Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Champai Soren ને જમશેદપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

06:59 PM Oct 06, 2024 |
  • Champai Soren એ પણ સોશિયલ મીડિયાથી માહિતી શરે કરી
  • તેમને 3 જુલાઈના રોજ સીએમ પદ છોડવું પડ્યું હતું
  • Champai Soren એ ઝારખંડનો વાઘ કહેવામાં આવે છે

Ex-Jharkhand CM Champai Soren hospitalised : ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી Champai Soren ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. Champai Soren ને બ્લડ સુગર સંબંધિત બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. Champai Soren ને જમશેદપુરની ટાટા મેઈન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. Champai Soren ના એક સાથીદારે જણાવ્યું કે બ્લડ સુગર ઘટ્યા બાદ તેમને ચક્કર આવવા લાગ્યા હતાં. આ પછી Champai Soren ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Champai Soren એ પણ સોશિયલ મીડિયાથી માહિતી શરે કરી

ભૂતપૂર્વ સીએમ Champai Soren એ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમના હોસ્પિટલમાં દાખલ થવાની માહિતી આપી છે. તેમણે X પર હોસ્પિટલમાં દાખલ પોતાની એક તસવીર પણ શેર કરી છે. તેણે ટ્વિટર પર લખ્યું છે કે, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે હું આજે વીર ભૂમિ ભોગનાડીહમાં આયોજિત “માંઝી પરગણા મહાસંમેલન” માં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજરી આપીશ. ડોક્ટરોના મતે ચિંતા કરવાની કોઈ વાત નથી. હું ટૂંક સમયમાં સંપૂર્ણ સ્વસ્થ થઈશ અને તમારા બધાની વચ્ચે પાછો આવીશ. જોહર!

આ પણ વાંચો: Punjab માં અંગત અદાવતમાં AAP નેતાની છાતીને ગોળીઓથી વિંધી નાખી

તેમને 3 જુલાઈના રોજ સીએમ પદ છોડવું પડ્યું હતું

હોસ્પિટલના જનરલ મેનેજર ડૉ. સુધીર રાયે જણાવ્યું હતું કે, ચંપઈ સોરેનની હાલત સ્થિર છે અને તેમાં સુધારો થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે Champai Soren ઓગસ્ટમાં ભાજપમાં જોડાયા હતાં. આ સાથે તેણે ઝારખંડ મુક્તિ મોર્ટામાં પોતાનું અપમાન કરવાની વાત કરી હતી. તો હેમંત સોરેને મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ધરપકડ કર્યા બાદ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી Champai Soren એ 2 ફેબ્રુઆરીએ રાજ્યના સીએમ બન્યા હતાં. જોકે બાદમાં હેમંત સોરેન જેલમાંથી બહાર આવ્યા બાદ તેમને 3 જુલાઈના રોજ સીએમ પદ છોડવું પડ્યું હતું.

Champai Soren એ ઝારખંડનો વાઘ કહેવામાં આવે છે

આદિવાસી નેતા Champai Soren એ 1990 ના દાયકામાં અલગ રાજ્યની રચના માટે લાંબી લડાઈ લડી હતી. તેમને ‘ઝારખંડનો વાઘ’ કહેવામાં આવે છે. ઝારખંડની રચના 2000 માં બિહારના દક્ષિણ ભાગમાંથી થઈ હતી. સરકારી શાળામાંથી મેટ્રિક પાસ કરનાર Champai Soren એ 1991 માં અવિભાજિત બિહારની સરાઈકેલા બેઠક પરથી પેટાચૂંટણી દ્વારા સ્વતંત્ર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 2005 માં ભાજપના ઉમેદવારને માત્ર 880 મતોના માર્જીનથી હરાવીને આ સીટ પાછી મેળવી હતી. Champai Soren ત્યારબાદ 2009, 2014 અને 2019 માં ચૂંટણી જીત્યા હતાં.

આ પણ વાંચો: બિહારની નદી બચાવો, બચાવોની ચિસોથી ગુંજી ઉઠી, 7 બાળકો ડૂબ્યા