Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

એક્ઝિટ પોલના આંકડાઓ જાહેર, જાણો પંજાબમાં શું આવી શકે છે પરિણામ

05:08 PM Apr 16, 2023 | Vipul Pandya

પંજાબમાં રાજકીય  હલચલ તેજ થઇ ચૂકી છે. 
બધાની નજર પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામના એક્ઝિટ પોલ  પર છે, કારણ કે રાજ્યમાં પહેલીવાર બે-ધ્રુવીય બનવાને બદલે આ વખતે  પાંચ પક્ષો વચ્ચે ચૂંટણી થઈ છે. આવી સ્થિતિમાં ચૂંટણીના પરિણામો પરથી તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી રાજીન્દર સિંહ ભટ્ટલના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. તેમણે શનિવારે ફરી એકવાર દાવો કર્યો કે જો કોંગ્રેસને પંજાબમાં સરકાર બનાવવા માટે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાની જરૂર પડશે તો તે કરશે. 
મિડીયા ચેનલ આજ તક અનુસાર કોંગ્રેસને 28 ટકા વોટનું અનુમાન છે. જ્યારે આપને 76થી 90 સીટો મળવાનું અનુમાન છે. બી.જેપીને 1થી 4 સીટ જ મળવાનું અનુમાન છે. અકાલી દળને 1થી 11 સીટ મળી શકે.  
એન.ડી ટી.વી અનુસાર બી.જેપીને 1થી 6 કોંગ્રેસ 24થી 29 અને આપને 52થી 61 સીટ મળવાનું અનુમાન છે.