Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઇલેક્શન ઓવર.. પણ જાણો ચૂંટણી તંત્ર હવે શું કરશે

01:28 PM May 05, 2023 | Vipul Pandya

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી (Gujarat Assembly Election) શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ છે. પરિણામો જેમ જેમ જાહેર થતાં ગયા તેમ તેમ મતદારોની ઉત્કંઠા પણ શાંત થતી ગઇ હતી. સાંજ સુધીમાં તો વિધાનસભાની ૧૮૨ બેઠકોના આધિકારિક પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. હવે સામાન્ય પ્રશ્ન એ થાય કે એક વખત પરિણામો જાહેર થાય એ પછીની ચૂંટણી તંત્રની પ્રક્રીયા શું ?
 
ચૂંટણીનો પ્રારંભ અને અંત રાજ્યપાલ દ્વારા થાય છે
પ્રશ્ન જેટલો જ એનો જવાબ પણ રસપ્રદ છે. વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામું રાજ્યપાલ દ્વારા જ પ્રસિદ્ધ કરવામાં આવે છે. એટલે કે, ચૂંટણી પ્રક્રીયાનો પ્રારંભ રાજ્યપાલ દ્વારા થાય છે. એટલે ચૂંટણી પ્રક્રીયાની પૂર્ણાહૂતિ પણ રાજ્યપાલ દ્વારા જ થાય છે.
 
રાજ્યપાલને યાદી સોંપાય છે
ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ જે તે બેઠકના રિટર્નિંગ ઓફિસર દ્વારા વિજેતા ઉમેદવારને નમૂના નંબર ૨૧સીમાં પ્રમાણપત્ર આપવામાં આવે છે. આવા ચાર નમૂનામાં પરિણામો તૈયાર થતા હોય છે. આરઓ હેન્ડબૂક મૂજબના આ ચારેય નમૂના અને પ્રમાણપત્રની નકલ સાથે એક ખાસ માણસ સાથે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને યાદી આપવામાં આવે છે. 
 
સામગ્રીને પૂરાવા તરીકે સચવાય છે
ચૂંટણી પ્રક્રીયામાં બે પ્રકારની સામગ્રી હોય છે. એક વૈધાનિક અને બીજી બિનવૈધાનિક સામગ્રી. વૈધાનિક સામગ્રી ટ્રેઝરીમાં રાખવામાં આવે છે અને બિન વૈધાનિક સામગ્રી પ્રતિપ્રેષક અધિકારી પોતાના હવાલે રાખે છે. ચૂંટણી પ્રક્રીયાને ૪૫ દિવસની અંદર કોઇ પડકારે ત્યારે આ સામગ્રીને પૂરાવા તરીકે રાખવામાં આવે છે. ઇવીએમને વેરહાઉસમાં કડક નિગરાનીમાં રાખવામાં આવે છે. નિયત સમયમર્યાદાઓ પૂર્ણ થયા બાદ જિલ્લા ચૂંટણી અધિકારીના આદેશથી રેકર્ડ દૂર કરવામાં આવે છે.
 
રાજ્યપાલ રિપોર્ટ બાદ સરકાર રચે છે
હવે, બીજી તરફ મુખ્ય ચૂંટણી અધિકારીને જિલ્લાઓમાંથી મળેલી વિજેતા ઉમેદવારોની યાદીનો સંકલિત રિપોર્ટ રાજ્યપાલ અને વિધાનસભાને કરવામાં આવે છે. જેના આધારે રાજ્યપાલ બહુમતી ધરાવતા પક્ષને સરકાર રચવા માટે આમંત્રિત કરે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.