Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વિશ્વભરમાં Facebook-Instagram નું સર્વર ડાઉન, કરોડો યૂઝર્સ પરેશાન

11:50 PM Mar 05, 2024 | VIMAL PRAJAPATI

Facebook Instagram servers down: મંગળવારે સાંજે મેટાનું સર્વર ડાઉન થઈ ગયું હતું. આ દરમિયાન ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને થ્રેડના યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેની અસર ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં જોવા મળી હતી. આ સમય દરમિયાન યુઝરનું એકાઉન્ટ આપોઆપ લોગ આઉટ થઈ ગયું હતું. આ પછી તેમને લોગ ઈન કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, વોટ્સએપ પર તેની કોઈ અસર દેખાઈ રહી નથી.

વપરાશકર્તાઓ આ સમસ્યાથી ભારે પરેશાન

વિગતો એવી સામે આવી રહીં છે કે, જ્યારે લોકો લોગિન કરવાનો પ્રયાસ કરશે ત્યારે તેમના મેઇલ પર OTP મોકલવામાં આવશે, પરંતુ વ્યક્તિગત વિગતો પણ ખોટી દેખાઈ રહી છે. ડાઉન ડિટેક્ટરના જણાવ્યા અનુસાર, સમસ્યા રાત્રે 8.30 વાગ્યા પછી શરૂ થઈ હતી અને અત્યાર સુધી ચાલુ છે. કંપની દ્વારા હજુ સુધી કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી. જો કે, કેટલાક iPhone વપરાશકર્તાઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં નથી.

ટ્વિટર પર Facebook-Instagram સર્વર ડાઉનની થઈ પોસ્ટો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ છેલ્લા 1 કલાકથી ડાઉન ચાલી રહ્યું છે. એક્સ એકાઉન્ટ પર યુઝર દ્વારા આને લગતી ઘણી ટ્વિટ કરવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે મેટાની માલિકીની ઇન્સ્ટાગ્રામ પર ફીડ લોડ થઈ રહી નથી અને તે કંઈપણ કરવા સક્ષમ નથી. યુઝર્સ સાથે આવું શા માટે થઈ રહ્યું છે તે અંગે વધુ માહિતી સામે આવી નથી.

આ પણ વાંચો: Play Store : 99acres,Shaadi,Naukri સહિતની એક ડઝન એપ્સ પ્લે સ્ટોરમાંથી હટાવાઇ

આ પણ વાંચો: RBI Action: ગોલ્ડ પર નહીં મળે લોન, RBIએ આ કંપની વિરુદ્ધ કરી કાર્યવાહી