Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજકોટમાં ઝડપાયું નકલી ચલણી નોટ છાપવાનું કૌભાંડ

12:14 PM May 25, 2023 | Hardik Shah

RBI એ 2000 ની નોટ પાછી ખેંચવાનો નિર્ણય આપ્યો તે પછી બેંકોમાં લોકોની ભીડ થવા લાગી છે. તો બીજી તરફ ડુપ્લીકેટ નોટોનું કૌભાંડ સામે આવ્યું હોવાની માહિતી મળી રહી છે. જોકે, આ ડુપ્લીકેટ 2000 ની નોટનું કૌભાંડ નથી પણ 100 અને 500ની નોટનું કૌભાંડ છે. જે રાજકોટમાંથી સામે આવ્યું છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 3 લોકોને પકડ્યા છે જેમની પાસેથી 24,44,500 ની 500 અને 100 ની ડુપ્લીકેટ નોટો મળી આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આ ડુપ્લીકેટ નોટો સાથે વિશાલ બાબુભાઇ ગઢીયા, નિકુંજ અમરશીભાઈ ભાલોડીયા, વિશાલ વસંતભાઈ બહુદ્ધદેવને પકડ્યા છે.

ચોક્કસ બાતમી મળવાના આધારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા બે અલગ-અલગ જગ્યા રેડ પાડવામાં આવી હતી. રાજકોટના મોરબી રોડ પર અમૃત પાર્કમાં એક મકાનમાં દરોડા પાડ્યા જ્યાથી 100 ની નકલી નોટ 335 અને રૂ.500ની નકલી નોટ 4622 મળી આવી છે આમ કુલ 4957 નંગ ઝડપી પાડયા છે. મળતી માહિતી અનુસાર, મોરબી રોડ પર પર રહેતા નિકુંજ ભાલોડીયાના મકાનમાં અલગ અલગ નોટ સ્કેન કરી ત્યારબાદ જેપીજી ફાઈલને ફોટોશોપમાં એડિટિંગ કરી કલર પ્રિન્ટર મારફતે તમામ 4957 નોટ બનાવી હતી. જોકે, પોલીસ હજું ઉંડી તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી કે ડુપ્લીકેટ નોટોનું કૌભાંડ પકડાયું હોય. આ પહેલા ભાવનગર શહેરમાંથી ગત વર્ષે ડુપ્લીકેટ નોટોનું કૌભાડ ઝડપાયું હતું. બનાવટી નોટો સાથે બે મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ઈરાદે કલર પ્રિન્ટરમાંથી પોતાના અંગત સ્વાર્થ માટે નોટોની પ્રિન્ટ કાઢી શહેરના તરસમીયા રોડ પર રૂ.7,58,000ની નકલી નોટોનો સોદો કરવા આ બે મહિલાઓ પહોંચી હતી. એ દરમિયાન એસ.ઓ.જી અને એલસીબીની ટીમ ત્રાટકી બંને કુખ્યાત મહિલાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો – રૂ.2000 ની નોટ પાછી ખેંચવાના નિર્ણય બાદ MEMES નો થયો વરસાદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