+

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. સુધાંશુ ત્રિવેદીએ AAP અને કેજરીવાલની પોલ ખોલી, વાંચો Exclusive ઈન્ટર્વ્યૂ

વિધાનસભાને ગણતરીના દિવસો બાકી છે ભાજપના નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે ગુજરાતની મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી.મોરબી દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુંતેમણે જણાવ્યું કે, મોરબીની ઘટનાથી ગુજરાતમાં શોકનો માહોલ છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતà«
વિધાનસભાને ગણતરીના દિવસો બાકી છે ભાજપના નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે ગુજરાતની મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી.
મોરબી દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું
તેમણે જણાવ્યું કે, મોરબીની ઘટનાથી ગુજરાતમાં શોકનો માહોલ છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે ભાવાંજલી આપતા જણાવ્યું કે, મોરબીની જે ઘટનાથી ગુજરાત જ નહી સમગ્ર દેશ સ્તબ્ધ છે. આ ઘટના માત્ર દુ:ખદ અને દુર્ભાગ્યપૂર્ણ જ નથી પણ હૃદયદ્રાવક છે અને જે પ્રકારે ત્યાં લોકો સાથે ઘટના થઈ બાળકોના મોત થયાં નિશ્ચિતપણે કોઈ પણ જોશે તો તેના મનમાં કરૂણા પણ ઉત્પન્ન થશે અને ક્ષોભ પણ ઉત્પન્ન થશે પણ ઘટના થયાં બાદ ઘટના થવી એક અલગ વિષય છે તેના પર કોનું નિયંત્રણ છે કોનું નહી પણ ઘટના થયાં બાદ સરકારે તત્પરતા અને સક્રિયતા સાથે કામગીરી કરી પંદર મિનિટમાં NDRFની ત્યાં એક્શન શરૂ થવી શક્ય બને એટલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો
ઉદાહરણરૂપ કાનુની પ્રક્રિયા થશે
તેમણે વધુમાં ઉમેર્યું કે, એક પક્ષ હતો બચાવનો એક પક્ષ હતો કાનુનનો તમે જોયું બચાવ કાર્ય માટે મુખ્યમંત્રીશ્રી, ગૃહમંત્રીશ્રી ત્યાં રહ્યાં અને કેન્દ્રીયમંત્રી પણ ત્યાં રહ્યાં. વડાપ્રધાન પણ પોતે ત્યાં ગયા તેમણે આજે પણ પોલીસના અધિકારીઓ સાથે બેસીને સમિક્ષા કરી. રાહતકાર્ય અને કાર્યવાહી બંન્ને પક્ષો સાથે બેઠક કરી. કાર્યવાહીમાં પણ સરકારે અત્યાર સુધીમાં 9 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે અને હું કહેવા માંગું છું કે, જો વડાપ્રધાનજીએ કહ્યું છે કે, મારું મન મોરબીમાં છે જે તેમણે ગઈકાલે પણ કહ્યું હતુ તો હું તે અનુભવું છું કે તેઓ મર્માહત છે તો જે લોકોએ પણ આમાં કૃત્ય કર્યું છે મને લાગે છે કાનુની પ્રક્રિયા દ્વારા તેમને એવી કઠોર સજા મળશે જે આવનારા સમયમાં એક ઉદાહરણ બનશે.
