Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ED ની કાર્યવાહી બાદ ચર્ચાના ચગડોળે ચઢેલા Bookie મહાદેવ અને તેના સાથીનો કઈ એજન્સીએ ક્યાં કર્યો ડૉલરમાં મસમોટો તોડ

02:00 PM Sep 20, 2023 | Bankim Patel

એશિયા કપ (Asia Cup) ની સિરિઝ પૂર્ણ થાય તે પહેલાં જ ED એ મહાદેવ એપ (Mahadev App) પર તવાઈ બોલાવી દીધી. ભારત સહિત અન્ય દેશોમાં હજારો કરોડોનો ક્રિકેટ સહિતની રમતો પર સટ્ટો રમાડતી મહાદેવ બુક (Mahadev Book) નો માલિક સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવ (Saurabh Chandrakar) છેલ્લાં કેટલાંક દિવસોથી સમાચારમાં છે. છત્તીસગઢનો સૌરભ ચંદ્રાકર અને તેનો મિત્ર કમ ભાગીદાર રવિ ઉપ્પલ (Ravi Uppal) છેલ્લાં કેટલાંક વર્ષોથી દેશ બહાર રહીને UK – UAE થી ક્રિકેટ સટ્ટા બેટિંગનું વિશાળ રેકેટ ચલાવે છે. અમદાવાદ સહિત દેશભરમાં અનેક ઠેકાણે પોલીસ ચોપડે વૉન્ટેડ બુકી સૌરભ ઉર્ફે મહાદેવે (Bookie Mahadev) કરોડોના ખર્ચે કરેલા વૈભવી લગ્નને લઈને પણ ચર્ચામાં છે.

અમદાવાદના સટ્ટાકાંડમાં પોલીસે કર્યો તોડ

અમદાવાદના માધવપુરા વિસ્તારમાંથી તત્કાલિન PCB PI તરલ ભટ્ટ (Taral Bhatt) ની ટીમે હજારો કરોડના ક્રિકેટ-શેર સટ્ટાનો પર્દાફાશ કરી  સૌરભ ઉર્ફે મહાદેવ (Saurabh @ Mahadev) અને   અમિત મજેઠીયા (Amit Majithia) સહિતના અનેક શખ્સોના નામ FIR માં ખોલ્યાં હતાં. હજારો કરોડના સટ્ટાકાંડની તત્કાલિન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ (Sanjay Srivastava IPS) ને પીઆઈ તરલ ભટ્ટે જાણ કરતા ‘સાહેબે’ તાત્કાલિક સીટ (SIT) બનાવી દીધી હતી. તપાસ કરતા પોલીસને તોડમાં વધુ રસ હોવાથી કેસ સાથે સંકળાયેલા એક પછી એક એમ સંખ્યાબંધ શખ્સોનો સંપર્ક કરવામાં આવ્યો અને લાખો રૂપિયાના તોડનો સિલસિલો શરૂ થઈ ગયો. તપાસ અધિકારીનું પાપ છાપરે ચઢીને પોકરવા લાગતા સમગ્ર કેસની તપાસ DGP વિકાસ સહાયે (Vikas Sahay IPS) અમદાવાદ પોલીસ પાસેથી આંચકી લઈને SMC SP નિર્લિપ્ત રાય (Nirlipt Rai IPS) ને સોંપી દીધી. સટ્ટાકાંડની તપાસ SMC પાસે જતી રોકવા માટે સાહેબોએ ઘણાં ધમપછાડા કર્યા હતાં.

મહાદેવ શ્રીલંકા ઉતર્યો અને થયો તોડ

30 ઓગસ્ટના રોજ એશિયા કપની સિરિઝ શરૂ થાય તે અગાઉ સૌરભ ઉર્ફે મહાદેવ અને સાથી રવિ ઉપ્પલ શ્રીલંકા (Sri Lanka) પહોંચ્યા હતા. શ્રીલંકા પહોંચેલા સૌરભ ઉર્ફે મહાદેવ અને રવિને કાયદાનો અમલ કરાવતી એજન્સી (Law Enforcement Agency) એ બંનેને બાતમી આધારે અટકમાં લઈ લીધા હતા. કહેવાય છે કે, એશિયા કપની સિરિઝ શરૂ થાય તે પહેલાંની ગોઠવણ માટે બંને બુકી જણા શ્રીલંકા પહોંચ્યા હતા. જો કે, શ્રીલંકન એજન્સી પાસે પહેલેથી સૌરભ ઉર્ફે મહાદેવ અને રવિની કુંડળી હતી. જેના આધારે બંનેની પૂછપરછ આરંભી હતી. બુકી મહાદેવે રસ્તો કાઢવાની વાત કરતા શ્રીલંકન એજન્સીને ભાવતું મળી ગયું. મસમોટી રકમ અમેરિકન ડૉલર (American Dollar) માં ટ્રાન્સફર થતાંની સાથે જ સૌરભ અને રવિને એજન્સીના સ્ટાફે આગળ વધવા સન્માનપૂર્વક વિદાય કર્યા હતા.

 

આ  પણ  વાંચો-તલાટી કમ મંત્રીની નિમણૂંક અટકાવવાના મામલામાં હાઈકોર્ટે સરકારને નોટિસ ફટકારી