Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પાંચ રાજ્યોના પરિણામના અંદાજ માટે એક્ઝિટ પોલ પર સહુની મીટ મંડાઇ

06:21 AM Apr 26, 2023 | Vipul Pandya

ચૂંટણીના પરિણામોના એક્ઝિટ પોલ પહેલાં  પહેલા રાજકીય હલચલ અને જોડતોડનું રાજકારણ પણ તેજ બન્યું છે. આવી સ્થિતિમાં, કેટલાક તેમના ધારાસભ્યો માટે સુરક્ષિત સ્થાન શોધી રહ્યાં છે,  તો કેટલાક સહયોગીઓની શોધમાં છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લાં તબક્કાનું મતદાન આજે સાંજે 6 વાગ્યે પૂર્ણ થશે. આ પછી, દરેકની નજર 10 માર્ચે યોજાનારી  મતગણતરી અને પરિણામો પર રહેશે, પરંતુ તે પહેલા, આજે  સાંજે જ વિવિધ કંપનીઓ અને મીડિયા કંપનીઓ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવશે. કહેવામાં આવશે કે પાંચ રાજ્યોમાં કોની સરકાર બનશે અને કયો પક્ષ કેટલી સીટો જીતશે? સાંજે 6 વાગ્યા બાદ અનેક રાષ્ટ્રીય સમાચાર સંસ્થાઓ તેમના એક્ઝિટ પોલ પણ રજૂ કરશે, જેનાથી ચોક્કસપણે આ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોનું ચિત્ર પણ સ્પષ્ટ કરશે. આવી સ્થિતિમાં પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોના એક્ઝિટ પોલ  પહેલા જ રાજકારણ તેજ થતું જોવા મળી રહ્યું છે. પાંચ રાજ્યોમાં કોની સરકાર બનવા જઈ રહી છે તેનો એક્ઝિટ પોલ ચોક્કસપણે સંકેત આપી શકે છે
રાજકીય પક્ષોમાં પરિણામો પહેલાં લોકોના મનમાં અનેક સવાલો
 
અત્યારે  તો આ તમામ પાંચ રાજ્યો માં શું થશે તે જાણવાની સામન્ય લોકો કરતા પણ  રાજકીય પક્ષોમાં પરિમામો પહેલાં  લોકોના મનમાં અનેક સવાલો હશે.  શું અખિલેશ યાદવ અને જયંત ચૌધરીની જોડી યુપીમાં યોગી આદિત્યનાથની સરકારને બનતા  રોકી શકશે, શું ઉત્તરાખંડમાં ફરી એકવાર મોદી લહેર ચાલશે કે પછી હરીશ રાવતના નેતૃત્વમાં કોંગ્રેસ સરકાર બનાવવામાં સફળ થશે કે પછી આમ આદમી પાર્ટી અને ભાજપ કોંગ્રેસ કોની રમત બગાડશે? પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુને હરાવીને ચરણજીત સિંહ ચન્નીના ચહેરા પર ચૂંટણી લડતી કોંગ્રેસ જીતશે,  આમ આદમી પાર્ટી આ વખતે સત્તા મેળવશે કે પછી ભાજપ કેપ્ટન અમરિંદર સિંહ સાથે મળીને કંઈક જાદુ કરી શકશે.  સાથે જ બધાની નજર ગોવામાં મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરની સીટ પર છે. તે જ સમયે, શું એન બિરેન સિંહ મણિપુરમાં ફરી એકવાર પોતાનો  કરિશ્મા દેખાડી શકશે? કારણ કે વર્ષ 2017માં ભાજપે અહીં પહેલીવાર સરકાર બનાવી છે. આ તમામ પ્રશ્નોનો અંદાજ સાંજે એક્ઝિટ પોલ દ્વારા કરવામાં આવશે. જોકે, એ બીજી વાત છે કે ઘણી વખત એક્ઝિટ પોલ થી વિપરિત પણ પરિણામો આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં સાતમા અને અંતિમ તબક્કાના મતદાન બાદ આજે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થશે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના ચૂંટણી પરિણામો 10 માર્ચે જાહેર કરવામાં આવશે.  યુપી ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ દેશના પાંચ રાજ્યોના એક્ઝિટ પોલ (એક્ઝિટ પોલ 2022) રજૂ કરવામાં આવશે. 
ઉત્તર પ્રદેશ
દેશના સૌથી મોટાં રાજ્યમાં ભાજપને સત્તાથી દૂર રાખવા આમ આદમી પાર્ટીએ સપાને સમર્થન આપવાની જાહેરાત કરી છે,   બીજી તરફ તો પંજાબમાં કોંગ્રેસ ખેમામાં આમ આદમી પાર્ટીના સમર્થનથી સરકાર બનાવવા માટે જાહેરાત કરી છે. એટલું જ નહીં, કોંગ્રેસે ચૂંટણીના પરિણામો પહેલા જ પોતાના ઉમેદવારોને હોર્સ-ટ્રેડિંગથી બચાવવા માટે સુરક્ષિત  જગ્યાઓ શોધવાનું શરૂ કરી દીધું છે.  આજ સમયે, યુપીથી લઈને ગોવા, મણિપુર સુધી પોતાના દમ પર સરકાર બનાવવાનો દાવો કરવાની સાથે ભાજપ અન્ય પક્ષો પણ મંથન કરવામાં વ્યસ્ત છે. ઉત્તર પ્રદેશમાં ભાજપને સત્તાથી દૂર રાખવા આમ આદમી પાર્ટીએ સપાને સમર્થન આપવાની જાહેરાત કરી છે, તો પંજાબમાં કોંગ્રેસ કેમ્પે આમ આદમી પાર્ટીના સમર્થનથી સરકાર બનાવવા માટે અવાજ ઉઠાવ્યો છે. ઉત્તર પ્રદેશમાં ભાજપને સત્તાથી દૂર રાખવા આમ આદમી પાર્ટીએ સપાને સમર્થન આપવાની જાહેરાત કરી છે, તો પંજાબમાં કોંગ્રેસ કેમ્પે આમ આદમી પાર્ટીના સમર્થનથી સરકાર બનાવવા માટે અવાજ ઉઠાવ્યો છે. એટલું જ નહીં, કોંગ્રેસે ચૂંટણીના પરિણામો પહેલા જ પોતાના ઉમેદવારોને હોર્સ-ટ્રેડિંગથી બચાવવા માટે સુરક્ષિત આશ્રયસ્થાન શોધવાનું શરૂ કરી દીધું છે. તે જ સમયે, યુપીથી લઈને ગોવા, મણિપુર સુધી પોતાના દમ પર સરકાર બનાવવાનો દાવો કરવાની સાથે, ભાજપ અન્ય શક્યતાઓ પર પણ મંથન કરવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો પહેલા રાજસ્થાનમાં પોતાના ઉમેદવારો રાખવા માટે વિચારણા કરી રહી છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે રવિવારે પાર્ટીના ટોચના નેતાઓ સાથે મંથન કર્યું હતું.
યુપીમાં રાજકીય હલચલ તેજ
ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ છે, જ્યાં પશ્ચિમ યુપીમાં 10 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું, જ્યારે 7 માર્ચે પૂર્વાંચલ વિસ્તારમાં સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. યુપીની સત્તા કબજે કરવા માટે ભાજપ ગઠબંધન, સપા ગઠબંધન, બસપા અને કોંગ્રેસ વચ્ચે જંગ જામ્યો છે. ભાજપ સાથે નિષાદ પાર્ટી અને અપના દળ (એસ) અને સપા સાથે આર.એલ.ડી, મહાન દળ, સુભાસપ, અપના દળ (કે)નું ગઠબંધન છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને યુપીના પ્રભારી સંજય સિંહે બે દિવસ પહેલા નિવેદન આપ્યું છે કે જો જરૂર પડશે તો યુપીમાં ભાજપને સત્તાથી દૂર રાખવા માટે આમ આદમી પાર્ટી યુપીની સરકાર બનાવવામાં સપાને મદદ કરશે. સંજય સિંહે કહ્યું કે, AAP યુપીમાં દબદબો બનાવી રહી છે, લોકો હવે વિકાસના નામે વોટ આપી રહ્યા છે. યુપીએ જાતિના રાજકારણથી ઉપર ઉઠવું પડશે. અમારા માટે જીત એ છે કે તમામ પક્ષો અમારા ચૂંટણી ઢંઢેરાની નકલ કરી રહ્યા છે, પછી તે 300 યુનિટ વીજળી હોય કે બીજું કંઈ.
પંજાબમાં રાજકીય ગતિવિધીઓ શરૂ થઈ
બધાની નજર પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામ પર છે, કારણ કે રાજ્યમાં પહેલીવાર બે-ધ્રુવીય જંગની બદલે પાંચ પક્ષો વચ્ચે ચૂંટણી થઈ છે. આવી સ્થિતિમાં ચૂંટણીના પરિણામોના એક્ઝિટ પોલ પરથી તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી રાજીન્દર સિંહ ભટ્ટલના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. તેમણે શનિવારે ફરી એકવાર દાવો કર્યો કે જો કોંગ્રેસને પંજાબમાં સરકાર બનાવવા માટે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાની જરૂર પડશે તો તે કરશે.
ઉત્તરાખંડના રાજકારણ પર નજર
ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો 10 માર્ચે ઈવીએમથી આવશે, પરંતુ સરકાર બનાવવા માટે એલાન અત્યારથી થઈ ગયું છે. રાજકીય પક્ષોએ પોતાની સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરી દીધી છે.  હાલમાં નેતાઓ તરફથી નિવેદનો આવવા લાગ્યા છે, જ્યારે અપક્ષો અને નાના પક્ષો પર સૌની નજર છે. ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર ભટ્ટે દાવો કર્યો છે કે કોંગ્રેસના ઘણા વિજેતા ઉમેદવારો પાર્ટીના સંપર્કમાં છે અને જરૂર પડશે તો તમામને ભાજપમાં લાવવામાં આવશે. તે જ સમયે, ઉત્તરાખંડના કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યાં છે, જેને આગામી વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી સર્જાનારી પરિસ્થિતિ પર અગાઉથી હોમવર્ક દર્શાવવાામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, જો રાજ્યમાં કોઈપણ પક્ષને સંપૂર્ણ બહુમતી નહીં મળે, તો આવી સ્થિતિમાં, સપા, ઉત્તરાખંડ ક્રાંતિ દળ અને આમ આદમી પાર્ટી સહિતના અપક્ષોની મહત્વપૂર્ણ ભૂમિકા હશે. બસપાના નેતા અને લકસર સીટના ઉમેદવાર શહેઝાદે કહ્યું કે બહેન માયાવતી નક્કી કરશે કે BSP કોને સમર્થન આપશે. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે તમામની નજર ઉત્તરાખંડ પર છે.
ગોવામાં શું થશે?
દરેકની નજર ગોવા પર છે, કારણ કે આ રાજ્ય જોડતોડની રાજનીતિ માટે જાણીતું છે. 40 સીટોવાળી ગોવામાં કોંગ્રેસ અને બીજેપી વચ્ચે સીધો મુકાબલો માનવામાં આવી રહ્યો છે, પરંતુ AAP, TMC, NCP, શિવસેના અને MGP જે રીતે ચૂંટણી લડ્યા છે, તે જોતાં ગોવાના પરિણામો ચોંકાવનારા હોઈ શકે છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સૌથી વધુ બેઠકો જીતી હતી, પરંતુ તેમ છતાં ભાજપની સરકાર બની હતી. જણાવી દઈએ કે 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે ગોવામાં 40માંથી 17 સીટો જીતી હતી અને કોંગ્રેસે ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે પણ અનૌપચારિક ગઠબંધન કર્યું હતું, જેણે ત્રણ સીટો જીતી હતી. આ પછી પણ ભાજપ 13 બેઠકો જીતીને સરકાર બનાવવામાં સફળ રહી હતી. આવી સ્થિતિમાં જોવાનું એ છે કે જો આ વખતે કોઈપણ પક્ષને બહુમતી નહીં મળે તો  જોડતોડનું રાજકારણ વધુ તેજ થઈ શકે છે, જેને લઈને રાજકીય હલચલ  અત્યારથી જ જોવાં મળી રહી છે. 
મણિપુરમાં શું થશે?
ભાજપે પાંચ વર્ષ પહેલા મણિપુરમાં 21 બેઠકો જીતી હતી અને NPP અને નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF) સહિત વિવિધ પક્ષો સાથે ગઠબંધન સરકાર બનાવ્યા બાદ પ્રથમ વખત ભાજપ રાજ્યમાં સત્તા પર આવી હતી. આ વખતે ત્રણેય અલગ-અલગ રીતે ચૂંટણી લડી રહ્યા છે અને એકબીજા સામે ઉમેદવારો ઉભા રાખ્યા છે. તો કોંગ્રેસે 2017 સુધી સતત 15 વર્ષ સુધી રાજ્યમાં શાસન કર્યું છે. સાથે જ  ચાર ડાબેરી પક્ષો અને જનતા દળ-સેક્યુલર સાથે જોડાણ કરીને ચૂંટણી મેદાનમાં ઉતર્યું. રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ છે અને તેના પરિણામો 10 માર્ચે આવશે. ગઇ ચૂંટણીમમાં ભાજપ પાસે કોંગ્રેસના ધારાસભ્યો ગયા હતા અને આ વખતે પણ તેઓ એકબીજાના ધારાસભ્યો પર નજર રાખી રહ્યા છે. આવી સ્થિતિમાં મણિપુરમાં ચૂંટણીના પરિણામો કેવા આવે છે તે જોવાનું રહેશે.