ગુજરાત ફર્સ્ટનો સવાલ : વિપક્ષે સત્તાધારી પક્ષને જવાબદાર ઠેરવ્યા કે આ અકસ્માત રોકી શકાયો હોત
જવાબ : વિપક્ષ જે આરોપ લગાવવા માંગે તે સ્વતંત્ર છે. સત્તાધારી પક્ષના નાતે અમે અમારી જવાબદારી પણ માનીએ છીએ પણ દરેક બાબત પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા માનવીય સંવેદનાનો એક પક્ષ હોવો જોઈએ અને તે પણ જોવું જોઈએ કે સરકારે કેવું ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. કોઈ પણ આપદા આવે મોરબીની ઘટના તેની પહેલા યાદ કરો કોરોનાકાળમાં ગુજરાતમાં કેવી રીતે સરકારે કામ કર્યું. સરકારની સાથે અમારા સંગઠન છે તેમણે કેવી રીતે કામ કર્યું તે પહેલા ભલે કોઈ પણ ગુજરાતના ઈતિહાસમાં દુર્ઘટના ઘટી વર્ષ 2001ની ઘટના યાદ કરો, ત્યાં સુધી કે આ જ મોરબીમાં વર્ષ 1979માં પુર આવ્યું જે ઐતિહાસિક પુર હતું તે સમયે આપણા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સંઘના યુવા સ્વયંસેવક તરીકે સેવાકાર્ય કર્યું હતું. તે દર્શાવે છે કે આપણના મનમાં પ્રધાનમંત્રીજીના મનમાં કેવા પ્રકારનો સંવેદનશિલતાનો ભાવ કોઈ પણ પ્રકારની આપદા માટે સમર્પણનો ભાવ હોય છે રાજકારણ વિના વિચાર કર્યો. પરંતુ આક્ષેપ પ્રતિઆક્ષેપનો વિષય નથી પણ હું યાદ કરાવવા માંગુ છું કે ડિસેમ્બર 1984માં ભોપાલ ગેસ દુર્ઘટના સર્જાઈ હતી અને તેનો મુખ્ય આરોપી એન્ડરસનને મધ્યપ્રદેશ સરકાર દ્વારા સરકારી વિમાનથી દિલ્હી મોકલવામાં આવ્યો હતો અને ત્યાંથી વિદેશ ગયો હતો. મતલબ કે મુખ્ય આરોપીને પકડવાની જગ્યાએ તે રાજકિય વિમાનથી જાય અમે આરોપ પ્રતિઆરોપ નથી લગાવવા માંગતા પણ દેશની જનતાએ જોયું છે કે બે લોકોનું કેવું ચરિત્ર છે જ્યારે કોઈ પ્રકારની દુર્ઘટના ઘટી હોય.
સવાલ: તમે કોઈ પણ રાજ્યની હવા પરખી શકો છો, શું દેખાય છે ગુજરાતનું વાતાવરણ?
જવાબ: ગુજરાતને જો આપણે ચૂંટણીની દ્રષ્ટિએ જોઈએ તો ગત અને આ ચૂંટણીમાં ગુણાત્મક અંતર એ છે કે ગત વખતની ચૂંટણી દ્વિ-ધ્રુવિય હતી. ભાજપ-કોંગ્રેસ વચ્ચે, આ વખતે આ વખતે એવું અપપ્રચારિત છે કે આમાં ત્રીજો પક્ષ પણ આવ્યો છે. આમ આદમી પાર્ટી છે. પણ મને લાગે છે ત્રણેય પાર્ટી ક્યા કારણોથીચૂંટણીના મેદાનમાં છે તે જોઈએ તો સ્પષ્ટ થઈ જાય છે કે, કોંગ્રેસ પાર્ટી પોતાની જમીન બચાવવા ચૂંટણી મેદાનમાં છે, આમ આદમી પાર્ટી માત્ર પોતાની હેસિયત બનાવવા ચૂંટણી મેદાનમાં છે અને માત્ર ભાજપ જ ગંભીરતાથી સરકાર બનાવવા ચૂંટણી મેદાને છે.
સવાલ: ગઈ વખતે વધારે કઠિન હતું કે આ વખતે?
જવાબ: અમારા માટે કોઈ ચૂંટણી કઠિન નથી હોતી અમે દરેક ચૂંટણીને ગંભીરતા અને દૃઢતાથી લડીએ છીએ.
સવાલ: આમ આદમી પાર્ટીને કેવી રીતે ગંભીરતાથી લઈ રહ્યાં છો
જવાબ: આમ આદમી પાર્ટી સાથે સૌથી મોટી સમસ્યા શું છે ખબર છે. આજે જે તેઓ કરી રહ્યાં છે આ રાજનીતિનો વિષય નથી એ રાજનીતિમાં વિશ્વસનિયતાના સંકટનો વિષય છે. અમે 1980માં ભાજપા બનવાથી પહેલાં જનસંઘ જમાનાથી 1951થી 71 વર્ષોમાં કોઈ પણ વૈચારિક મુદ્દા પર અમે ક્યારેય અમારું સ્ટેન્ડ ફેરવ્યું નથી. આ હોય છે વિશ્વસનિયતા આજે જનતાના મનમાં નેતાઓ પ્રત્યે વિશ્વસનિયતાની કમી ઉત્પન્ન થઈ ગઈ છે. મોદીજીએ આવ્યા બાદ વિશ્વસનિયતાની કમી દુર કરી અમે જે વચનો આપ્યા જનતાના વિકાસ માટે કર્યાં હોય જનકલ્યાણ માટે કર્યાં હોય કે અમારા વૈચારિક દ્રષ્ટિએ કલમ 370, 35A, રામજન્મ ભૂમિનો વિષય હોય તે બધુ અમે કરી બતાવ્યું. બીજી બાજુ તે લોકો છે જેનું 71 અઠવાડિયાતો છોડો જેનું સ્ટેન્ડ 71 દિવસ પણ સમાન નથી. ગુજરાતના તેમના પ્રદેશ અધ્યક્ષ કહે છે કે મંદિર શોષણના કેન્દ્ર છે, ધાર્મિક કથા વાચકો પાસે ના જાઓ, દેવી-દેવતાને દાન-ધર્માદોના કરો, એક ચહેરો તે અને દિલ્હીમાં કેજરીવાલ તે કહેવા લાગે છે કે, નોટોમાં ગણેશજી અને લક્ષ્મીજીના ફોટો લાવો, આ જે બે ચહેરા છે. તો આ બે ચહેરા છે, ગુજરાતમાં એક ચહેરો, દિલ્હીમાં બીજો ચહેરો.
સવાલ: 2014માં ગુજરાત મોડલ દિલ્હી લઈ ગયા, હવે દિલ્હી મોડલ તેઓ ગુજરાતમાં લાવે છે
જવાબ: દિલ્હીનું મોડલ શું છે? દિલ્હીનું મોડલ છે દારૂમાં કૌભાંડ કર્યો, દારૂના નશામાં મદહોશ, બાદમાં વિજળીમાં ગોટાળો કર્યો. તે બાદ માત્રને માત્ર પ્રચાર. હું એક ઉદાહરણ આપવા માંગુ છું. જે દિવસે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાને માત્ર પુછપરછ માટે CBIએ બોલાવ્યા તે દિવસે તેમણે એવડી મોટી યાત્રા કાઢી અને ભગતસિંહજીનું નામ લેવા લાગ્યા અને ભગતસિંહના પરિવારજનોએ પણ તેમાં વાંધો ઉઠાવ્યો. તે દિવસ કયો હતો? 10 ઓક્ટોબર, અને કોઈને ધ્યાન છે કે ભગતસિંહની જન્મ જયંતિ ક્યારે છે 28 સપ્ટેમ્બર માત્ર તેના 12 દિવસ પહેલા? ભગતસિંહની જન્મજંયતિ પર કોઈ પ્રકારનું કોઈ આયોજન, કોઈ યાત્રા દિલ્હીમાં જોઈ નહી અને ભ્રષ્ટાચારના આરોપમાં જઈ રહ્યાં છે તો ભગતસિંહનું નામ લઈ રહ્યાં છે. માત્ર 12 દિવસ બાદ. આ હોય છે ચરિત્રનું અંતર, મહાત્મા ગાંધીજીના વિષય પર જુઓ, મહાત્મા ગાંધીજીની જંયતી 2 ઓક્ટોબરે છે. પ્રોટોકોલ છે કે