતમાં રણબીર કપૂરના ડાન્સ સ્ટેપ્સ અને જોરદાર એનર્જી જોવા મળી રહી છે. ચાહકોને રણબીરની નવી સ્ટાઈલ પસંદ આવી છે. શમશેરાનું પહેલું ગીત જી હુઝૂર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી ગયું છે. આ ગીત દરેક જગ્યાએ ધૂમ મચાવી રહ્યું છે અને લોકો પણ તેના વખાણ કરતા થાકતા નથી. આદિત્ય નારાયણે આ ગીતને પોતાના અવાજ આપ્યો છે. જી હુઝૂર ગીત મિથુને કમ્પોઝ કર્યું છે અને તેણે તેના લિરિક્સ પણ લખ્યાં છે. લોકો રણબીર કપૂરના ડાન્સ સ્ટેપ્સના વખાણ કરી રહ્યા છે. આ ગીતને ચિન્ની પ્રકાશે કોરિયોગ્રાફ કર્યું છે.
રણબીર લાંબા સમય બાદ સિનેમાના પડદે પરત ફરશે
રણબીર કપૂર લગભગ ચાર વર્ષ પછી મોટા પડદા પર વાપસી કરી રહ્યો છે. સંજુ ફિલ્મથી જ ચાહકો રણબીર કપૂરને મોટા પડદા પર જોવા માટે ઉત્સુક હતા. દરમિયાન, રણબીર કપૂર તેની આગામી ફિલ્મ શમશેરા, અયાન મુખર્જીની બ્રહ્માસ્ત્ર અને લવ રંજનની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. શમશેરાની વાત કરીએ તો આ ફિલ્મમાં રણબીર કપૂર સિવાય વાણી કપૂર અને સંજય દત્ત મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 22 જુલાઈ 2022ના રોજ સિનેમાઘરોમાં આવશે.