+

FRANCE માં ચાલે છે SRK ના નામનો ‘સિક્કો’, GLOBAL STAR ની વ્યાખ્યા કરી સાર્થક

બોલીવુડમાં ઘણા કલાકારો લોકપ્રિય અને સફળ બને છે.પરંતુ પોતાની FAME, STARDOM અને AURA ને જો કોઈ એક્ટર અલગ કક્ષા સુધી લઈ જવામાં સફળ રહ્યો હોય તો તે બીજું કોઈ નહીં…

બોલીવુડમાં ઘણા કલાકારો લોકપ્રિય અને સફળ બને છે.પરંતુ પોતાની FAME, STARDOM અને AURA ને જો કોઈ એક્ટર અલગ કક્ષા સુધી લઈ જવામાં સફળ રહ્યો હોય તો તે બીજું કોઈ નહીં પરંતુ SHAH RUKH KHAN છે.SRK ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતો કલાકાર છે.1992 માં કોઈ GODFATHER વિના પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર SRK આજે ભારતીય સિનેમાં જગતની ટોચ ઉપર જઈને બેઠો છે.હવે SRK ને લગતા નવા સમાચાર સામે આવ્યા છે, જે પુરવાર કરે છે કે તે એક GLOBAL STAR છે. FRANCE ના એક મ્યુજિયમએ તેના નામનો એક સોનાનો સિક્કો બહાર પાડયો છે.વિદેશમાં આટલું ખાસ સન્માન SRK સિવાય કદાચ જ કોઈ અન્ય ભારતના કલાકારનું કરાય છે.ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

FRANCE એ SRK ના નામનો સિક્કો બહાર પાડયો

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

SRK ને તેના કામ માટે અત્યાર સુધીમાં ઘણા અવાર્ડ્સ મળી ચૂક્યા છે.તેને વિદેશની યુનિવર્સિટિ દ્વારા ખાસ ડૉક્ટરેટ ડીગ્રી આપીને પણ તેનું સન્માન કરાયું છે.હવે તેની ઉપલબ્ધીઓમાં વધુ એક ઉમેરો થયો છે.ફ્રાન્સની રાજધાની પેરિસના ગ્રેવિન ગ્લાસે શાહરૂખ ખાનના સન્માનમાં ખાસ સોનાનો સિક્કો બહાર પાડ્યો છે.આવું સન્માન મેળવનાર તે એકમાત્ર બોલિવૂડ અભિનેતા છે.તો આપણે કહી શકીએ છીએ કે, ફ્રાન્સમાં શાહરૂખ ખાનના નામનો સિક્કો ચલણમાં છે એમ કહેવું ખોટું નહીં હોય.વર્ષ 2018 માં,શાહરૂખ ખાનના સન્માનમાં,પેરિસના પ્રખ્યાત ગ્રેવિન મ્યુઝિયમે એક સોનાનો સિક્કો બહાર પાડ્યો, જેમાં અભિનેતાનું ચિત્ર છપાયેલું છે અને તેનું નામ પણ લખવામાં આવ્યું છે.

2023 હતું COMEBACK YEAR

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023 SRK માટે ખૂબ જ સફળ વર્ષ રહ્યું હતું. 9 વર્ષ સુધી સતત ફ્લોપ ફિલ્મો આપનાર શાહરુખ ખાનનો સિક્કો 2023 માં ચમક્યો હતો. એક જ વર્ષમાં તેની ત્રણ ફિલ્મો BLOCKBUSTER રહી હતી. PATHAN, JAWAN અને DUNKI ત્રણેય ફિલ્મો ખૂબ જ સફળ રહી હતી. તેમ પણ PATHAN અને JAWAN ફિલ્મે WORLDWIDE 1000 કરોડ કરતાં વધારેની કમાણી કરી હતી.એક જ વર્ષમાં બે 1000 કરોડની ફિલ્મો આપનાર SRK ભારતનો એકમાત્ર ACTOR છે.

આ પણ વાંચો : ED સમક્ષ હાજર થયો Elvish Yadav, 6 કલાક સુધી ચાલી પૂછપરછ…

Whatsapp share
facebook twitter