Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

HanuMan ફિલ્મે જીત્યા દર્શકોના દિલ, કરી અધધધ આટલી બધી કમાણી

01:25 PM Jan 20, 2024 | Harsh Bhatt

HanuMan ફિલ્મ સિનેમાઘરોમાં આવ્યા બાદથી જ લોકોમાં ઘણી લોકપ્રિય બની છે. ખૂબ જ સામાન્ય બજેટમાં તૈયાર કરવામાં આવેલ ફિલ્મ હવે ભારતમાં ધૂમ કમાણી કરી રહી છે અને તેની સાથે આવેલ ફિલ્મોને જોરદાર ટક્કર આપી રહી છે. પ્રશાંત વર્મા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ભારતીય સુપર હીરો ફિલ્મ ઉપર આધારિત છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં તેજા સજ્જા છે.

HanuMan ફિલ્મે જીત્યા દર્શકોના દિલ 

પ્રશાંત વર્મા દ્વારા દિગ્દર્શિત HanuMan ફિલ્મનું અત્યાર સુધીનું નેટ ઈન્ડિયા કલેક્શન 98.8 કરોડ છે. આ ફિલ્મે વિદેશી બજારમાં 38.5 કરોડની કુલ કમાણી કરી છે. તેની સાથે જ આ ફિલ્મે વિશ્વભરમાં 142.6 કરોડની કમાણી પૂરી કરી છે.

HanuMan એ ભારતમાં ગુરુવારે 9.50 કરોડની કમાણી કરી હતી. ફિલ્મની કમાણીમાં 16.67% નો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ તે હજી પણ એક સારો આંકડો છે કારણ કે તે ફિલ્મ આવ્યા બાદનો સાતમો દિવસ છે. ફિલ્મે પેઈડ પ્રીમિયર દરમિયાન 4.15 કરોડની કમાણી કરી હતી. શનિવાર અને રવિવારે, આ સુપરહીરો ફિલ્મે 12.45 કરોડ અને 16 કરોડની કમાણી કરી હતી.

ફિલ્મે સોમવારની પરીક્ષા પાસ કરી કારણ કે તેણે 15.2 કરોડનો બિઝનેસ કર્યો છે.  મંગળવારે પણ આ ફિલ્મે 13.11 કરોડની કમાણી કરી. ત્યારબાદ, બુધવારે, તે 11.34 કરોડ મેળવવામાં સફળ રહી.

HanuMan vs Marry Christmas vs Guntur Kaaram

HanuMan અને મેરી ક્રિસમસ 12 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. વિજય સેતુપતિ અને કેટરિના કૈફ અભિનીત શ્રીરામ રાઘવન દિગ્દર્શિત, ભારતમાં અત્યાર સુધીમાં 15.27 કરોડની કમાણી કરી ચૂકી છે. ભારતમાં 17.50 કરોડ અને વિદેશી બજારમાં 2.75 કરોડના કુલ બોક્સ ઓફિસ કલેક્શન સાથે, બોલિવૂડ મૂવીએ વિશ્વભરમાં 20.25 કરોડની કમાણી કરી છે.

12 જાન્યુઆરીના રોજ રીલિઝ થયેલી Guntur Kaaram બોક્સ ઓફિસ ઉપર સારી કમાણી કરી છે. ફિલ્મ 110.9 કરોડને પાર કરી ચૂક્યું છે. ભારતમાં આ ફિલ્મની કુલ બોક્સ ઓફિસ કમાણી 126.8 કરોડ છે. જ્યારે 30 કરોડ વિદેશી બજારમાંથી આવ્યા છે. મહેશ બાબુ સ્ટારર ફિલ્મનું વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ કલેક્શન હવે 156.8 કરોડ છે.

આ પણ વાંચો — Elvish Yadav ને મળી જાનથી મારવાની ધમકી, 1 કરોડની ખંડણી પણ માંગી