દિલ્હીના મુખ્યમંત્રીએ તેમની સમાધી પર જઈને શ્રદ્ધાસુમન અર્પિત કરવાના હોય છે પણ ના આપ્યા. અહીંની ચૂંટણીમાં વ્યસ્ત રહ્યાં અને તે બાદ દારૂ કૌભાંડના આરોપ લાગે છે તો જઈને કેટલી દુ:ખની વાત છે કે ગાંધીનો જન્મ દિવસ સમગ્ર દેશમાં ડ્રાઈ-ડે કહેવામાં આવે છે અને દારૂના આરોપી રાજઘાટ પર જઈને પોતાની નિષ્ઠા પ્રમાણિત કરવાનો પ્રયાસ કરે તો આ પ્રકારનું તેમનું જે ચરિત્ર છે તેની પર શું ટિપ્પણી કરવી એક જુનુ ગીત છે ને, રહ રહ કે બદલતે હૈ દિન રાત નયે ચોલે, મતલબ કે યે રસીયા હૈ ઈન પે કોઈ ક્યા બોલે.
સવાલ: ફ્રી વિજળી, ફ્રી સારવાર, શું આ વચનો અસર કરશે?
જવાબ: પહેલાં તો ફ્રીની વાત જણાવી દઉ. દિલ્હીમાં તેમણે ફ્રી વિજળીની વાત કરી ફ્રી તે હોય છે જેમ કોઈને સબસીડી આપવી હોય તો ભારત સરકાર આપે છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. જો કોઈને આયુષ્માન ભારતમાં માની લ્યો. સ્વાસ્થ્ય માટે, ઉજ્જવલા યોજના કે કિસાન સમ્માન નિધિ મળી રહી છે તો સીધા તેના ખાતામાં પૈસા જમા થાય છે. આ દિલ્હીમાં જે તથાકથિત વિજળી ફ્રી આપવામાં આવે છે, શું કોઈના એકાઉન્ટમાં પૈસા જઈ રહ્યાં છે? નહી. પૈસા નથી જઈ રહ્યાં. હવે તમને જણાવું વિજળીના વિતરણ માટે દિલ્હીમાં ત્રણ મોટી કંપનીઓ છે. એક કંપની ટાટાની છે જેની પાસે કંઈ બાકી નથી. બે મોટી કંપનીઓ પર 11 હજાર કરોડથી વધારેનું બાકી (દેવું) હતું  અને આખા ભારતમાં તમે આવું ઉદાહરણ જોયું નહી હોય કે તે કંપનીઓ સાથે કરાર થાય છે કે તમારૂં જે દિલ્હી સરકાર પર બાકી છે તે એડજસ્ટ થઈ જશે જે અમે લોકોની ફ્રીમાં વિજળીના પૈસા આપી રહ્યાં છે. લોકો પાસે જે ઝીરો બીલ આવે છે તે જાણો છો કેમ આવે છે. બીલ તો અંદર જનરેટ થઈ રહ્યું છે અને તે પૈસા જઈ રહ્યાં છે તે કંપનીઓના ખાતામાં અને મજાની વાત તો તે છે કે, આ નિર્ણય કંપનીઓના ખાતામાં જવાનો કોણ કરી રહ્યાં છે તે કંપનીના બોર્ડમાં પહેલા દિલ્હી સરકારના વહીવટી અધિકારી આવતા હતા. ફાઈનાન્સ સેક્રેટરી અને પાવર સેક્રેટરી. તેમને હટાવીને પોતાની પાર્ટીના પદાધિકારીઓને મોકલી દીધાં અને તેમણે નિર્ણય કર્યો કે આ બધા જ પૈસા મને લાગે કે ફ્રી આપવાથી વધારે તે લોકોને ફાયદો આપાવવા માટે કરવામાં આવેલું કાર્ય છે. જેના પર જનકલ્યાણનું આવરણ ચઢાવવાનું કે એક ચોલી પહેરાવવાનું કાર્ય કરવામાં આવ્યું.
સવાલ: હિમાચલમાં તો ભાજપ ફ્રીની વિજળીનો વાયદો કરે છે, ગુજરાતને અન્યાય થઈ રહ્યો છે
જવાબ: જે જરૂરતમંદ છે તેમને નિશ્ચિતરૂપથી મળવું જોઈએ. જે અમે કર્યું છે. જો 80 કરોડ લોકોને કોવિડ દરમિયાન ફ્રીમાં અનાજ આપ્યું તો 130 કરોડમાંથી 80 કરોડને આપ્યું જેને જરૂર છે. જો અમે આયુષ્માન ભારત હેઠળ લોકોને ફ્રીમાં સારવાર આપીએ છીએ તો 50 કરોડ લોકોને આપી રહ્યાં છે જે ગરીબવાળી શ્રેણીમાં આવે છે જેને જરૂર છે, પણ જો કોઈ એમ કહે કે, ઉત્તરભારતમાં સૌથી સમૃદ્ધ રાજ્ય કોણ છે, પંજાબ ત્યાં અમે દરેક મહિલાને એક હજાર રૂપિયા આપીશું. તે વાત કોઈના ગળે ઉતરતી નથી. હવે ગુજરાતમાં જે દેશના સૌથી સમુદ્ધ રાજ્યમાંથી એક છે અહીં અમે દરેક મહિલાને એટલું દઈશું ભાઈ જેને જરૂર છે, જરૂર નથી તેનો વિચાર કર્યાં વિના તમે પ્રચાર કરો છો કે અમે બધાને આપશું તો તમારી નિયત પર મંશા પર શંકા ઉદ્ભવે છે કારણ કે, અમારી તો પરંપરામાં છે કે, જરૂરિયાતમંદ અને ગરીબને આપવું. અમારે ત્યાં કહેવત છે, સાંઈ ઈતના દીજીએ જામે કુટુંમ સમાઈ, મેં ભી ભુખા ના રહું સાધુ ન ભુખા જાય. તો અમારે ગરીબનું પેટ પણ ભરવું છે અને સરકારના આર્થિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું છે. તે માટે જરૂરિયાતવાળાને આપવું. તમે ઉદાહરણ આપવા માંગુ છું. બ્રટિનમાં સત્તા પરિવર્તન થયું 45 દિવસમાં લીઝ ટ્રસે કેમ રાજીનામું આપવું પડ્યું? તેમણે આવવાની સાથે જ ટેક્સ ઘટાડ્યો, બેંકના વ્યાજદર ઘટાડી દીધાં અને 45 દિવસમાં રિઅલાઈઝ થયું કે 45 દિવસમાં જે અર્થવ્યવસ્થા ખરાબ થઈ તે વધારે ખરાબ થઈ રહી છે. તેથી તે પણ ધ્યાન રાખવાની જરૂર છે. અમારા અને તેમના વિચારમાં અંતર શું છે તે જાણો છો? તેમને માત્ર પાંચથી સાત વર્ષ આગળનું વિચારવાનું છે. અમે તે પાર્ટી છે જે પાંચ હજાર વર્ષ પહેલાના ભારતનું પણ વિચારીએ છીએ અને 500 વર્ષ બાદ ભારત શું હશે તેના વિશે વિચારીએ છીએ. અમારા અને તેમના વિચારમાં જમીન આસમાનનું અંતર છે.
