Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ANIMAL એ એક બાદ એક તોડયા આ મોટા રેકોર્ડ્સ, WORLDWIDE ત્રણ દિવસમાં 300 કરોડને પાર

04:55 PM Dec 04, 2023 | Harsh Bhatt

સંદીપ રેડ્ડી વાંગાદ્વારા નિર્દેશિત ફિલ્મ ANIMAL બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, રશ્મિકા મંદન્ના, બોબી દેઓલ, અનિલ કપૂર જેવા મોટા સ્ટાર્સે કામ કર્યું છે. ‘ANIMAL’ એ બોલિવૂડના ઘણા રેકોર્ડ્સને તોડી નાખ્યા છે. આ ફિલ્મે રવિવારે બોક્સ ઓફિસ પર સુનામી લાવી છે. પ્રારંભિક આંકડાઓ અનુસાર, આ ફિલ્મ ‘જવાન’થી માત્ર 4 કરોડ રૂપિયા પાછળ છે. માત્ર કેટલાક આંકડાઓને કારણે આ ફિલ્મ બોલિવૂડની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવાનું ચૂકી ગઈ છે.

ANIMAL એ મચાવી બોક્સ ઉપર તબાહી 

આ વર્ષે પહેલા શાહરૂખની ‘PATHAN’, પછી સની દેઓલની ‘GADAR 2’, પછી શાહરૂખની ‘JAWAN’ અને સલમાનની ‘TIGER 3’એ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી છે. લાંબા ગાળા પછી, આ બોલિવૂડ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર તબાહી મચાવી છે, જેમાં દક્ષિણ ભારતીય ફિલ્મો સહિત ઘણા રેકોર્ડ તોડ્યા છે. હવે જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ રણબીર કપૂર અને બોબી દેઓલની ફિલ્મ નવા નવા રેકોર્ડસ સ્થાપિત કરતી જાય છે.  અને આ ફિલ્મ એવી હલચલ મચાવી રહી  છે કે જેની કદાચ કોઈએ કલ્પના પણ કરી ન હોય. વાસ્તવમાં, ફિલ્મના ટ્રેલર પછી, લોકો આ ફિલ્મ જોવા માટે ઉત્સાહિત હતા અને તેના પરિણામો બોક્સ ઓફિસ પર પણ દેખાઈ રહ્યા છે. ફિલ્મે શાનદાર ઓપનિંગ કરી છે, હવે રવિવારે ત્રીજા દિવસે તેણે જોરદાર કમાણી કરી છે.

ANIMAL એ રવિવારે સર્જ્યો નવો વિક્રમ 

sacnilkના અહેવાલ મુજબ, ‘ANIMAL ‘ એ રવિવારે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરી છે. આ ફિલ્મે ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર 71.46 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે જબરદસ્ત છે. રણબીરની ફિલ્મે 63.8 કરોડ રૂપિયાની શાનદાર ઓપનિંગ કરી હતી અને બીજા દિવસે તેની કમાણી વધુ વધી હતી. ફિલ્મે શનિવારે 66.27 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે ‘ANIMAL’ રવિવારે સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડની બીજી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. કુલ મળીને આ ફિલ્મે 201.53 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

JAWAN બાદ ANIMAL બીજા ક્રમે

ત્રણ દિવસમાં ANIMAL 300 કરોડને પાર 

ફિલ્મની વર્લ્ડવાઈડ કમાણીની વાત કરીએ તો તેણે ત્રણ દિવસમાં 356 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ‘ANIMAL’ એ બે દિવસમાં 236.00 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, હવે ત્રણ દિવસમાં ગ્રોસ કલેક્શન 240.50 રૂપિયા થઈ ગયું છે.

‘ANIMAL’ લગભગ 4000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે

દેશભરમાં લગભગ 4000 સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મ તેના રનટાઇમ માટે પણ સમાચારમાં છે જે લગભગ 3 કલાક 21 મિનિટ છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું બજેટ 100 કરોડ રૂપિયાની નજીક છે. જો ફિલ્મની કમાણીની ગતિ આવી જ રહી તો શક્ય છે કે તે ‘જવાન’નો રેકોર્ડ તોડીને આગળ વધે.

આ પણ વાંચો — ફિલ્મ ‘એનિમલ’ હિંસાનો અતિરેક