Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SALAAR VS DUNKI : બોક્સ ઓફિસની ટક્કરમાં બંને ફિલ્મો બની વિજેતા, તૂટયા જૂના રેકોર્ડ્સ

12:12 PM Dec 31, 2023 | Harsh Bhatt

SALAAR VS DUNKI : તમને જણાવી દઈએ કે SALAAR અને DUNKI બોક્સ ઓફિસ પર જોરદાર ટક્કર રહી છે. જો કે તેમ છતાં બંને ફિલ્મો પોતપોતાની રીતે સારી કમાણી કરી રહી છે. એકતરફ SHAH RUKH KHAN નું આ વર્ષ ખૂબ જ સારું રહ્યું હતું, જ્યાં તેમની આ વર્ષમાં આવેલ બંને ફિલ્મોએ 1000 કરોડની કમાણી કરી હતી, ત્યારે PRABHAS ની છેલ્લી કેટલીક ફિલ્મો એટલી સફળ રહી ન હતી. પરંતુ ડીસેમ્બર મહિનાની જંગમાં એક તરફી મુકાબલો રહ્યો ન હતો.

 

BOX OFFICE નો બાહુબલી બન્યો PRABHAS 

KGF 2 ના ફેમ પ્રશાંત નીલ દ્વારા દિરગદર્શિત આ ફિલ્મની હાઇપ ઘણી જ વધુ હતી. ફિલ્મની કમાણીએ બોક્સ ઉપર ઘણા નવા રેકોર્ડ્સ બનાવ્યા છે.  SALAAR પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. તેણે શરૂઆતના દિવસે 90.7 કરોડ રૂપિયાની જોરદાર કમાણી કરી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ, તેણે તેની રિલીઝના સાતમા દિવસે 468.50 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. હવે તેને રિલીઝ થયાને 9 દિવસ થઈ ગયા છે. SALAAR નું 9 દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે, ચાલો તમને જણાવીએ કે તેણે 9 દિવસમાં કેટલા કરોડની કમાણી કરી છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, SALAAR એ  9 દિવસમાં 12.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જેના પછી SALAAR નું અત્યાર સુધીનું કુલ કલેક્શન 329.62 કરોડ રૂપિયા થઈ ગયું છે. જો ફિલ્મના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો તે 600 કરોડ રૂપિયાથી થોડી જ દૂર છે અને તેણે દુનિયાભરમાં 550 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

DUNKI એ પણ કરી બમ્પર કમાણી 

શાહરૂખ ખાનની DUNKI વિશે ચાહકોમાં હજુ પણ બઝ ચાલુ છે. તે 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તેણે રૂ. 29.2 કરોડ સાથે બમ્પર ઓપનિંગ કર્યું હતું. ફિલ્મ રિલીઝ થયાને 10 દિવસ થઈ ગયા છે, હવે તેના 10 દિવસના આંકડા પણ સામે આવ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર DUNKI એ 10 માં દિવસે 9.25 કરોડની કમાણી કરી છે. આ પછી હવે તેની કુલ કમાણી 176.47 થઈ ગઈ છે. જો આપણે ફિલ્મના વર્લ્ડવાઈડ કલેક્શનમી વાત કરીએ તો, તેણે 300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે અને તે હવે ભારતમાં 200 કરોડના ક્લબમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે.

આ પણ વાંચો — Bigg Boss 17 : સલમાને લીધી આયેશાની ક્લાસ, ચિન્ટુને ધર્મેન્દ્ર પાજીની માફી માંગવા કહ્યું, જાણો શું છે કારણ