સવાલ: અહીં 150+ અને 182+ સીટો જીતવાની વાત થઈ છે તમને શું લાગે છે, સુધાંશુ ત્રિવેદીજીનો એક્ઝિટ પોલ શું કહે છે
જવાબ: મારો પોતાનો કોઈ તેમાં કોઈ વિચાર નથી. જ્યાં સુધીમાં ટિકીટ એનાઉન્સ થઈ જશે તે બાદ જ કોઈ સાચું આકલન આપી શકીએ. અત્યાર સુધીમાં જે ઓપિનિયન પોલ આવે છે તેમાં ભાજપને બહેતર બતાવાઈ છે. છેલ્લા 27 વર્ષથી અમે અહીં નિરંતર સત્તામાં છીએ. અમે વિકાસને જ્યાં પહોંચાડ્યો છે. વિવિધ યોજનાઓથી વ્યાપક સ્તરે ગુજરાતમાં શું હોવું જોઈએ, ગુજરાતમાં પહેલીવાર વાયુસેનાના વિમાન ભારતમાં બનશે. એટલે કે એક બૃહદ અને જમીની સ્તરે શું વિકાસ થઈ શકે તેનું ઉદાહરણ આપ્યું છે. મને લાગે છે કે ગુજરાતમાં જે પ્રકારે સકારાત્મક કામો થયો છે.
સવાલ: તમને લાગે છે એન્ટિઈંકમ્બન્સી થશે?
જવાબ: 1995માં સત્તામાં આવ્યા ત્યાર બાદથી ગુજરાતે એન્ટિઈંકમ્બન્સીના મનોભાવને તોડ્યો. અમે સતત સત્તામાં આવ્યા અને કોન્સેપ્ટ આવ્યો પ્રોઈન્કમ્બન્સી. સારું કામ કરશો જનતા સમર્થન આપશે. અનેક રાજ્યમાં અમે ફરીવાર સત્તામાં આવ્યા અને ગુજરાત આ એન્ટિઈંકમ્બન્સીની અવધારણા હટાવી. મને વિશ્વાસ છે આ વખતે ન માત્ર સરકાર બનશે પણ ઐતિહાસિક કિર્તીમાન બનશે સીટોનો.
સવાલ: સૌથી મોટો પડકાર AAP કે કોંગ્રેસ, કોને માનો છો?
જવાબ: અમારા માટે એક જ પડકાર છે કે ગુજરાતને જે દિશામાં આગળ લઈ જઈ રહ્યાં છીએ તેમાં જે બાધાઓ રહી છે તેને હટાવવી. ભારત ઉભરે તો ગુજરાત તેમાં ગૌરવશાળી અગ્રણી ભૂમિકા નિભાવે. રાહુલ ગાંધી યાત્રા કરે છે જે ગાંધીજીના જન્મસ્થાન પોરબંદરને નથી સ્પર્શતી, સરદાર પટેલના સ્થાનને નથી સ્પર્શતી, નહેરૂજીના પ્રયાગરાજ, ઈન્દિરાજીની રાયબરેલીને નથી સ્પર્શતિ, તેમના પિતાજીના અમેઠીને નથી સ્પર્શતી બચી બચીને નિકળે છે. જો આમના સ્થાનો પર તેમને પોલિટિક્સ એડવાન્ટેજ નજરે આવે છે તો મને લાગે છે કે, હવે વિચારવું પડશે કે તેઓ તેમના આદર્શને પણ કેવી રીતે જુએ છે. અમે ગૌરવયાત્રા કૃષ્ણના સ્થાનથી ગાંધીજીના સ્થાન સુધી લાવી રહ્યાં છીએ. તેઓ કહે છે જન્માષ્ટમીના દિવસે જો તેમનો જન્મ થયો હોય તો પુછો કે કૃષ્ણ જન્મભૂમિ પર ઔરંગઝેબની બનાવેલી મસ્જીદ રહેવી જોઈએ કે નહી? આ એ લોકો છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનત ઉલ્લા ખાં જે વખતે અમે દિલ્હીમાં ઔરંગઝેબ રોડનું નામ બદલીને ડૉ. કલામનું નામ રાખ્યું હતું તે તો છાતુ કુટતા હતા. એક ચહેરો તે છે અને એક ચહેરો આ. જે કંઈ પણ કેજરીવાલજી અને રાહુલ ગાંધી બોલે છે અમને તો લાગે છે કે ભારતની રાજનીતિમાં કેટલું મોટું પરિવર્તન આવ્યું. અરે ચૂંટણી માટે જ ભલે કંઈક તો પરિવર્તન આવ્યું. બંગાળની ચૂંટણીમાં મમતા બેનર્જી ચંડીપાઠ કરવા લાગી. ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી દેવીય સ્તુતિ કરવા લાગી. ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં અખિલેશના સપનામાં ભગવાન આવવા લાગ્યા, કેજરીવાલને ગુજરાતની ચૂંટણી આવતા નોટમાં ભગવાનનું સ્થાન દેખાવા લાગ્યું. મને લાગ્યું આટલું મોટું ભારતના ઈતિહાસમાં આવી રહ્યો છે. અમે માનિએ છીએ જે વિચાર માટે અમે રાજનીતિ કરીએ છીએ, સ્વાર્થ માટે જ ભલે તમારે માનવું તો પડી રહ્યું છે. અમે તો પોઝિટિવ જ જોઈ રહ્યાં છીએ.
સવાલ: ગુજરાત પ્રદેશ અધ્યક્ષના નિવેદનો ચૂંટણીમાં તેમને નુંકસાન કરશે
જવાબ: અમારા માટે આ માટેની કોઈ બાબત રાજનીતિનો નથી. તેઓ જે કરે છે તે રાજનીતિનો વિષય છે. તેમણે જ કહ્યું કે એલજી સાહેબ તમે મને જેટલા વઢો છો એટલું તો મારી પત્નિ મને ઘરમાં નથી વઢતી. જે વ્યક્તિને ઘરે વઢવામાં આવે છે તે રાજ્ય કઈ રીતે સંભાળી શકે કે પછી તમે એટલા સ્વાર્થી છો કે તમે તમારી પત્નિની ઈમેજ ખરાબ કરો છો. રાજનીતિ કરો છો. બાળકોના સમ ખાઈને કોંગ્રેસ સાથે સરકાર નહી બનાવું અને તે બાદ સરકાર બનાવે છે. અમારા માટે માતા-પિતા-પરિવાર અને નિષ્ઠા આસ્થાનો વિષય છે તેમના માટે રાજનીતિનો વિષય છે.
સવાલ: તમને લાગે છે વિપક્ષ ભેગા મળીને પીએમને કાઉન્ટર કરે છે
જવાબ: કોંગ્રેસ અને વિપક્ષ વડાપ્રધાન મોદી માટે ધ્રુણા અને વૈમનસ્યથી ભરેલું છે. તે વિચારી જ નથી શકતા કે ક્યાં એટેક કરવો કે ક્યા ના કરવો અને તેઓ હદ ભૂલી જાય છે. જ્યાં સુધી ચૂંટણીની વાત છે ગુજરાતમાં વડપ્રધાન પ્રત્યે આત્મિયતા છે. જેનો લાભ મળશે.
સવાબ: 182માંથી કેટલી આશા રાખો છો?
જવાબ: તમે એટલું સમજો. આ વખતની ગુજરાતની ચૂંટણીમાં અમે એક નવો ઈતિહાસ લખવા જઈ રહ્યાં છીએ. સમય આવશે તો બતાવીશ કેટલી સીટ જીતીશું. પંચપ્રણમાં ગુજરાત મહત્વની ભૂમિકા નિભાવશે. આ ચૂંટણી તેનો સંદેશ આપશે એવો મારો વિશ્વાસ છે.
Whatsapp share
facebook twitter