Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bollywood : ‘ધૂમ’ ફેઇમ દિગ્દર્શક સંજય ગઢવીનું નિધન

02:28 PM Nov 19, 2023 | Vipul Pandya

‘ધૂમ’ અને ‘ધૂમ 2’ જેવી સુપરહિટ ફિલ્મોના દિગ્દર્શક સંજય ગઢવીનું રવિવારે નિધન થયું છે. તેઓ 57 વર્ષના હતા. રવિવારે સવારે લગભગ 8.45 કલાકે ઘરે ચા પીતી વખતે તે અચાનક જમીન પર પડી ગયા હતા અને હૃદયરોગનો હુમલો આવતા તેમનું મૃત્યુ થયું હતું.

તેઓ અંધેરીમાં રહેતા હતા

સંજય ગઢવી અંધેરી વિસ્તારની એ જ બિલ્ડિંગ ‘ગ્રીન એકર્સ’માં રહેતા હતા, જ્યાં શ્રીદેવી રહેતી હતી. જો કે બોની કપૂર છેલ્લા એક વર્ષથી તે બિલ્ડીંગમાં રહેતા નથી, પરંતુ તેમણે પાડોશીઓને ટાંકીને કહ્યું કે સંજય ગઢવીનું આજે સવારે અવસાન થયું છે. ઘરે બેભાન થયા બાદ સંજય ગઢવીને તાત્કાલિક અંધેરીની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

‘તેરે લિયે’થી દિગ્દર્શક તરીકેની શરૂઆત

જો સંજયના કામ પર નજર કરીએ તો તેણે 2000માં ફિલ્મ ‘તેરે લિયે’થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. પહેલા આ ફિલ્મનું નામ ‘તુ હી બતા’ હતું, જેમાં અર્જુન રામપાલ અને રવિના ટંડન લીડ રોલમાં હતા. જોકે ઓછા બજેટના કારણે ફિલ્મ અટકી પડી હતી. સંજયને પહેલીવાર 2004માં ખ્યાતિ મળી હતી. તેમણે એક્શન થ્રિલર ફિલ્મ ધૂમનું દિગ્દર્શન કર્યું હતું. ધૂમ ફિલ્મમાં અભિષેક બચ્ચન, ઉદય ચોપરા, જોન અબ્રાહમ, એશા દેઓલ અને રિમી સેન જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ ફિલ્મ સુપરહિટ રહી હતી.

ધૂમથી સંજયને મળી હતી ખ્યાતી

સંજયે ધૂમ 2, ‘મેરે યાર કી શાદી હૈ’ અને ઈમરાન ખાન સ્ટારર ફિલ્મ ‘કિડનેપ’નું પણ નિર્દેશન કર્યું છે. આ સિવાય 2012માં તેણે ‘અજબ ગજબ લવ’નું નિર્દેશન કર્યું હતું. તેમણે ‘ઓપરેશન પરિન્દે’ ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું છે. આ ફિલ્મ 2020માં રિલીઝ થઈ હતી.

આ પણ વાંચો—-એક એવી ફિલ્મ જેને ન તો OTT એ ખરીદી કે ન તો સિનેમાઘરોએ, હવે અહી જોવા મળશે એકદમ ફ્રી