Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આટલો સુંદર ડાન્સ તો અલ્લુ અર્જુન પણ નથી કરી શક્યો, જેવો આ બાળકે કરી બતાવ્યો

10:28 PM Apr 28, 2023 | Vipul Pandya

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝનો ક્રેઝ હજુ પણ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં રીલિઝ થયેલી આ ફિલ્મના ગીતો અને સંવાદો પર લોકો હજુ પણ ઘણી રીલ બનાવી રહ્યા છે. 
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની આ ફિલ્મ બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા પર રાજ કરતી જોવા મળી રહી છે. તાજેતરમાં શ્રીવલ્લી ગીત પર એક નાનકડા બાળકનો ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં એક નાનું બાળક ટીવી પર આ ગીતને ખૂબ ધ્યાનથી જુએ છે અને તરત જ હૂક સ્ટેપની નકલ કરે છે. આ વિડીયોને શેર કરીને અભિનેતા રોહિત રોયે અલ્લુ અર્જુનના વખાણ કર્યા છે.
આ બાળકે જે રીતે નાની ઉંમરમાં અલ્લુ અર્જુનના સ્ટેપની નકલ કરી છે તે પ્રશંસનીય છે અને હવે ટીવી-ફિલ્મ અભિનેતા રોહિત રોયે પણ આ બાળકની પ્રશંસા કરી છે. આ વિડીયોને શેર કરતા રોહિતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ખૂબ જ શાનદાર…..!!! અલ્લુ અર્જુને તમામ ઉંમર, વર્ગ અને પ્રદેશોને પ્રભાવિત કર્યા છે. રોહિત રોયે વિડીયો શેર કરતાની સાથે જ તેને ઘણી પ્રતિક્રિયાઓ મળવા લાગી છે. એક યુઝરે લખ્યું, ‘દોસ્ત, આ ખરેખર કેટલું ક્યૂટ છે.’ તો ત્યાં બીજી વ્યક્તિ કહે છે, ‘વિડીયો અદ્ભુત છે… મને વારંવાર જોવાનું મન થાય છે…’.
અલ્લુ અર્જુનની પુષ્પાએ બોક્સ ઓફિસ પર ઘણા મોટા રેકોર્ડ તોડ્યા છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 350 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. પુષ્પા ધ રાઇઝે 61 દિવસમાં 331 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે.