+

તુર્કીના રાષ્ટ્રપતિ તરીકે એકવાર ફરી Erdogan ચૂંટાયા, સતત 11મી વખત જીત્યા ચૂંટણી

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન ફરીથી રાષ્ટ્રપતિ (President) તરીકે ચૂંટાયા છે. તેઓ સતત 11મી વખત ચૂંટણી જીત્યા છે. 52 ટકાથી વધુ વોટ મળ્યા બાદ એર્દોગન માટે રાષ્ટ્રપતિ બનવાનો રસ્તો સાફ…

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન ફરીથી રાષ્ટ્રપતિ (President) તરીકે ચૂંટાયા છે. તેઓ સતત 11મી વખત ચૂંટણી જીત્યા છે. 52 ટકાથી વધુ વોટ મળ્યા બાદ એર્દોગન માટે રાષ્ટ્રપતિ બનવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. જ્યારે વિરોધીને 47.89 ટકા વોટ મળ્યા હતા. એર્દોગનની જીત પર વિશ્વના ઘણા નેતાઓએ ખુશી વ્યક્ત કરી છે. જીત બાદ રશિયા અને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓએ એર્દોગનને અભિનંદન પાઠવ્યા છે.

તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનનું શાસન ત્રીજા દાયકામાં પણ ચાલુ રહેશે

એર્દોગન લાંબા સમયથી તુર્કીમાં સત્તા પર છે, પરંતુ આ વખતે તેમને વિપક્ષી નેતા કેમલ કેલિકડારોગ્લુ સાથે સખત લડાઈનો સામનો કરવો પડ્યો. એર્દોગનની જીત પર ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર CNNએ જણાવ્યું કે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનનું શાસન ત્રીજા દાયકામાં પણ ચાલુ રહેશે. તેમણે તુર્કીની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે. એર્દોગને રવિવારના મતદાનમાં વિરોધ પક્ષના નેતા કેમલ કિલિકડારોગ્લુને હરાવ્યા હતા. તુર્કીની સુપ્રીમ ઇલેક્શન કાઉન્સિલ (YSK) એ રવિવારે અહેવાલ આપ્યો હતો કે, 99.43 ટકા મતોની ગણતરી કરવામાં આવી છે, જેમાં એર્દોગનને પ્રારંભિક સત્તાવાર પરિણામોમાં 52.14 ટકા મત મળ્યા છે. CNN અનુસાર, પરિણામોની સત્તાવાર જાહેરાત પહેલા, એર્દોગન ઈસ્તાંબુલમાં તેમના નિવાસસ્થાનની બહાર પ્રચાર બસની ટોચ પર ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

લોકશાહીનો વધુ એક દિવસ આપવા બદલ રાષ્ટ્રનો આભાર

તુર્કીનો ધ્વજ લહેરાવતા ઉત્સાહી સમર્થકોની મોટી ભીડને સંબોધતા તેમણે રાષ્ટ્રનો આભાર માન્યો હતો. એર્દોગને કહ્યું, “અમે અમારા રાષ્ટ્રની તરફેણમાં રાષ્ટ્રપતિ ચૂંટણીનો બીજો રાઉન્ડ પૂર્ણ કર્યો. લોકશાહીનો એક દિવસ આપવા બદલ હું મારા દેશનો આભાર વ્યક્ત કરવા માંગુ છું.” તેમણે બે ચૂંટણી રાઉન્ડનો ઉલ્લેખ કરતા કહ્યું, “મે 14 અને મે 28 બંને ચૂંટણીના વિજેતાઓ અમારા તમામ 85 મિલિયન નાગરિકો છે.” રાજધાની અંકારામાં તેમના પક્ષના મુખ્યાલયમાં બોલતા, એર્ડોગનના વિરોધી કિલિકડારોગ્લુએ કહ્યું કે તુર્કીમાં “વાસ્તવિક લોકશાહી” પુનઃસ્થાપિત થાય ત્યાં સુધી તેઓ લડશે.

એર્દોગને ચૂંટણી પહેલા આ વચનો આપ્યા હતા

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે એર્દોગને આ વખતે જનતાને ઘણા મોટા વચનો આપ્યા છે, જેને પૂરા કરવાની જવાબદારી તેમના પર રહેશે. તેમણે આપેલા મોટા વચનોમાં ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં 6.50 લાખ મકાનો બનાવવાનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે થોડા મહિના પહેલા તુર્કીમાં ખતરનાક ભૂકંપ આવ્યો હતો, જેમાં 50 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. સીરિયન શરણાર્થીઓને ઘરે મોકલવા અને સીરિયન રાષ્ટ્રપતિ સાથે સોદો કરવો તેમના વચનોમાંનો એક છે. ભૂકંપ બાદ જનતા મોંઘવારીથી ત્રસ્ત છે. લોકોને પ્રાથમિક જરૂરિયાતો પણ મળી રહી નથી. આવી સ્થિતિમાં અર્દોગને આનો માર સહન કરવો પડી શકે છે. આ સિવાય તુર્કીના રાષ્ટ્રીય ચલણ લીરામાં સતત ઘટાડો નોંધાયો છે. વિપક્ષનો આરોપ છે કે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ અર્દોગને આ મુદ્દાને ગંભીરતાથી લીધો નથી, જેના કારણે લીરા સતત નબળો પડતો રહ્યો છે.

આ પણ વાંચો – પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં હિમપ્રપાતથી અંદાજે 10 લોકોના મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter