Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

TIGER 3 માં ઋત્વિક અને શાહરુખ બાદ હવે સાઉથનો આ મોટો કલાકાર પણ દેખાશે કેમીયો રોલમાં

08:47 PM Nov 08, 2023 | Harsh Bhatt

સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ‘TIGER 3’  આ રવિવારથી સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે.  દર્શકો અને નિર્માતાઓને ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડશે અને એક નવો બેન્ચમાર્ક પણ સ્થાપિત કરશે. છેલ્લા કેટલાક દિવસોમાં તેમાં કેમિયો કરતા કલાકારોના લિસ્ટના ઘણા અહેવાલો સામે આવ્યા છે. તે જ સમયે હવે TIGER 3 માં કેમિયો માટે એક સાઉથ સુપરસ્ટારનું નામ પણ સામે આવ્યું છે, જેના માત્ર સમાચારે જ ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો છે.

 

TIGER 3 માં પઠાણની એન્ટ્રી પાડશે વટ 

 

 

મનીષ શર્મા દ્વારા દિગ્દર્શિત, આગામી થ્રિલર ‘TIGER 3’માં સલમાન ખાન અવિનાશ સિંહ રાઠોડ ઉર્ફે ટાઈગર અને કેટરિના કૈફ ઝોયા તરીકે પરત ફરી રહ્યા છે. આ સિવાય ઈમરાન હાશ્મી વિલનની ભૂમિકામાં છે. આ ત્રિપુટી સિવાય, કેટલાક અન્ય કારણો પણ છે, જેણે ફિલ્મ માટે ચાહકોની ઉત્તેજના ઘણી વધારી છે. આપણે બધા જાણીએ છીએ કે શાહરૂખ ખાન ‘TIGER 3’માં પઠાણના રોલમાં કેમિયો કરશે.

 

‘પઠાણ’માં સલમાને ટાઈગર તરીકે તેના કેમિયો સાથે મોટા પડદાને આગ લગાવી દીધી હતી અને હવે, શાહરૂખ તેમના ખાસ રિયુનિયન સાથે મોટા પડદાને આગ લગાડવા માટે તૈયાર છે. જ્યાં આ કેમિયો બધા જ લોકોને દિવાના બનાવવા માટે પૂરતો છે. તે જ સમયે, YRF દર્શકોને એક પછી એક ભેટ આપવામાં કોઈ કસર છોડી રહી નથી.

‘WAR’ના કબીર સાથે આ મોટો સાઉથ ઇંડિયન કલાકાર કરશે TIGER 3 માં એન્ટ્રી 

 

થોડા દિવસો પહેલા ખબર પડી હતી કે રિતિક રોશન TIGER 3’માં ‘WAR’ના કબીર તરીકે કેમિયો કરતો જોવા મળશે. જો કે આ સમાચારની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. દરમિયાન, નવીનતમ વિકાસ જણાવે છે કે ‘TIGER 3’ ના રન ટાઈમમાં 2 મિનિટથી વધુનો વધારો થયો છે કારણ કે સ્ટુડિયોએ વધારાના ફૂટેજ ઉમેર્યા છે.

 

‘TIGER 3’ને લગતો લેટેસ્ટ રિપોર્ટ હાર્ટ વોર્મિંગ છે. ફિલ્મમાં હૃતિક રોશનના કેમિયોની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. તે જ સમયે, હવે જુનિયર એનટીઆરના કેમિયોના સમાચાર પણ હેડલાઇન્સનો ભાગ બની રહ્યા છે. નોંધનીય છે કે જુનિયર એનટીઆર ફિલ્મ ‘વોર 2’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ‘ટાઈગર 3’માં તેના કેમિયોના સમાચારે ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો છે. ‘ટાઈગર 3’ દિવાળીના અવસર પર 12 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચો — અજીત-ખલનાયકીનો પર્યાય

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