+

Facebook એ એક જ ઝાટકે લગભગ 11 હજાર કર્મચારીઓને બતાવ્યો બહારનો રસ્તો

સોશિયલ મીડિયા સાઇટ્સમાં ટ્વિટર (Twitter) બાદ હવે ફેસબુક (Facebook)એ પણ કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે. મળી રહેલા સમાચાર મુજબ, ફેસબુક-મેટાના CEO માર્ક ઝકરબર્ગે (Mark Zuckerberg) એક જ ઝાટકે લગભગ 11,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી દીધો છે. માર્ક ઝકરબર્ગે પોતે આ અંગે માહિતી આપી છે. તેમણે કર્મચારીઓની છટણી માટે ખર્ચમાં વધારો જવાબદાર ગણાવ્યો છે.ઈન્સ્ટાગ્રામ-વોટ્સએપ કર્મચારીઓ ચિંતામાંમળી રહેલી માહિતી અનુસàª
સોશિયલ મીડિયા સાઇટ્સમાં ટ્વિટર (Twitter) બાદ હવે ફેસબુક (Facebook)એ પણ કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે. મળી રહેલા સમાચાર મુજબ, ફેસબુક-મેટાના CEO માર્ક ઝકરબર્ગે (Mark Zuckerberg) એક જ ઝાટકે લગભગ 11,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી દીધો છે. માર્ક ઝકરબર્ગે પોતે આ અંગે માહિતી આપી છે. તેમણે કર્મચારીઓની છટણી માટે ખર્ચમાં વધારો જવાબદાર ગણાવ્યો છે.
ઈન્સ્ટાગ્રામ-વોટ્સએપ કર્મચારીઓ ચિંતામાં
મળી રહેલી માહિતી અનુસાર, ફેસબુકની પેરેન્ટ કંપની Meta Inc એ બુધવારથી છૂટણીની શરૂઆત કરી દીધી છે. આ સમાચાર બાદ અન્ય મેટા કંપનીઓ ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપમાં કામ કરતા કર્મચારીઓને પરસેવો છૂટવા લાગ્યો છે. માર્કે જણાવ્યું કે, કેટલાક એવા નિર્ણયો લેવામાં આવ્યા હતા જેના કારણે આ પગલું ભરવું પડ્યું. જણાવી દઈએ કે, વિશ્વભરમાં આર્થિક મંદીના ભયને જોતા ફેસબુકમાંથી છટણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ ફેસબુકમાં લગભગ 87,000 કર્મચારીઓ કામ કરે છે. જેમાંથી 13 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.

Facebook ની ટીમના કદમાં લગભગ 13 ટકાનો ઘટાડો
વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતી સોશિયલ સાઇટ ફેસબુકે 18 વર્ષમાં આ પહેલીવાર કર્મચારીઓની છટણી કરી છે. ફેસબુક ઉપરાંત વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામના કર્મચારીઓને પણ કાઢી મૂકવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્ક ઝકરબર્ગે પોતાના બ્લોગમાં લખ્યું, ‘આજે હું મેટાના ઈતિહાસમાં લીધેલા કેટલાક સૌથી મુશ્કેલ નિર્ણયો વિશે જણાવવા જઈ રહ્યો છું. અમે અમારી ટીમના કદમાં લગભગ 13 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે 11 હજારથી વધુ પ્રતિભાશાળી કર્મચારીઓ તેમની નોકરી ગુમાવવાના છે. હાલમાં મેટામાં લગભગ 87 હજાર કર્મચારીઓ કામ કરે છે. બરતરફ કરાયેલા 11,000 કર્મચારીઓમાં ફેસબુક ઉપરાંત વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પણ છે.
બરતરફ કરાયેલા કર્મચારીઓને આટલા પૈસા મળશે
મેટા (Meta)એ કહ્યું કે, તેઓ દરેક બરતરફ કરાયેલા કર્મચારીને છૂટાછવાયા પેકેજ તરીકે 16 અઠવાડિયાનો મૂળભૂત પગાર આપશે. આ ઉપરાંત, સેવાના દર વર્ષ માટે બે વધારાના અઠવાડિયાના બેઝિક પગાર મળશે. કંપનીના જણાવ્યા અનુસાર, અમે આગામી 6 મહિના માટે કર્મચારીઓ અને તેમના પરિવારના સ્વાસ્થ્ય વીમા ખર્ચને આવરી લઈશું.
ફેસબુકની આવકમાં મોટી સંખ્યામાં ઘટાડો
આજે લગભગ દરેક પાસે મોબાઈલ જોવા મળે છે. ત્યારે મોટી સંખ્યામાં લોકોના મોબાઈલમાં તમને ફેસબુક એપ જોવા મળી જ જશે. સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક આજે સમગ્ર વિશ્વમાં ખૂબ જ જાણીતી છે. મહત્વનું છે કે, તેની સ્થાપના 2004મા થઈ હતી. આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે જ્યારે આટલા મોટા પાયે માર્ક દ્વારા કર્મચારીઓને દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. કંપનીએ કોરોના સમયગાળા દરમિયાન ઘણો નફો કર્યો. ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં ફેસબુકે જોરદાર રિકવરી કરી હતી. વળી, મેટાના શેરમાં સમાન વર્ષમાં 73 ટકાનો ઘટાડો નોંધાયો છે. આની પાછળ Tiktok અને YouTube કંપની છે, જે સોશિયલ મીડિયામાં ફેસબુકને જબરદસ્ત સ્પર્ધા આપી રહી છે. જો તાજેતરના મહિનાઓમાં જોવામાં આવે તો, ફેસબુક યુઝર્સ હવે ટિક-ટોક અને યુટ્યુબ તરફ આગળ વધી રહ્યા છે. તેને રોકવું માર્ક માટે કપરું કામ બની ગયું છે. આ કારણોસર ફેસબુકની આવકમાં ઘણો ઘટાડો થયો છે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter