+

દરેકને ચૂંટણી લડવાનો અધિકાર, પરંતુ ગુજરાતની જનતાના મનમાં AAP ક્યાંય નથીઃ અમિત શાહ

એક ઇન્ટરવ્યૂમાં અમિત શાહે પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા, રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યકાળ દરમ્યાન તેમણે કરેલો ગુજરાતનો સર્વાંગી વિકાસ અને ઝીરો તૃષ્ટિકરણની નીતીને જનતાએ ભાજપ પર મુકેલા ભરોસાનું કારણ ગણાવ્યા.. શાહે કહ્યું કે ભાજપ ગુજરાતમાં અભૂતપૂર્વ જીત નોંધાવશે. લોકોને અમારી પાર્ટી અને અમારા નેતા પ્રધાનમંત્રી મોદી પર પૂરો વિશ્વાસ છે. કોંગ્રેસ હજુ પણ મુખ્ય વિપક્ષà«
એક ઇન્ટરવ્યૂમાં અમિત શાહે પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા, રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યકાળ દરમ્યાન તેમણે કરેલો ગુજરાતનો સર્વાંગી વિકાસ અને ઝીરો તૃષ્ટિકરણની નીતીને જનતાએ ભાજપ પર મુકેલા ભરોસાનું કારણ ગણાવ્યા.. શાહે કહ્યું કે ભાજપ ગુજરાતમાં અભૂતપૂર્વ જીત નોંધાવશે. લોકોને અમારી પાર્ટી અને અમારા નેતા પ્રધાનમંત્રી મોદી પર પૂરો વિશ્વાસ છે. 
કોંગ્રેસ હજુ પણ મુખ્ય વિપક્ષી પાર્ટીઃ અમિત શાહ 
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં AAPની એન્ટ્રીના સવાલ પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દરેક પાર્ટીને ચૂંટણી લડવાનો અધિકાર છે, પરંતુ તે લોકો પર આધારિત છે કે તેઓ જે તે પાર્ટીને સ્વીકારે છે કે નહીં. તેમણે કહ્યું કે ગુજરાતની જનતાના મનમાં AAP ક્યાંય નથી. ચૂંટણી પરિણામોની રાહ જુઓ, કદાચ વિજેતા ઉમેદવારોની સૂચિમાં આપનું નામ ન આવે.કોંગ્રેસ અંગે શાહે કહ્યું કે તે હજુ પણ મુખ્ય વિપક્ષી પાર્ટી છે,પરંતુ પાર્ટી સંકટમાંથી પસાર થઈ રહી છે અને તેની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી છે.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા વિશે શું કહ્યું ?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા વિશે તેમને પૂછતા તેમણે કહ્યું કે રાજનીતિમાં નિરંતર પ્રયાસ જરૂરી છે.. તેમણે કહ્યું કે મારુ હમેંશાથી માનવું રહ્યુ છે કે રાજનેતાઓએ સખત મહેનત કરવાની જરૂર છે, અને એ સારુ જ છે કે કોઇ સખત મહેનત કરે છે..પરંતુ રાજનીતિમાં પરિણામ જ પ્રયાસ બતાવે છે .. માટે રાહ જુઓ અને પરિણામ જુઓ.
અમિત શાહે કહ્યું કે કોઇ વિદ્યાર્થીના મૌલિક ચિંતનને માતૃભાષામાં આસાનીથી વિકસિત કરી શકાય છે. અને મૌલિક ચિંતન તથા અનુસંધાન વચ્ચે મજબૂત સંબંધ છે. ઇતિહાસની શિક્ષણ પર અમિત શાહે કહ્યું કે તેઓ વિદ્યાર્થીઓને એવા 300 જનનાયકોનું અધ્યયન કરવાનો અનુરોધ કરે છે, જેમને ઇતિહાસકારોએ ઉચિત શ્રેય નથી આપ્યો. તેમણે કહ્યું કે હવે એ સમય આવી ગયો છે કે વિદ્યાર્થીઓ દેશના વાસ્તવિક ઇતિહાસને જાણે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter