Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Sonakshi Sinha-Zaheer Iqbal Wedding: આખરે લાંબાગાળા ચાલી રહેલા વિવાદો વચ્ચે Sonakshi-Zaheer લગ્નના તાંતણે બંધાયા

09:10 PM Jun 23, 2024 | Aviraj Bagda

Sonakshi Sinha-Zaheer Iqbal Wedding: બોલિવૂડ એક્ટ્રેસ Sonakshi Sinha અને Zaheer iqbalના આખરે લગ્નના તાંતણે બંધાય ગયા છે. જોકે Zaheer iqbal એ Sonakshi Sinha ના લાંબા સમયગાળાથી બોયફ્રેન્ડ હતાં. તે ઉપરાંત છેલ્લા એક મહિનાથી આ બંનેના લગ્નને લઈ અનેક અફવાઓ પણ ફરતી હતી. મોટાભાગે અફવાઓમાં એવું સામે આવ્યું હતું કે, Sonakshi Sinha એક કટ્ટાર હિન્દુ પરિવારમાંથી આવતી હોવાને કારણે તેના નિર્ણયને લઈ પરિવારમાં વિવાદ થઈ પડ્યો છે.

  • તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી

  • Sonakshi અને ઝહીરે મેચિંગ આઉટફિટ્સ પહેર્યા છે

  • પિતા શત્રુઘ્ન સિન્હા પણ એક તસવીરમાં જોવા મળ્યા

ત્યારે આજરોજ Sonakshi Sinha અને Zaheer iqbal લગ્ન જીવનની શરુઆત કરી છે. તે ઉપરાંત Sonakshi Sinha નું સંપૂર્ણ પરિવાર પણ લગ્નની વાયરલ થયેલી તસવીરોમાં જોવા મળી રહ્યું છે. તો તેમના લગ્ન બાદ હવે તેમના લગ્નની પ્રથમ તસવીર પણ સામે આવી છે. આ તસવીરો સામે આવતા જ ચાહકોની ખુશીની કોઈ સીમા ન રહી. આ તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.

Sonakshi અને ઝહીરે મેચિંગ આઉટફિટ્સ પહેર્યા છે

Sonakshi Sinha-Zaheer iqbal એ આજે એટલે કે 23 મી જૂને પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં તેમના લગ્ન કર્યા હતાં. તો તસવીરોમાં તમે જોઈ શકો છો કે Sonakshi અને ઝહીરે મેચિંગ આઉટફિટ્સ પહેર્યા છે. બંનેએ તેમના વેડિંગ આઉટફિટ તરીકે લાઇટ કલર પસંદ કર્યો હતો. Sonakshi Sinha અને Zaheer iqbal ના લગ્નની તસવીરો ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ તસવીરોમાં તેના લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

પિતા શત્રુઘ્ન સિન્હા પણ એક તસવીરમાં જોવા મળ્યા

આ તસવીરોમાં ક્યારેક ઝહીર તેની નવી Sonakshi Sinha ના કપાળ પર કિસ કરતો જોવા મળે છે તો ક્યારેક તેના હાથને કિસ કરતો જોવા મળે છે. તે જ સમયે, Sonakshi ના પિતા શત્રુઘ્ન સિન્હા પણ એક તસવીરમાં જોવા મળે છે. આ સમય દરમિયાન શત્રુઘ્નનાં ચહેરા પર તેમની પુત્રીના લગ્નની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. ફોટો પર કોમેન્ટ કરીને ફેન્સ નવા કપલને અભિનંદન આપી રહ્યા છે.

આ પણ વાંચો: હિન્દુ ભગવાન કે લગ્ન બાદ અલ્લાહને માનશે SONAKSHI SINHA? થયો મોટો ખુલાસો