Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

હોલિવૂડ ફિલ્મ Avatar 2 નું પ્રથમ દિવસે ઓનલાઇન બુકિંગ ફૂલ

11:59 PM Apr 22, 2023 | Vipul Pandya

‘અવતાર 2’ (Avatar 2) અથવા ‘અવતાર: ધ વે ઓફ વોટર’ (Avatar: The Way of Water) 16મી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય બોક્સ ઓફિસ (Box Office) પર કબજો કરવા માટે તૈયાર છે. જેમ્સ કેમરોન દ્વારા નિર્દેશિત આ મોસ્ટ અવેટેડ સિક્વલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ઘણા સમયથી રાહ જોઈ રહેલા ફેન્સ માટે આજનો દિવસ કોઈ સપનું પૂરું થવાથી કઇ ઓછો નહીં હોય. પાન્ડોરાના ઘરના રહેવાસીઓ સાથે આગળની સફર આ વખતે ખૂબ જ અલગ જોવા મળશે. કારણ કે આ વખતે પાણીની અંદરની દુનિયાની વાર્તા સામે આવી રહી છે. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તેના વિશેના રિવ્યુ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. 

ફિલ્મ આવતાર 2 નું એડવાન્સ બુકિંગ ફુલ
હોલિવૂડ ફિલ્મ આવતાર 2 (Avtar 2) બોક્સ ઓફિસમાં પહેલા જ દિવસે ઓનલાઈન બુકિંગમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ને જોવા માટે દર્શકો કેટલા ઉત્સાહી છે એ ભારતના મૂવી એડવાન્સ બુકિંગ પરથી ખબર પડી રહી છે. આજ રોજ વિવિધ ભાષાઓમાં સિનેમા ઘરોમાં અવતાર 2 રિલીઝ થઇ છે. પરંતુ તેના એડવાન્સ બુકિંગ અત્યારથી ફુલ છે. રિલીઝના એક દિવસ પહેલા જ ભારતમાં પાંચ લાખથી વધુ એડવાન્સ બુકિંગ થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે, લોકોને અવનવો અને કઈક ડિફરન્ટ દેખાડતો ટ્રેન્ડ વધુ પસંદ આવી રહ્યો છે. આ પહેલા અવતાર મૂવીએ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. 2009માં રિલીઝ થયેલ અવતાર ફિલ્મે 140 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હોલિવૂડ મૂવી અવતાર 2 એ થોર લવ એન્ડ થન્ડર મૂવીનો એડવાન્સ બુકીંગનો રેકોર્ડ બ્રેક કર્યો છે.

દર્શકોને હોલિવૂડ અને સાઉથ મૂવીમાં વધારે રસ
મુંબઈમાં અવતાર 2 નું વિશેષ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જેમાં આ મૂવીને વરુણ ધવન, અક્ષય કુમાર જેવા દિગ્ગજ કલાકારોએ વખાણી છે. એક તરફ બોલિવૂડ મૂવી બોક્સ ઓફિસ પર ધક્કા મારતી હોય તેમ ચાલી રહી છે. ત્યારે દર્શકોને હવે હોલિવૂડ અને સાઉથ મૂવીમાં વધારે રસ પડી રહ્યો છે. આ ફિલ્મ એટલા માટે પણ ખાસ છે કારણ કે મોશન કેપ્ચર માટે નવી ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે અને તેનું પરિણામ રોમાંચક હશે અને તે પહેલાં ક્યારેય જોવા મળ્યું નથી. ટ્રેલરમાં પણ એવો જ સંકેત આપવામાં આવ્યો છે. જો તમે એવા ચાહકોમાંના એક છો કે જેઓ ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ જોવા માટે રાહ જોઈ રહ્યા છે, તો રાહ હવે પૂરી થઈ ગઈ છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.