Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

OTT શોની નવી સીઝનની રાહ જોઈ બેઠા છે ચાહકો, આ સિરીઝો મચાવશે ધમાલ

05:21 PM May 30, 2023 | Hiren Dave

થોડા સમય પહેલા, અભિનેતા અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂર અભિનીત વેબ સિરીઝ ધ નાઈટ મેનેજર રિલીઝ થઈ હતી. આ સિરીઝ ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી. આ સીરીઝના બીજા ભાગની માહિતી પણ સામે આવી છે. ધ નાઈટ મેનેજર જ્હોન લે કેરેની નવલકથા પર આધારિત છે. આ સિરીઝનું શૂટિંગ ભવ્ય લોકેશન પર કરવામાં આવ્યું છે. પાર્ટ 1 પછી ફેન્સ તેના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.આ સિરીઝ 30 જૂને ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે.

પહેલી સીઝન હિટ થયા બાદ હવે ‘ફેબ્યુલસ લાઈફ ઓફ બોલિવૂડ વાઈવ્સ’ની બીજી સીઝનની રિલીઝ ડેટ સામે આવી છે. ‘ફેબ્યુલસ લાઈફ ઓફ બોલિવૂડ વાઈવ્સ’ની પહેલી સીઝન વર્ષ 2020માં આવી હતી, જેમાં નીલમ કોઠારી, મહિપ કપૂર, ભાવના પાંડે અને સીમા સજદેહ જોવા મળ્યા હતા. આ શોમાં બતાવવામાં આવ્યું હતું કે બોલિવૂડ એક્ટર્સની પત્નીઓનું જીવન કેવું હોય છે?એકંદરે, આ શો સ્ટાર્સની ‘બીહાઈન્ડ ધ કેમેરા લાઈફ’ વિશે વાત કરે છે. કરણ જોહર દ્વારા નિર્મિત શોની પ્રથમ સિઝનને સારો પ્રતિસાદ મળ્યો હતો. બીજી સીઝન 2 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે.

OTT પ્લેટફોર્મ Netflix ના સૌથી લોકપ્રિય શો ‘Never Have I Ever’ ના ચાહકો માટે સારા સમાચાર છે. હા, આ શોની ચોથી સીઝન ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. નેવર હેવ આઈ એવરમાં દેવીનું પાત્ર લોકોને પસંદ આવ્યું હતું. આ શો એક લોકપ્રિય કોમેડી-ડ્રામા છે જે ભારતીય અમેરિકન છોકરીના જટિલ જીવનની આસપાસ ફરે છે.

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયી તેમની વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’ માટે હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેતાની આ સિરીઝની બંને સીઝન લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની હતી. મનોજના અભિનયને દર્શકોએ ખૂબ વખાણ્યો હતો. ચાહકો હવે મનોજની સિરીઝની ત્રીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વર્ષના અંત સુધીમાં સિરીઝ રિલીઝ થઈ શકે છે.

બ્લેક મિરર સીઝન 6 નેટફ્લિક્સ પર રિલીઝ થશે. શોની પાંચમી સીઝન 2019માં રિલીઝ થઈ હતી. જેને ચાહકો તરફથી ખુબ સારો પ્રેમ મળ્યો હતો. બ્લેક મિરર એક બ્રિટિશ એન્થોલોજી સીરિઝ છે. આ સિરીઝની પાંચ સિરીઝ રિલીઝ થઈ ચૂકી છે.

સૌથી લોકપ્રિય હિન્દી વેબ સિરીઝ ‘અસુર’નો બીજો ભાગ આવવાનો છે. નિર્માતાઓએ તેનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે, અરશદ વારસી, અનુપ્રિયા ગોએન્કા અને બરુણ સોબતી સ્ટારર ફિલ્મ ‘અસુર’ 2020માં રિલીઝ થઈ હતી. ત્યારથી ચાહકો તેની બીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ‘અસુર 2’ હવે 1 જૂનથી જિયો સિનેમા પર સ્ટ્રીમ થશે.

આ કાલી કાલી આંખે જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી. હવે તેની બીજી સીઝનની જાહેરાત કરવામાં આવી છે. આ સિરીઝમાં તાહિર રાજ ભસીન શ્વેતા ત્રિપાઠી અને આંચલ સિંહ મુખ્ય ભૂમિકામાં છે. પ્રથમ સિઝનને દર્શકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. આ સિરીઝ નેટફ્લિક્સ પર જોવા મળશે.

નેટફ્લિક્સ સિરીઝ ક્લાસની પ્રથમ સિઝન, સ્પેનિશ ડ્રામા એલાઇટની ભારતીય રિમેક છે. જે ચાહકોને ખુબ પસંદ આવી રહી છે. સીઝન 2 ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર આવી રહી છે.

આશ્રમની અભિનેત્રી અદિતિ પોહનકર ઉર્ફે પમ્મી પહેલવાન તેના લુક અને ગ્લેમરસ સ્ટાઇલને કારણે ચર્ચામાં છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કરીને તેના ચાહકોને ટ્રીટ કરે છે. અદિતિની વેબ સિરીઝ She લોકોને ખુબ પસંદ આવી હતી.અદિતિ પોહનકર આ શોની લીડ છે જે એક અન્ડરકવર પોલીસ કોન્સ્ટેબલ છે. શી વેબ સિરીઝની 3 સીઝન નેટફ્લિકસ પર ટુંક સમયમાં રિલીઝ થશે.

ભારતમાં થતા લગ્નોની આસપાસ ફરતી, મેડ ઇન હેવન 2 બે વેડિંગ પ્લાનર તારા (શોભિતા ધુલીપાલા) અને કરણ (અર્જુન માથુર)ની સ્ટોરી દર્શાવે છે. આ શો પ્રખ્યાત OTT પ્લેટફોર્મ Amazon Prime Video પર રિલીઝ થશે.

શેફાલી શાહ, રાજેશ તૈલંગ, રસિકા દુગ્ગલ અને આદિલ હુસૈન દિલ્હી શહેરમાં બનતા ગુના પર આધારિત આ સિરીઝમાં મુખ્ય ભૂમિકામાં છે. પ્રથમ સીઝન થોડા વર્ષો પહેલા દિલ્હીમાં બનેલી નિર્ભયા ઘટના પર આધારિત હતી. બીજી સીઝનમાં સીરીયલ હત્યાની ઘટનાઓ બતાવવામાં આવી હતી. ત્રીજી સીઝનમાં શેફાલીની ટીમ એક નવા ગુનાનો સામનો કરતી જોવા મળશે. સિરીઝની પહેલી સીઝન 2019માં આવી હતી. આ સિરીઝ નેટફ્લિકસ પણ જોઈ શકાશે.

વેબ સિરીઝ સ્કેમ 1992 – હર્ષદ મહેતાના જીવન પર આધારિત ધ હર્ષદ મહેતા સ્ટોરી રિલીઝ થયા બાદ ખૂબ જ સફળ રહી હતી. અભિનેતા પ્રતીક ગાંધી આ સિરીઝમાં મુખ્ય પાત્ર તરીકે જોવા મળ્યો હતો. આ સિરીઝમાં એક સામાન્ય ગુજરાતી છોકરાની શેરબજારના કિંગ બનવાની વાસ્તવિક સફર દર્શાવવામાં આવી છે. તમે આ વેબ સિરીઝ સોની લિવ પર જોઈ શકો છો.વેબ સિરીઝ સ્કેમThe Curious Case of Abdul Karim Telgi પણ ટુંક સમયમાં રિલીઝ થશે.

વાયરલ ફીવર કોટા ફેક્ટરી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયરિંગની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓનું જીવન દર્શાવે છે. આ સિરીઝમાં જીતેન્દ્ર કુમાર જીતુ ભૈયાનું પાત્ર ભજવે છે, જે ભૌતિકશાસ્ત્રના શિક્ષક છે અને તેણે તેનું કોચિંગ શરૂ કર્યું છે. આ સિરીઝમાં મયૂર મોરે, રંજન રાજ, આલમ ખાન, રેવતી પિલ્લઈ, ઉર્વી સિંહ અને એહસાસ ચન્ના મુખ્ય ભૂમિકામાં છે. તેની પ્રથમ સિઝન 2019માં આવી હતી.

આ રોમેન્ટિક સિરીઝમાં રોહિત સરાફ ઋષિ શેખાવતના રોલમાં જોવા મળી રહ્યો છે જ્યારે પ્રાજક્તા કોલી ડિમ્પલ આહુજાના રોલમાં છે. આ સિરીઝ આ બે મુખ્ય પાત્રોની રોમેન્ટિક સફરના ઉતાર-ચઢાવને દર્શાવે છે. આ સિરીઝ 2020માં આવી હતી.સીઝન 3 માં ફરી એક વાર બંન્નેની જોડી જોવા મળી શકે છે. આ સિરીઝ નેટફ્લિકસ પર જોઈ શકાશે.

આપણ  વાંચો -રણદીપ હુડ્ડા અને રામ ચરણની વીર સાવરકર પર આવી રહી છે બે ફિલ્મ….!